Home /News /dharm-bhakti /April 2022 Shubh Muhurat: જાણો એપ્રિલના પહેલા સપ્તાહમાં ખરીદી, નામકરણ, જનોઈના મુહૂર્ત

April 2022 Shubh Muhurat: જાણો એપ્રિલના પહેલા સપ્તાહમાં ખરીદી, નામકરણ, જનોઈના મુહૂર્ત

એપ્રિલ 2022ના શુભ મુહૂર્ત

April 2022 Shubh Muhurat: એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ખરીદી, નામકરણ, જનોઈ જેવા માંગલિક કાર્યો માટે કેટલાક શુભ મુહૂર્ત છે. જો તમારે આ અઠવાડિયામાં કોઈ માંગલિક કાર્ય કરવાનું હોય તો આ 7 દિવસોમાં ક્યારે શુભ સમય છે તેની જાણકારી તમને હોવી જોઈએ.

વધુ જુઓ ...
April 2022 Shubh Muhurat: અંગ્રેજી કેલેન્ડરના ચોથા મહિના એપ્રિલ (April 2022 Muhurt)નું પ્રથમ પૂર્ણ સપ્તાહ 4 એપ્રિલ સોમવારથી લઈને 10 એપ્રિલ રવિવાર સુધીનું છે. આ સપ્તાહમાં ખરીદી, નામકરણ, જનોઈ જેવા માંગલિક કાર્યો માટે કેટલાક શુભ મુહૂર્ત છે. જો તમારે આ અઠવાડિયામાં કોઈ માંગલિક કાર્ય કરવાનું હોય તો આ 7 દિવસોમાં ક્યારે શુભ સમય છે તેની જાણકારી તમને હોવી જોઈએ. ચાલો જાણીએ એપ્રિલના પ્રથમ સપ્તાહના શુભ મુહૂર્ત વિશે.

એપ્રિલ 2022ના પ્રથમ સપ્તાહના શુભ મુહૂર્ત

એપ્રિલ 2022 ખરીદીનું મુહૂર્ત

એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જો તમે ખરીદી કરવા માગતા હો, અથવા જો તમે તમારા નવા મકાન, પ્લોટ, ફ્લેટ, કાર માટે બયાન નાણાં ચૂકવવા માંગતા હો, તો તેના માટે ફક્ત બે દિવસ જ શુભ છે. તમે આ અઠવાડિયાની 6 અને 7 તારીખે ખરીદી કરી શકો છો.

આ પણ વાંચો: એપ્રિલ 2022માં દુર્લભ સંયોગ! શનિ સહિત તમામ 9 ગ્રહ બદલશે રાશિ, જાણો કેવી રહેશે અસર

એપ્રિલ 2022 નામકરણ મુહૂર્ત

જો તમે આ અઠવાડિયે તમારા બાળકની નામકરણ વિધિ કરવા માગો છો, તો તમને ફક્ત બે દિવસનો સમય મળશે. નામકરણ માટેનું શુભ મુહૂર્ત 6 એપ્રિલ અને 10 એપ્રિલ છે. 10 એપ્રિલનો દિવસ ખૂબ જ ઉત્તમ છે કારણ કે આ દિવસે રામ નવમી છે.

એપ્રિલ 2022 ઉપનયન અથવા જનોઈ સંસ્કાર મુહૂર્ત

જે લોકો તેમના બાળકો માટે ઉપનયન સંસ્કાર અથવા જનોઈ કરવા માગે છે, તેઓને આ અઠવાડિયામાં માત્ર એક જ દિવસ મળશે. 6 એપ્રિલના દિવસે બુધવાર ઉપનયન સંસ્કાર માટે શુભ સમય છે. આ દિવસે સવારે 06:06 થી બપોરે 02:38 સુધીનો સમય જનોઈ માટે શુભ છે. જો કે, 3 અને 11 એપ્રિલે પણ જનોઈનું મુહૂર્ત છે.

આ પણ વાંચો: રસોઈઘરના શું નિયમો છે? જાણો કેવા વાસણો રાખવા માનવામાં આવે છે શુભ

એપ્રિલ 2022 મુંડન મુહૂર્ત

આ સપ્તાહમાં મુંડન માટે કોઈ પણ શુભ મુહૂર્ત નથી. આ માટે પ્રતીક્ષા કરવી પડશે.

એપ્રિલ 2022 શુભ લગ્ન મુહૂર્ત

એપ્રિલના પ્રથમ સપ્તાહમાં લગ્ન માટે કોઈ મુહૂર્ત નથી. 15 એપ્રિલથી લગ્નના મુહૂર્તની શરૂઆત થઈ રહી છે.

એપ્રિલ 2022 ગૃહ પ્રવેશ મુહૂર્ત

આખા એપ્રિલ મહિનામાં ગૃહપ્રવેશ માટે કોઈ શુભ મુહૂર્ત નથી.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:

Tags: April 2022, Dharm Bhakti, Shubh muhurat, ધર્મભક્તિ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો