સોમવારે અપરા એકાદશી, કુમકુમ મંદિર દ્વારા એકાદશીના પદો પર પ્રેઝન્ટેશન તૈયાર કરાયું

News18 Gujarati
Updated: May 17, 2020, 11:29 PM IST
સોમવારે અપરા એકાદશી,  કુમકુમ મંદિર દ્વારા એકાદશીના પદો પર પ્રેઝન્ટેશન તૈયાર કરાયું
અપરા એકાદશી - કુમકુમ મંદિર

સત્સંગીઓ પોતાના ઘરે રહેને જ એકાદશીના પદોનું ગાન કરીને ઔચ્છવ કરી શકે તે માટે કુમકુમ મંદિર દ્રારા ર૦૦ વર્ષ પહેલાના એકાદશીના પદો ઉપર પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું

  • Share this:
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા થી કુમકુમ મંદિર દ્રારા લોકડાઉનના સમયમાં સૌ સત્સંગીઓ પોતાના ઘરે રહેને જ એકાદશીના પદોનું ગાન કરીને ઔચ્છવ કરી શકે તે માટે કુમકુમ મંદિર દ્રારા ર૦૦ વર્ષ પહેલાના એકાદશીના પદો ઉપર પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જેનું વિમોચન કુમકુમ મંદિરના મહંત સદ્‌ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી તા. ૧૮ મે સોમવારે એકાદશી ના દિવસે કરવામાં આવશે. રાત્રે ૮ - ૩૦ વાગે ઓન લાઈન થતી સત્સંગ સભામાં તેનું વિમોચન કરીને લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે ૯ - ૦૦ વાગે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ સારાય વિશ્વમાં સૌ તેનો લાભ લઈ શકશે.

આ એકાદશીના પદોની વિશિષ્ટતા અંગે સ્વામી પ્રેમવત્સલદાસજીએ માહિતી આપતાં કહયું કે, સત્સંગીજનો આ એકાદશીના પદો એક જ સ્ક્રીન ઉપર વાંચી શકાશે, શ્રવણ કરી શકાશે અને સાથે સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનની મનોહર મૂર્તિના દર્શન પણ કરી શકશે.

આ એકાદશીના પદોની રચના આજથી આશરે ર૦૦ વર્ષ પહેલા શ્રી બ્રહ્માનંદ સ્વામીએ કરી હતી ત્યારથી આજ દિન પર્યંત સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં સાંજે સંધ્યા આરતીબાદ તે સંતો અને સત્સંગીઓ દ્રારા ગાવામાં આવે છે. પરંતુ હાલ, લોકડાઉનનો સમય ચાલે ત્યારે કોઈ મંદિરમાં આવી શકતું નથી, તેથી આ પદો સૌ પોત પોતાના ઘરે ગાઈ શકે અને ભગવાનનની ભકિત કરીને પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે અને નિયમ સાચવી શકે તે માટે પ્રેઝટેશન તૈયાર કરવામાં આવ્યું છે.
First published: May 17, 2020, 11:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading