Home /News /dharm-bhakti /Annapurna Jayanti: 7 તારીખે ઉજવવામાં આવશે અન્નપૂર્ણા જયંતિ, જાણો આ દિવસે શું કરવું અને શું નહિ
Annapurna Jayanti: 7 તારીખે ઉજવવામાં આવશે અન્નપૂર્ણા જયંતિ, જાણો આ દિવસે શું કરવું અને શું નહિ
અન્નપૂર્ણા જયંતિ
Annapurna Jayanti 2022: અન્નપૂર્ણા જયંતિ માગશર મહિનાની પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે. આ દિવસે માતા પોતાના ભક્તોને સુખ-સૌભાગ્ય પ્રદાન કરવા દેવી અન્નપૂર્ણા હર્ષોઉલ્લાસ સાથે આવે છે. આ દિવસે માતા અન્નપૂર્ણાની વિધિ-વિધાન સાથે પૂજા અર્ચના કરી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થવાની માન્યતા છે.
અન્નપૂર્ણા જયંતિ માગશર મહિનાની પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે. આ દિવસે માતા પોતાના ભક્તોને સુખ-સૌભાગ્ય પ્રદાન કરવા દેવી અન્નપૂર્ણા હર્ષોઉલ્લાસ સાથે આવે છે. એવું માનવામાં આવે છે કે એક વાર પ્રાચીન કાળમાં જયારે પૃથ્વી પર અન્નની કમી થઇ ગઈ હતી ત્યારે માતા પાર્વતી અન્નની દેવીના રુઓમાં ધરતી પર આવ્યા હતા, જેથી પૃથ્વીના લોકોને ભોજન પ્રદાન કરી શકે અને પોતાના આનંદથી સમસ્ત માનવ જાતિની રક્ષા કરવી. જે દિવસે માતા અન્નપૂર્ણાનો જન્મ થયો હતો, એ દિવસે હિન્દૂ કેલેન્ડરમાં માગશર માસની પૂર્ણિમા હતી. આ જ કારણે માગશર પૂર્ણિમાના દિવસે 'અન્નપૂર્ણા જયંતિ' ઉજવવામાં આવે છે. આ દિવસે અન્નપૂર્ણાની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે કારણ કે ભક્તો માટે દેવી ગૌરીના સર્વ શ્રેષ્ઠ અવતારોમાંથી એક માનવામાં આવે છે. આ દિવસે માતા અન્નપૂર્ણાની વિધિ-વિધાન સાથે પૂજા અર્ચના કરી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થવાની માન્યતા છે.
પંચાંગ અનુસાર, માગસર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિનો પ્રારંભ 07 ડિસેમ્બર સવારે 8 વાગ્યાને 1 મિનિટથી થઇ રહ્યો છે. માટે તિથિનું સમાપન બીજા દિવસે 8 ડિસેમ્બરની સવારે 9 વાગ્યાને 37 મિનિટ પર થશે. એવામાં ઉદયતિથીના આધાર પર અન્નપૂર્ણા જયંતિ 8 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવશે.
અન્નપૂર્ણા જયંતિ પર બની રહ્યો છે સાધ્ય યોગ. આ દિવસે સવારથી લઇ સાંજ સુધી સાધ્ય યોગ છે. એનું સમાપન 9 ડિસેમ્બરના રોજ 9 વાગ્યાને 37 મિનિટ પર થશે. સાધ્ય યોગને પૂજા પાઠ અથવા અન્ય માંગલિક કર્યો માટે શુભ માનવામાં આવે છે. સાધ્ય યોગ પછી શુભ યોગ પ્રારંભ થશે.
અન્નપૂર્ણા જયંતિ 2022 પૂજા મુહૂર્ત
તમારી પાસે અન્નપૂર્ણા જયંતિની પૂજા માટે બપોર સુધીના ત્રણ શુભ મુહૂર્ત છે. શુભ સમય સવારે 07:00 થી 08:22 સુધીનો છે. તે પછી બપોરે 12:30 થી 01:53 સુધી લાભ-ઉન્નતિ મુહૂર્ત છે અને બપોરે 01:53 થી 03:16 સુધી અમૃત-સર્વોત્તમ મુહૂર્ત છે.