Home /News /dharm-bhakti /

આંધ્રમાં 580 કિલો ચઢાવાયા લાડુ, મુંબઈમાં સ્થપાઈ 70 કિલો સોનાથી જડીત પ્રતિમા

આંધ્રમાં 580 કિલો ચઢાવાયા લાડુ, મુંબઈમાં સ્થપાઈ 70 કિલો સોનાથી જડીત પ્રતિમા

ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરમાં ભગવાન ગણપતિની સ્થાપના કરે છે, અને તેમની ખુબ સેવા કરે છે. આ દરમ્યાન લોકો ભગવાન ગણેશનું એક મહેમાન તરીકે સત્કાર કરે છે.

ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરમાં ભગવાન ગણપતિની સ્થાપના કરે છે, અને તેમની ખુબ સેવા કરે છે. આ દરમ્યાન લોકો ભગવાન ગણેશનું એક મહેમાન તરીકે સત્કાર કરે છે.

    દેશભરમાં ગણેશ ચતુર્થીનું પર્વ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યું છે. કેટલાક લોકો વાનને ચઢાવવા માટે કિંગ સાઈઝની મીઠાઈ બનાવી રહ્યા છે, તો કેટલાક લોકો ભગવાનને મોટી માત્રામાં સોનું ચઢાવી રહ્યા છે. ભગવાન ગણેશને ધનના દેવતા માનવામાં આવે છે, જેમને મોદક સૌથી વધારે પસંદ છે. આ કારણ છે કે, વિનાયક ચતુર્થી પર ભગવાનને જાત-ભાતના વા ચડાવવા લોકો લાખોની સંખ્યામાં ઉમટે છે.

    ભગવાનના આવા જ એક ભક્ત છે આંધ્રપ્રદેશમાં મીઠાઈના વેપારી, જેમણે લંબોદરને ચઢાવવા માટે લગભગ 580 કિલોગ્રામ લાડવા તૈયાર કર્યા છે.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, મહાપ્રસાદમના નામથી ઓલખાતા લાડવા બુધવાર સાંજે હૈદરાબાદના ફિલ્મ નગર પહોંચાડવામાં આવ્યા અને આજે તેને ખૈરાતાબાદ વિસ્તારમાં સ્થિત એક ગણેશ મંડપમાં લાવવામાં આવશે. આ લાડવા પૂજા પૂરી થયા બાદ લોકોને વહેચવામાં આવશે.

    આ લાડવા પીવીવીવી મલ્લિકાર્જૂન રાવ ઉર્ફે માલલેએ બનાવ્યા છે. આ લાડવામાં 220 કિલોગ્રામ ખાંડ અને 145 કિલોગ્રામ ગાયનું શુદ્ધ ઘી, 175 કિલોગ્રામ ચાણાનો લોટ, 25 કિલો કાજુ, 13 કિલો બદામ, ત્રણ કિલો એલાયચી, એક કિલો કપૂર નાખવામાં આવ્યું છે.

    તો આ બાજુ મુબંઈમાં ગણપતિનું એક પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહી ગણપતિની મૂર્તીને 70 કિલો સોનાથી સજાવવામાં આવી છે. સાયન પૂર્વના જીએસબી સેવા મંડળે બાપ્પાની સજાવટમાં 70 કિલો 23 કેરેટ સોનું લગાવ્યું છે. આ કારણથી પંડાલની સુરક્ષાની પણ જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.

    ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરમાં ભગવાન ગણપતિની સ્થાપના કરે છે, અને તેમની ખુબ સેવા કરે છે. આ દરમ્યાન લોકો ભગવાન ગણેશનું એક મહેમાન તરીકે સત્કાર કરે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ganesh Chaturthi 2018

    આગામી સમાચાર