Home /News /dharm-bhakti /Anang Trayodashi: જયારે શિવજીના ક્રોધમાં ભસ્મ થઇ ગયા હતા કામદેવ, જાણો આજના દિવસનું મહત્વ

Anang Trayodashi: જયારે શિવજીના ક્રોધમાં ભસ્મ થઇ ગયા હતા કામદેવ, જાણો આજના દિવસનું મહત્વ

અનંગ તેરસ 2022

Anang Trayodashi 2022: આજે પાંચ ડિસેમ્બર સોમવારે અનંગ તેરસ વ્રત છે. કહેવાય છે કે ભગવાન શિવના ક્રોધના પરિણામ સ્વરૂપ આ તિથિ પર જ કામદેવ ભસ્મ થઇ ગયા હતા.

  આજે 5 ડિસેમ્બરના દિવસે અનંગ તેરસનું વ્રત છે. કામદેવને અનંગ પણ કહે છે. માગશર માસના શુક્લ પક્ષની તેરસ તિથિને અનંગ ત્રયોદશી ઉજવવામાં આવે છે. કહેવામાં આવે છે કે ભગવાન શિવના ક્રોધના પરિણામ સ્વરૂપ આ તિથિ પર જ કામદેવ ભસ્મ થયા હતા. જો કે પછીથી મહાદેવે તેમને ફરી શરીર મેળવવાના આશીર્વાદ આપ્યા હતા. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે કામદેવ અને રતિની પૂજા કરવાથી પ્રેમ સબંધ મજબૂત થાય છે. અનંગ તેરસના અવસર પર કાશીના જ્યોતિષ ચક્રપાણી ભટ્ટ પાસે જાણીએ છે અનંગ તેરસ વ્રત કથા અંગે.

  અનંગ ત્રયોદશી વ્રત કથા

  દંતકથા અનુસાર, જ્યારે માતા સતીએ આત્મદાહ કર્યો હતો, ત્યારથી મહાદેવ સમાધિ લઇ ધ્યાનમાં મગ્ન હતા. અહીં તારકાસુરના અત્યાચારથી સમગ્ર વિશ્વમાં હાહાકાર થઇ ગયો હતો. તેણે ત્રણેય જગતનો કબજો મેળવી લીધો હતો. દેવતાઓ ચિંતિત હતા. એક દિવસ બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને તારકાસુરને મોક્ષનો ઉપાય પૂછ્યો.

  બ્રહ્માજીએ કહ્યું કે માત્ર ભગવાન શિવ જ તેમને તારકાસુરના અત્યાચારોથી બચાવી શકે છે કારણ કે શિવના પુત્રના હાથે તારકાસુરનો વધ થશે. પરંતુ સમસ્યા એ હતી કે શિવ ધ્યાનમાં મગ્ન હતા અને કોઈ પણ દેવમાં તેમનું ધ્યાન તોડવાની હિંમત નહોતી. સમસ્યા તીવ્ર હતી. જ્યારે તેઓ ધ્યાનમાંથી બહાર આવશે, ત્યારે જ તારકાસુરનો અંત આવશે.

  સંકટના આ મુશ્કેલ સમયમાં કામદેવે ભગવાન શિવને વિચલિત કરવાની વાત સ્વીકારી લીધી. કામદેવ તેની પત્ની રતિ સાથે શિવાલય પર પહોંચ્યા અને બંને ભગવાન શિવને વિચલિત કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. અંતે, કામદેવે ભગવાન શિવને ફૂલના બાણથી માર્યું જેથી તેમનામાં પ્રેમ ઉત્પન્ન થાય અને તેઓ વિયોગ છોડીને ધ્યાનમાંથી બહાર આવે.

  આ પણ વાંચો: Som Pradosh 2022: આજે સોમ પ્રદોષ પર કરો શિવની આરાધના, જાણો પૂજા-વિધિ અને મુહૂર્ત

  કામદેવે વિચાર્યું હતું તેમ ન થયું. ધ્યાન તૂટવાથી શિવજી ખૂબ જ ગુસ્સે થયા અને તેમણે ત્રીજી આંખ ખોલી અને કામદેવને બાળી નાખ્યા. રતિ પોતાના પતિને રાખમાં જોઈને રડવા લાગી. તેમણે ભગવાન શિવ પાસે માફી માંગી અને કામદેવને વાસ્તવિક સ્વરૂપ આપવા પ્રાર્થના કરી.

  ભગવાન શિવે કહ્યું કે કામદેવનું શરીર બળીને રાખ થઈ ગયું છે, તેઓ હવે અનંગ થઈ ગયા છે એટલે કે તેઓ અંગ વગરના થઈ ગયા છે. તેઓ જીવશે પરંતુ દરેકના હૃદયમાં કામના રૂપમાં અસ્તિત્વમાં રહેશે. દ્વાપર યુગમાં તેઓ ભગવાન શિવના પુત્ર પ્રદ્યુમ્ન તરીકે જન્મ લેશે, અને ફરીથી શરીર પ્રાપ્ત કરશે.

  આ પણ વાંચો: Shiv Puja: શિવલિંગ પર કંકુ સહિતની આ વસ્તુઓ ન ચઢાવો, પૂજા કરવાથી થશે નુકસાન  શિવજીએ રતિ અને કામદેવને આશીર્વાદ આપ્યા. ધાર્મિક માન્યતાઓ અનુસાર અનંગ ત્રયોદશીના દિવસે જે વ્યક્તિ કામદેવ અને રતિની પૂજા કરે છે, તેઓનો પ્રેમ સંબંધ વધુ મજબૂત બને છે.
  Published by:Damini Patel
  First published:

  Tags: Dharm Bhakti, Lord shiva

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन