સંત આનંદમૂર્તિ ગુરૂમાનો અમદાવાદમાં સત્સંગ

આપણને અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ માત્ર અને માત્ર સંતો અને સદગુરૂઓ જ લઈ જઈ શકે છે.

News18 Gujarati
Updated: April 16, 2019, 7:30 PM IST
સંત આનંદમૂર્તિ ગુરૂમાનો અમદાવાદમાં સત્સંગ
આપણને અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ માત્ર અને માત્ર સંતો અને સદગુરૂઓ જ લઈ જઈ શકે છે.
News18 Gujarati
Updated: April 16, 2019, 7:30 PM IST
તાજેતરમાં જ વિજ્ઞાને બ્લેક હોલનો ફોટો પાડી લીધો છે, પરંતુ ભીતરના અજ્ઞાનના અંધકારનો ફોટો પાડવાનું કે જ્ઞાનનો ઉજાસ ફેલાવવાનું કાર્ય હજુ સુધી કોઈ વૈજ્ઞાનિક કરી શક્યો નથી. આપણને અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ માત્ર અને માત્ર સંતો અને સદગુરૂઓ જ લઈ જઈ શકે છે.

એકવીસમી સદીના માનવીએ વૈજ્ઞાનિક ક્ષેત્રે ખૂબ બધી પ્રગતિ સાધી છે. ડિજિટલ ક્રાંતિએ આપણા બધાના હાથમાં સ્માર્ટફોન આપી દીધા છે અને દૂર દેશમાં બેઠેલી વ્યક્તિ સાથે આપણે આંખના પલકારમાં સંપર્ક સાધી શકીએ છીએ, પણ આપણી જાત સાથેનો તાર આપણે જોડી શકતા નથી. કદાચ એટલે જ આજનો માનવી તમામ ભૌતિક સાધનો અને સુખસગવડો છતાં સતત તનાવથી પીડાય છે. આ તનાવ અને માનસિક સંતાપને કારણે તે જાતભાતના શારીરિક અને માનસિક રોગનો ભોગ બની રહ્યો છે. શાસ્ત્રો અને ઋષિ-મહાત્માઓએ માનવજીવનને દુર્લભ કહ્યું છે, પણ આજના માનવ માટે જીવન પોતે જ એક બોજ બની ગયું છે. આ માનવજીવનને સુંદરતાથી જીવવાની કળા આપણને માત્ર ને માત્ર એક જીવિત સંબુદ્ધ સદગુરૂ અને સંત જ પ્રેરી શકે.

આનંદમૂર્તિ ગુરૂમા આવાં જ એક ક્રાંતિકારી મહિલા સંત છે. તેમના ચાર દિવસીય સત્સંગનું આયોજન અમદાવાદ ખાતે જીએમડીસી, ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરના ગેટ નંબર 5, 132 ફૂટ રીંગ રોડ ખાતેના કન્વેન્શન હોલમાં તા. 18 એપ્રિલથી 21 એપ્રિલ સવારે 8 થી 10 રાખવામાં આવ્યું છે. આ સત્સંગ નિ:શુલ્ક છે અને તમામ ધર્મ, સંપ્રદાય, જાતિ કે વર્ગની વ્યક્તિઓ એમાં આવકાર્ય છે, એવું અમદાવાદ ઋષિ ચૈતન્ય કથા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આનંદમૂર્તિ ગુરૂમા અનોખા મહિલા સંત છે. તેઓ આપણા પ્રાચીન ભારતીય જ્ઞાનના વારસદાર છે. રામાયણ, મહાભારત, ભગવદગીતા, ઉપનિષદ, પુરાણો તથા શાસ્ત્રોના ગૂઢાર્થોને તેઓ એક સામાન્ય માનવીને પણ સમજાય એવી સરળ રીતે નિરૂપણ કરે છે. આપણા આ ભવ્ય વારસાનો આધુનિક માનવી પોતાના જીવનમાં ઉપયોગ કરી શકે એ રીતે તેઓ એને સમજાવે છે.

વેદાંત તેમના વ્યક્તિત્વનો હિસ્સો છે, પણ વિજ્ઞાન, ટેક્નોલોજી, શરીરશાસ્ત્ર, મેડિકલ ક્ષેત્રે થઈ રહેલાં સંશોધનો અને પ્રવાહોથી પણ તેઓ સંપૂર્ણ રીતે વાકેફ છે. યોગ-પ્રાણાયામ, આયુર્વેદ તેમ જ માનવશરીરની સંરચના અંગેની સમજણ તલસ્પર્શી છે. વ્યક્તિ સંપૂર્ણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યપૂર્ણ સ્થિતિને પ્રાપ્ત કરી શકે એવી અમૂલ્ય જાણકારીનો ભંડાર તેઓ ખોલી આપે છે.

ભારતીય સંતપરંપરામાં થઈ ગયેલાં કબીર, મીરાં, રૈદાસ, સહજોબાઈ, તુલસીદાસ, પલટૂ વગેરેના જીવન અને કવન તેમને કંઠસ્થ છે. આવા જાણીતા અને અજાણ્યા સંતોની રચનાઓ તેમના સુમધુર અને સુરીલા અવાજમાં સાંભળવી એક લહાવો છે. શબ્દ સુર અને સંગતના માધ્યમથી તેઓ શ્રોતોઓને અલૌકિક અનુભવ કરાવે છે. રામનું ચારિત્ર્ય કે કૃષ્ણની લીલા, મહાવીર કે બુદ્ધ, બાયજિદ કે બુલ્લેશાહના તત્વજ્ઞાનને તેઓ સમજાવી શકે છે એટલી જ સરળતાથી ઝેન અને સૂફી મતને સાંકળી શકે છે. યોગ, ભક્તિ કે જ્ઞાન માર્ગના જિજ્ઞાસુઓની આધ્યાત્મિક શંકાઓનું સમાધાન આપી શકે છે તો સામાન્ય માનવીને મૂંઝવતી રોજિંદા જીવનની ગૂંચવણોનો ઉકેલ પણ આપી શકે છે.
Loading...

ધર્મ અને અધ્યાત્યમ જેટલી જ માનવીના સામાજિક જીવન સાથે પણ તેમને નિસ્બત છે. પુલવામાની કરૂણ ઘટના બાદ ઋષિ ચૈતન્ય આશ્રમ વતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમણે શહીદો માટે 51 લાખ રૂપિયાની માતબર રકમનું યોગદાન આપ્યું હતું.

તેઓ અધ્યાત્મિક માર્ગદર્શન તો આપે જ છે, સાથોસાથે સમાજમાં ફેલાયેલા દૂષણો પરત્વે જાગૃતિ ફેલાવવા ઉપરાંત નક્કર કાર્ય પણ કરે છે. હિન્દુસ્તાનમાં છોકરીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે. એ બાબત ધ્યાનમાં આવતા જ તેમણે શક્તિ મિશનના નેજા હેઠળ કન્યા શિક્ષણ માટેના યજ્ઞનો આરંભ કર્યો. તેમની દેખરેખમાં ચાલતા શક્તિ મિશન દ્વારા અત્યાર સુધીમાં 13 હજારથી પણ વધુ કન્યાઓને શિક્ષણ માટે સહાય પૂરી પાડવામાં આવી છે. આર્થિક સ્થિતિ નબળી હોય કે વિધવા મહિલા અથવા માતા-પિતા અપંગ હોય અને દીકરીના શિક્ષણનો ખર્ચ ન ઉઠાવી શકતા હોય, તેવી કન્યાઓ કે તેમના વાલીઓ શક્તિ મિશનમાં અરજી કરે તો પૂરતી ચકાસણી કર્યા બાદ તે વિદ્યાર્થીનીની શાળામાં ફીની રકમ પહોંચતી કરવામાં આવે છે. છેલ્લા 17 વર્ષથી આ શિક્ષણ-યજ્ઞ અવિરતપણે ચાલી રહ્યો છે.

આનંદમૂર્તિ ગુરૂમા દિલ્હીની આઈ.એસ.બી.ટીથી 65 કિલોમીટરના અંતરે હરિયાણા રાજ્યના સોનીપત જિલ્લાના ગન્નોર ખાતે આવેલા ઋષિ ચૈતન્ય આશ્રમમાં વસવાટ કરે છે. ઋષિ ચૈતન્ય આશ્રમ એક એવું સ્થાન છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ ઈશ્વરીય ચેતનાને અનુભવ કરી શકે છે. પ્રકૃતિના ખોળામાં, લીલીછમ્મ હરિયાળી વચ્ચે ઊભેલો આ આશ્રમ ભૌતિક જગતની ચહલપહલથી ભીતરના દ્વાર ખોલી આપતું રળિયામણું સ્થળ છે. સંબુધ્ધ સદગુરૂની ઉર્જાથી સિંચાયેલો આ આશ્રમ વ્યક્તિની ચેતનાને ઉન્નત શિખરો ભણી દોરી જવા માટેનું આરંભબિંદુ બની શકે છે.

અહીંના અતિશય શાંત અને પવિત્ર વાતાવરણમાં જીવનને સાચી દિશા તરફ વાળતા પરિવર્તનનો લાભ લેવા માટે દુનિયાભરમાંથી હજારો જિજ્ઞાસુ આવતા રહે છે. આનંદમૂર્તિ ગુરૂમાની ઉર્જામય અને ચૈતન્યમય ઉપસ્થિતમાં આ જિજ્ઞાસુઓ ધ્યાનની વિવિધ વિધીઓ શીખી એનો અભ્યાસ કરે છે. શરીર અને મનની સ્વસ્થતા હેતુ આશ્રમમાં શાસ્ત્રોક્ત પધ્ધતિથી આયુર્વેદિક પંચકર્મ તેમ જ અન્ય થેરપી કરવામાં આવે છે.

ઋષિ ચૈતન્ય આશ્રમમાં નિવાસ એ પોતાનામાં જ અનોખો અનુભવ છે. અધ્યાત્મિક વિકાસના પથ પર યાત્રા કરવા માટે આ આશ્રમ દરેક વ્યક્તિ માટે એક ઉત્તમ વાતાવરણ પ્રદાન કરે છે. ઋષિ ચૈતન્ય આશ્રમમાં કોઈ પણ ધર્મ, સંપ્રદાય, જાતિ કે વર્ગની વ્યક્તિ સાધનાના હેતુથી જઈ શકે છે.

આનંદમૂર્તિ ગુરૂમા જેવા વિલક્ષણ સંત ગુજરાતને આંગણે આપણા પોતાના શહેર અમદાવાદમાં આવી રહ્યાં છે. નાત, જાત, ધર્મ, સંપ્રદાય કે વર્ગના કોઈ પણ સીમાડા બાંધ્યા વિના તેઓ શ્રોતાઓ પર જ્ઞાન, યોગ અને ભક્તિની અમૃતવર્ષા કરશે ત્યારે એમાં ભીંજાવા અને તરબોળ થવા ઋષિ ચૈતન્ય કથા સમિતિ દ્વારા સર્વેને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. જ્ઞાન, યોગ, ભક્તિની લ્હાણી કરતા આ ચાર દિવસના સત્સંગમાં ભાગ લેવા હૃદયના ભાવ સિવાય કોઈ કિંમત ચૂકવવાની નથી.
First published: April 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...