Home /News /dharm-bhakti /

ભાદરવી પૂનમના મેળાનો થનગનાટ રસ્તે દેખાયો, પદયાત્રીઓના જયઘોષ ગૂંજ્યા

ભાદરવી પૂનમના મેળાનો થનગનાટ રસ્તે દેખાયો, પદયાત્રીઓના જયઘોષ ગૂંજ્યા

અંબાજી ખાતે પરંપરાગત ભાદરવી પૂનમના મેળાનો આજથી પ્રારંભ થયો છે. ઠેર ઠેરથી પદયાત્રીઓ અંબાજી આવવા નીકળી પડ્યા છે અને રસ્તાઓ જય અંબેના જયઘોષથી ગૂંજી રહ્યા છે તો બીજી તરફ અંબાજીમાં પદયાત્રીઓ, દર્શનાર્થીઓની સુવિધા માટે તંત્ર સજ્જ બન્યું છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અંબાજી # અંબાજી ખાતે પરંપરાગત ભાદરવી પૂનમના મેળાનો આજથી પ્રારંભ થયો છે. ઠેર ઠેરથી પદયાત્રીઓ અંબાજી આવવા નીકળી પડ્યા છે અને રસ્તાઓ જય અંબેના જયઘોષથી ગૂંજી રહ્યા છે તો બીજી તરફ અંબાજીમાં પદયાત્રીઓ, દર્શનાર્થીઓની સુવિધા માટે તંત્ર સજ્જ બન્યું છે.

રાજ્યના દરેક ખુણેથી નીકળતા રસ્તાઓનો બીજો છેડો જાણે કે અંબાજી જ જતો હોય એ રીતે પદયાત્રીઓ અંબાજી તરફ આવવા નીકળી પડ્યા છે. વરસાદી માહોલ હોવા છતાં પણ પદયાત્રીઓ મા અંબેના નારા સાથે પદયાત્રા કરી રહ્યા છે.

આજથી શરૂ થયેલા અંબાજીના મેળામાં પદયાત્રીઓ અને દર્શનાર્થીઓની સુવિધા માટે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. અંબાજીમાં આજથી ખાનગી વાહનો પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે અને બસોની વ્યવસ્થા પણ ખાસ ગોઠવી દેવાઇ છે.

1210 બસો દોડશે : 22થી 28મી સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં એસટી વિભાગ દ્વારા દર્શનાર્થીઓ માટે 1210 જેટલી બસો દોડાવાશે. જેમાં અમદાવાદથી 260, હિંમતનગરથી 250, મહેસાણાથી 350 અને પાલનપુરથી 350 બસો મુકાશે.
First published:

Tags: અંબાજી, અંબાજી મંદિર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन