કુમકુમ મંદિર ખાતે ૬x૬ ફૂટની મોટેરા સ્ટેડીયમની અદ્‌ભૂત કૃત્તિ તૈયાર કરવામાં આવી

News18 Gujarati
Updated: February 21, 2020, 10:56 PM IST
કુમકુમ મંદિર ખાતે ૬x૬ ફૂટની મોટેરા સ્ટેડીયમની અદ્‌ભૂત કૃત્તિ તૈયાર કરવામાં આવી
કુમકુમ મંદિર - મણીનગર

કુમકુમ મંદિર ખાતે તા. ર૪થી મોદી અને ટ્રમ્પનું આગમન - મોદી અને ટ્રમ્પ એકબીજાને કરશે નમસ્તે

  • Share this:
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે ૬ ફૂટના મોટેરા સ્ટેડીયમની અદ્‌ભૂત કૃત્તિ તૈયાર કરવામાં આવી. જે લાઈટથી શણગારવામાં આવી છે. જે ગ્રાઉન્ડની મધ્યમાં મોદી અને ટ્રમ્પ એકબીજાને નમસ્તે કરી રહયા છે. આ કૃતિ સૌ તા. ર૪ સુધી સવારે ૮ - ૦૦ થી ૧ર - ૦૦ અને સાંજે ૪ - ૦૦ થી ૯ - ૦૦ સુધી નિહાળી શકશે.આ કૃતિ તૈયાર કરતાં ૮૦ કલાક થયા છે. કુમકુમ મંદિરના સત્સંગી ઉદિતભાઈએ ભગવાનને પ્રસન્ન કરવા માટે સૌથી વધુ યોગદાન આપ્યું છે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, તા. ર૪ ના રોજ અમેરીકાના ડ્રોનાલ્ટ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદ્‌ઘાટન માટે પધારે છે. ત્યાં બંને વડાઓ સભાને પણ સંબોધન કરશે. તે આપણા સૌના માટે આનંદની વાત છે કે, બંને દેશની મિત્રતા વધશે. સારાય વિશ્વમાં બંને દેશનો સર્વાગી વિકાસ થશે અને ભાઈચારો કેળવાશે એવી સૌ કોઈ ભારતીયો આશા રાખી રહયા છે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, તા. ર૪ ના રોજ અમેરીકાના ડ્રોનાલ્ટ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ ના ઉદ્‌ઘાટન માટે પધારે છે. ત્યાં બંને વડાઓ સભાને પણ સંબોધન કરશે. તે આપણા સૌના માટે આનંદની વાત છે કે, બંને દેશની મિત્રતા વધશે. સારાય વિશ્વમાં બંને દેશનો સર્વાગી વિકાસ થશે અને ભાઈચારો કેળવાશે એવી સૌ કોઈ ભારતીયો આશા રાખી રહયા છે.

પરંતુ આપણને એ વાતનો પણ સાથે સાથે ગર્વ અને મહા આનંદ હોવા જોઈએ કે, સ્વામી વિવેકાનંદજી સૌ પ્રથમ વખત અમેરીકા ગયા હતા. અને શીકાગોમાં તા ૧૧ - ૯ - ૧૮૯૩ વિશ્વધર્મસંસદને તેમણે સંબોધી હતી, અને સારાય વિશ્વમાં તેમણે ભારતનો જય જય કાર કર્યો હતો.

સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ વખત શ્રી મુકતજીવન સ્વામીબાપા અને કુમકુમ મંદિરના મહંત સદ્‌ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સૌ પ્રથમ વખત તા ૧૬ - ૪ - ૧૯૪૮માં આફ્રિકા ગયા હતા. અને સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચારને પ્રસારની પહેલ પાડી હતી. ત્યાર પછી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિદેશમાં જતા થયા અને આજે સારાય વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચારને પ્રસાર થઈ રહયો છે. આનંદપ્રિયદાસજી સ્વામીને જીવનપ્રાણ સ્વામીબાપાએ સંતની પ્રથમ દીક્ષા આપી તેને તા ર૬ - ર - ર૦ર૦ ફાગણ સુદ - ત્રીજ ના રોજ ૭૮ વર્ષ પૂર્ણ થાય છે. તેથી તેમના દીર્ઘાયુ માટે આપણે સૌ કોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ.

સ્વામી વિવેકાંનદજીએ જેમ અમેરીકામાં ધર્મા સભા સંબોધીને જય જયકાર કર્યો હતો. તેવી રીતે શ્રી મુકતજીવન સ્વામીબાપાએ સૌ પ્રથમ વખત યુરોપ - લંડનના ટ્રફાલ્ગર સ્કેવર ખાતે તા. ૧૭-૧૦-૧૯૭૦ ના રોજ અંગ્રેજીમાં પ્રવચન આપીને જનમેદનીને સંબોધીને જય જયકાર કર્યો હતો.આપણે આ સર્વ ઈતિહાસને અવશ્ય કરવો જોઈએ કારણ કે, ઈતિહાસકારો કહે છે કે, જે દેશની પ્રજા પોતાના ભૂતકાળના ભવ્ય વારસાને ભૂલી જાય છે, તેના સંસ્કાર અને સંસ્કૃતિ નાશ પામે છે, માટે ભવ્ય વારસાને ભૂલવો જોઈએ નહિ.
તો, આવો આપણે અત્રે આપણા ભવ્ય વારસાને યાદ કરીએ અને ગૌરવ લઈએ.
First published: February 21, 2020, 10:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading