અહીં એક સિક્કાથી પ્રસન્ન થાય છે લક્ષ્મી માતા, ભરી દે છે ખુશીઓથી જોલી


Updated: February 1, 2020, 11:41 PM IST
અહીં એક સિક્કાથી પ્રસન્ન થાય છે લક્ષ્મી માતા, ભરી દે છે ખુશીઓથી જોલી
ફાઈલ તસવીર

એક દિવસ પ્રોજેક્ટના ચીફ એન્જિનિયરે માતા લક્ષ્મીએ સપાનામાં દર્શન આપ્યા હતા. માનવામાં આવે છે કે, માતાએ તેને સપનામાં કહ્યું હતું કે, વર્લીમાં સમુદ્ર કિનારે તેમની એક મૂર્તિ છે તેને કાઢીને સમુદ્ર કિનારે સ્થાપના કરે

  • Share this:
ધર્મભક્તઃ આખા ભારતમાં (India) એવા અનેક મંદિર (temple) છે જેમની પોતાની માન્યતાઓના (Recognition) પગલે ભક્તોના દિલમાં આસ્થા અડગ રહે છે. અનેક એવા મંદિર હોય છે જ્યાં માંથુ ટેકવાથી પણ લોકોની મનોકામના પુરી થાય છે. આવા અદભુત મંદિરોની શ્રેણીમાં દેશની વ્યાવસાયિક રાજધાની મુંબઈમાં સ્થાપિત માતા લક્ષ્મીનું મંદિર પણ આવે છે. અહીં માત્ર એક સિક્કાથી જ ધનની દેવી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. એટલું જ નહીં દેવીના દર્શન કરવા માટે લોકો અહીં સવારે નહીં પરંતુ રાત્રીના પ્રહરમાં વધારે સંખ્યામાં આવે છે.

મંદિર અંગે અંગ્રેજી શાસન સમયનો ઉલ્લેખ મળે છે. માહિતી પ્રમાણે એ સમયે મુંબઈમાં વર્લી અને માલાબાર હિલને જોડવા માટે દિવાલ બનાવવાનું કામ ચાલતું હતું. આ નિર્માણ કાર્યમાં સેકડો મજૂરો લાગ્યા હતા. જેથી કોઈ જ પ્રકારની તકલીફ નથા. પરંતુ આમ છતાં દિવાલ બનતી જ ન્હોતી. ક્યારેક એવું પણ બન્યું હતું કે, દિવાલ સંપૂર્ણ પણે બન્યા બાદ પણ ધરાશાયી થઈ જતી હતી. આ અંગે બ્રિટિશ એન્જીનિયરો ખુબ જ પરેશા હતા. તેમને કોઈ રસ્તો જ મળતો ન્હોતો.

મુંબઈના ભૂલાભાઈ દેસાઈ માર્ગ ઉપર સમુદ્ર કિનારે સ્થિત માતા લક્ષ્મી મંદિરની પ્રતિમા સ્વયંભૂ છે. જ્યારે બ્રિટિશ એન્જીનિયર ખૂબ જ પરેશાન થયા ત્યારે એક દિવસ પ્રોજેક્ટના ચીફ એન્જિનિયરે માતા લક્ષ્મીએ સપાનામાં દર્શન આપ્યા હતા. માનવામાં આવે છે કે, માતાએ તેને સપનામાં કહ્યું હતું કે, વર્લીમાં સમુદ્ર કિનારે તેમની એક મૂર્તિ છે તેને કાઢીને સમુદ્ર કિનારે સ્થાપના કરે. માતાએ વધુમાં કહ્યું હતું કે, તે આવું કરશે તો વર્લી-માલાબાર હિલ વચ્ચેની દિવાલ સળતાથી બની જશે.

માનવામાં આવી રહ્યું છે કે, ચીફ એન્જીનિયરની ઉંઘ ખુલે છે અને પહેલા તો તેના સપના ઉપર વિશ્વાસ નથી થતો પરંતુ દિવાલનો વિચાર કરે છે ત્યારે તેને લાગે છે એકવાર સપનામાં જણાવેલી જગ્યાએ જઈને જોઈવાનો વિચાર કર્યો. ત્યારબાદ તેણે મજૂરોને સપનામાં જણાવેલી જગ્યાએ મૂર્તી શોધવા માટે કહ્યું હતું. થોડા સમય પછી તેમને મૂર્તી મળે છે. માતાની મૂર્તિ જોઈને ભાવવિભોર બનીને તેણે પ્રતિમાને પ્રણામ કર્યા હતા.

પ્રતિમા મળ્યા પછી ચીફ એન્જિનિયરે સપનામાં જણાવ્યા પ્રમાણે મૂર્તિની સ્થાપના કરવા માટે એક નાનું મંદિર બનાવડાવ્યું હતું. ત્યારબાદ માલાબાર હિલ સાથે જોડનારી દિવાલ સળતાથી બની ગઈ હતી. ત્યારબાદ મંદિર અંગે આસપાસના ભક્તોમાં આસ્થા વધવા લાગી હતી.

ચીફ એન્જીનિયર દ્વારા મંદિરનું નિર્માણ કર્યા પછી 1831માં ધાકજી દાદાજી નામના વેપારીએ મંદિરને વિસ્તાર રૂપ આપ્યું હતું. મંદિરમાં માતા મહાલક્ષ્મી, દેવી મહાકાલી અને દેવી મહાસરસ્વતીની પ્રતિમા સ્થાપિત છે. આખ વાત તો એ છે કે મહાલક્ષ્મી સિંહ ઉપર અસવાર થઈને મહિષાસુરનો વધ કરતા દર્શાવાયા છે.મહાલક્ષ્મી મંદિરની (mahalaxmi mandir) ખાસ બાબત એ છે કે ભક્તોની માનતા માત્ર એક સિક્કાથી પૂરી થઈ જાય છે. મંદિરની આસ્થા છે કે માનતા માંગીને સિક્કો ચોંટાડાથી જે પણ માંગ્યું હોય છે તે મળી જાય છે. નવાઈની વાત તો એ છે કે દિવાલ ઉપર સિક્કા ચોંટાડવા માટે કોઈપણ પ્રકારના ગુંદરની જરૂર નથી હોતી. અને સિક્કો ચોંટી જાય છે.
First published: February 1, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading