Home /News /dharm-bhakti /Amavasya Vrat 2022: અમાસના વ્રતમાં સાંભળે છે આ કથા, મળે છે સુખ અને સૌભાગ્ય

Amavasya Vrat 2022: અમાસના વ્રતમાં સાંભળે છે આ કથા, મળે છે સુખ અને સૌભાગ્ય

અમાસ વ્રત કથા

Amavasya Vrat Katha: માગશર માસની અમાસ 23 નવેમ્બર બુધવારે થઇ રહી છે. પૂજાના સમયે અમાસની વ્રત કથાનું શ્રવણ કરે છે તો અખંડ સૌભાગ્ય અને સુખની પ્રાપ્તિ થાય છે.

  માગશર માસની અમાસ 23 નવેમ્બર બુધવારે છે. આ દિવસે સ્નાન, દાન, વ્રત અને પૂજા પાઠ કરવાથી પુણ્ય લાભ પ્રાપ્ત થાય છે. પૂજાના સમયે અમાસ વ્રતની કથા સંભાળે છે તો અખંડ સૌભગ્ય ને સુખની પ્રાપ્તિ થાય છે. તિરૂપતિ જ્યોતિષાચાર્ય ડો. કૃષ્ણ કુમાર ભાર્ગવ પાસે જાણીએ અમાસની કથા અંગે.

  અમાસ વ્રત કથા


  એક નગરમાં ગરીબ બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. એમના ઘરે એક દીકરી હતી, જે ખુબ સુંદર હતી. પરંતુ એના લગ્ન થઇ રહ્યા ન હતા. એક દિવસે એક સાધુ એના ઘરે આવ્યા અને એ છોકરીની સેવાથી પ્રસન્ન થયા અને એનો હાથ જોયો. એમણે જણાવ્યું કે હાથમાં વિવાહ રેખા નથી.

  સાધુએ જણાવ્યું કે એક ગામમાં સોના કપડાં ધોવા વાળી છે. જો આ કન્યા એની સેવા કરે અને એના લગ્નના સમયે પોતાની માંગનું સિંદૂર આ દીકરીને લગાવી દે તો એનું વૈધવ્ય યોગ દૂર થઇ જશે. ત્યારે બ્રાહ્મણ પિતાએ દીકરીને એ ધોબનની સેવા કરવા કહ્યું.

  પિતાના કહ્યા અનુસાર, છોકરી દરરોજ સવારે સોના ધોબનના ઘરે જતી અને ઘરની સાફ-સફાઈ સાથે તમામ કામ કરીને ઘરે પરત આવતી હતી. સોના ધોબને તેની વહુને કહ્યું કે આજકાલ તું ઘરનાં કામો બહુ ઝડપથી કરી લે છે અને ખબર પણ નથી. પછી તેણીએ કહ્યું કે તે કોઈ કામ કરતી નથી. આ બધું કોણ કરે છે તે ખબર નથી.

  આ પણ વાંચો: કેવી રીતે કરવી જોઈએ પૂજા, બેસીને કે ઉભા રહીને? આ છે સાચી રીત

  સાસુ અને વહુએ બીજા દિવસથી નજર રાખવાનું શરૂ કર્યું. લાંબા સમય પછી સોના ધોબને તે છોકરીને પકડીને પૂછ્યું કે તું આટલા દિવસોથી મારી જગ્યાએ આ બધું કેમ કરે છે? પછી તેણે સોના ધોબનને બધી વાત કહી. સોના ધોબન તૈયાર થઇ ગઈ.

  તેના દ્વારા છોકરીની માંગ પર સિંદૂર લગાવતા જ તેના પતિનું મૃત્યુ થઈ ગયું. તે ઘણા દિવસોથી બીમાર હતો. બ્રાહ્મણ પરિવારના ઘરેથી પરત ફરતી વખતે સોના ધોબને રસ્તામાં આવેલા પીપળના ઝાડને 108 ઈંટના ટુકડાની ભંવરી આપી અને 108 વાર તેની પરિક્રમા કરી. ત્યાર બાદ પાણી પીધું. તે દિવસે તે સવારથી પાણી પીધા વિના ઉપવાસ કરી રહી હતી. પીપળની પરિક્રમા કરતાં જ તેનો પતિ જીવતો થઈ ગયો. એ દિવસે સોમવતી અમાસ હતી.

  આ પણ વાંચો: કાળો જાદુ ઉતારવા માટે જાણીતું છે આ મંદિર, ખુબ જ આકર્ષક છે સ્ટોરી  ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે સ્ત્રી સોમવતી અમાસથી ભંવરી આપવાની પરંપરા શરૂ કરે છે અને દર અમાસના દિવસે ભંવરી આપે છે. તેના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે.
  Published by:Damini Patel
  First published:

  Tags: Amavasya, Dharm Bhakti

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन