Home /News /dharm-bhakti /Amavasya 2022: આ તારીખે આવશે નવા વર્ષની પહેલી અમાસ, પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવાનો અવસર

Amavasya 2022: આ તારીખે આવશે નવા વર્ષની પહેલી અમાસ, પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવાનો અવસર

આવી રીતે કરો અમાસની પૂજા

Amavasya 2022: પૌષ અમાસ તિથિ રવિવાર, 2 જાન્યુઆરીના રોજ સવારે 03:41 વાગ્યે શરૂ થાય છે અને તે જ રાત્રે 12:02 વાગ્યે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં તમારે 02 જાન્યુઆરીએ અમાવસ્યાએ સ્નાન કરીને દાન કરવું જોઈએ. અમાવસ્યા પર સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 07:14 થી સાંજના 04:23 સુધી છે.

વધુ જુઓ ...
    પંચાંગ અનુસાર, અમાસ દર મહિનાના કૃષ્ણ પક્ષની 15મી તિથીએ આવે છે. નવા વર્ષ 2022 (New Year 2022)ની પ્રથમ અમાસ (First Smavasya of New year 2022) 2 જાન્યુઆરી, રવિવારના રોજ થવા જઇ રહી છે. અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાનું ખૂબ મહત્વ છે. પોષ અમાસ (Paush Amavasya)ના દિવસે પિતૃઓની આત્મસંતોષ માટેના ઉપાયો કરી શકાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાવસ્યા તિથિ પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતની આ અમાસ પર સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બને છે. ચાલો જાણીએ પૂર્વજોને પ્રસન્ન કરવા અને પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે પોષ અમાવસના દિવસે શું કરી શકાય.

    આ પણ વાંચો-Astrology: શા માટે શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિક દોરવામાં આવે છે?

    અમાસની તિથી અને દાન

    હિંદુ કેલેન્ડર મુજબ, પૌષ અમાસ તિથિ રવિવાર, 2 જાન્યુઆરીના રોજ સવારે 03:41 વાગ્યે શરૂ થાય છે અને તે જ રાત્રે 12:02 વાગ્યે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં તમારે 02 જાન્યુઆરીએ અમાવસ્યાએ સ્નાન કરીને દાન કરવું જોઈએ. અમાવસ્યા પર સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 07:14 થી સાંજના 04:23 સુધી છે.

    જો અમાવાસ્યાના દિવસે નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો તમારે પોતાના ઘરે જ સ્નાન કરવું જોઈએ. પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને સૂર્યને જળ અર્પિત કરો. આ ઉપરાંત તમે ગરીબો, બ્રાહ્મણો, જરૂરિયાતમંદો વગેરેને ભોજન, ગરમ વસ્ત્રો, જરૂરિયાતની વસ્તુઓ વગેરેનું દાન કરી શકો છે. અમાવસ્યા પર દાન કરવાથી પુણ્ય લાભ થાય છે.

    Shani Prabhav Astrology 2022: નવાં વર્ષની શરૂઆતમાં જ આ 3 રાશિ પર રહેશે શનિદેવની કૃપા

    પિતૃ દોષથી મુક્તિના ઉપાયો

    - અમાસના દિવસે સ્નાન કર્યા પછી પિતૃઓને કાળા તલ અને જળ અર્પણ કરો. પછી પિતૃને યાદ કરો અને સુખ અને શાંતિપૂર્ણ જીવનના આશીર્વાદ માંગો.

    - જેમને પિતૃદોષ હોય તેમણે અમાવાસ્યાના દિવસે પિતૃઓનું તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ કરવું જોઈએ. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે, તેમની આત્માઓ સંતુષ્ટ થાય છે, જેના કારણે તેઓ તમને આશીર્વાદ આપે છે.

    - કાગડા, કૂતરા, ગાય વગેરેને અમાસના દિવસે ભોજનમાંથી થોડો ભાગ કાઢીને ખવડાવવો જોઈએ. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી પિતૃઓને તે ભોજન મળે છે અને તમને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.

    - આ દિવસે ગરીબ, જરૂરિયાતમંદ લોકો અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. તેનાથી પણ પિતૃ ખુશ થાય છે.

    - જો તમારા માટે આમાંથી કોઈ પણ કરવું શક્ય ન હોય, તો તમે તમારા વચન દ્વારા પણ તમારા પૂર્વજોને ખુશ અને સંતુષ્ટ કરી શકો છો. સ્નાન કર્યા પછી પૂર્વજોનું સ્મરણ કરીને તેમને મનમાં રાખીને કહેવું કે, “હે પિતૃ ગણ ! હું તમને મારા શબ્દોથી સંતુષ્ટ કરું છું, તમે બધા તેનાથી સંતુષ્ટ થાઓ અને પરિવારને સુખ અને શાંતિના આશીર્વાદ આપો.”
    Published by:Margi Pandya
    First published:

    Tags: 2nd January 2022, Amavasya 2022, Dharm Karm

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन