Home /News /dharm-bhakti /

અમાસના દિવસે ન કરો આ 5 કાર્ય, નહીં તો થઈ શકે છે નુકસાન

અમાસના દિવસે ન કરો આ 5 કાર્ય, નહીં તો થઈ શકે છે નુકસાન

અમાસ 2022

Amas 2022: પિતૃ દુ:ખી થાય તો તમે શ્રાપના ભાગી બનો છો. જેના પરિણામસ્વરૂપે તમને સફળતા મળતી નથી, ધન હાનિ અને આર્થિક સંકટનો ભોગ તથા વંશ સાથે જોડાયેલ સમસ્યા થઈ શકે છે.

    ધર્મભક્તિ ડેસ્ક: આજે 28 જુલાઈના રોજ અષાઢ વદ  અમાસ (Amavasya 2022) છે. અમાસના દિવસે નદીમાં સ્નાન કરવાનું, દાન કરવાનું, પિતૃ પૂજા અને વૃક્ષારોપણનું વિશેષ મહત્વ રહેલું છે. આજે ગુરુ પુષ્ય યોગ, ચાર શુભ યોગ અને ત્રણ રાજયોગને કારણે આજની  અમાસનું અતિ વિશેષ મહત્વ છે. આજે તમે નદી સ્નાન, દાન અને વૃક્ષારોપણ કરીને પુણ્ય કમાઈ શકો છો. પિતૃદોષથી મુક્તિ મેળવીને ઉન્નતિ તરફ આગળ વધી શકો છો.

    અમાસના દિવસે પુણ્ય પ્રાપ્તિ માટે અનેક કાર્ય કરવામાં આવે છે. તે દિવસે તમે અજાણતા અનેક એવા કાર્ય કરો છો, જેને કરવાનું વર્જિત માનવામાં આવે છે. જેના કારણે તમે પાપ અથવા દોષના ભાગી બની જાઓ છો. તિરુપતિના જ્યોતિષાચાર્ય ડો. કૃષ્ણ કુમાર ભાર્ગવ જણાવે છે કે,  અમાસના દિવસે ઘણા કાર્યો એવા છે, જે તમારે ન કરવા જોઈએ.

    અમાસના દિવસે શું ન કરવું જોઈએ

    અમાસના દિવસે વૃક્ષોની સેવા કરવા અને નવા છોડ વાવવાનો અવસર છે. આ પ્રકારે કરવાથી ગ્રહ દોષ અને પિતૃ દોષ દૂર થાય છે. આ દિવસે ઝાડને કોઈપણ પ્રકારની હાનિ ન પહોંચાડવી જોઈએ. જો ઝાડને હાનિ પહોંચાડવામાં આવે તો તમે ગ્રહ દોષ અથવા પિતૃ દોષના ભાગી બની શકો છો.

    અમાસના દિવસે પિતૃઓની આત્મતૃપ્તિ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ જેવા કર્મ કરવામાં આવે છે. આ દિવસે તમારે ધ્યાન રાખવું જોઈએ કે, તમારા કાર્યને કારણે કોઈ પિતૃ દુ:ખી ન થાય. પિતૃ દુ:ખી થાય તો તમે શ્રાપના ભાગી બનો છો. જેના પરિણામસ્વરૂપે તમને સફળતા મળતી નથી, ધન હાનિ અને આર્થિક સંકટનો ભોગ તથા વંશ સાથે જોડાયેલ સમસ્યા થઈ શકે છે.

    આ પણ વાંચો- Astrology: સમજી વિચારીને પહેરજો 'હીરો', આ રાશિ માટે નથી તે શુભ

    અમાસના દિવસે ગાય, કૂતરા, કાગડાને ન મારવા જોઈએ અથવા હાનિ પણ ન પહોંચાડવી જોઈએ. ખાસ કરીને જ્યારે તેઓ ભોજન કરતા હોય અથવા તમારા ઘરમાંથી ભોજન આપવામાં આવ્યું હોય ત્યારે. ગાય, કૂતરા, કાગડાને ભોજન કરાવવાથી પિતૃઓને તેનો અંશ પ્રાપ્ત થાય છે, જેથી તેઓ ખુશ થાય છે. જો તમે પશુ પક્ષીઓને હાનિ પહોંચાડો છો, તો પિતૃ તમારાથી નારાજ થઈ શકે છે.

    આ પણ વાંચો-Raksha bandhan 2022: રક્ષાબંધને 'ભદ્રા કાળ'નો રહેશે પડછાયો, રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અહીં જાણો

    અમાસના દિવસે તમારા ઘરે જે પણ ભિક્ષુક આવે તેને ખાલી હાથે ન મોકલવા જોઈએ. તેમને દાન સ્વરૂપે અન્ન, કપડા અથવા તમારી ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર આ દાન પિતૃને પ્રાપ્ત થાય છે.

    અમાસના દિવસે ઘરના વડીલનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ. એવું કાર્ય ક્યારેય પણ ન કરવું જોઈએ, જેનાથી તેમની આત્મા દુ:ખી થાય.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Amas 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन