Home /News /dharm-bhakti /

Amarnath Yatra 2022: એક મુસ્લિમે કરી હતી અમરનાથ ગુફાની શોધ, જાણો આ વાતમાં કેટલી સચ્ચાઈ છે

Amarnath Yatra 2022: એક મુસ્લિમે કરી હતી અમરનાથ ગુફાની શોધ, જાણો આ વાતમાં કેટલી સચ્ચાઈ છે

અમરનાથ યાત્રા 2022

Amarnath Cave: 1850માં બુટા બૂ નામના એક મુસ્લિમ ગડરિયાએ અમરનાથ યાત્રાની ખોજ કરી હતી. તે એક દિવસ પોતાના ઘેટાં બકરા ચરાવતો ચરાવતો ઘણો આગળ નીકળી ગયો હતો, ત્યારે પહાડ પર એક સાધુ સાથે તેનો ભેટો થયો. કહેવાય છે કે બુટા દયાળુ સ્વાભવનો હોવાથી સાધુએ તેને કોલસા ભરેલો એક કળશ આપ્યો. બુટાએ જ્યારે ઘરે જઈને એ કળશ ખોલ્યું તો કોલસાની જગ્યાએ એમાંથી સોનુ નીકળ્યું.

વધુ જુઓ ...
  ધર્મભક્તિ ડેસ્ક: બાબા બર્ફાની પોતાનો શિવલિંગ આકાર લઈ ચુક્યા છે. બાબા અમરનાથના દર્શન માટે અમરનાથયાત્રા 30 જૂનથી શરૂ થઈ ચુકી છે. જે 11 ઓગસ્ટ સુધી ચાલશે. અમરનાથ ધામ (Amarnath Yatra 2022) હિમાલય પર્વતના ખોળામાં આવેલા જમ્મુ કાશ્મીરમાં છે. શિવ શિવલિંગના રૂપમાં બિરાજમાન છે. દર વર્ષે શિવલિંગ કુદરતી રીતે પોતાની મેળે જ બને છે. આ સ્થળ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. બરફમાંથી શિવલિંગની રચનાને કારણે અહીં શિવને બાબા બર્ફાની કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે દર વર્ષે બાબા બર્ફાની ગુફામાં બેસે છે, તે ગુફા એક મુસ્લિમ દ્વારા શોધી કાઢવામાં આવી હતી, જે મોટાભાગના લોકો જાણતા નથી. જો કે, આમાં કેટલું સત્ય (Unknown Facts of Amarnath Cave)છે, તે દાવો કરી શકાતો નથી, કારણ કે 19મી સદીના કોઈપણ દસ્તાવેજમાં આવી કોઈ વાતનો ઉલ્લેખ નથી. ચાલો તમને જણાવીએ કે આ દાવામાં કેટલી સત્યતા છે.

  ગડરિયાની આ વાર્તા છે પ્રચલિત

  કહેવાય છે કે 1850માં બુટા બૂ નામના એક મુસ્લિમ ગડરિયાએ અમરનાથ યાત્રાની ખોજ કરી હતી. તે એક દિવસ પોતાના ઘેટાં બકરા ચરાવતો ચરાવતો ઘણો આગળ નીકળી ગયો હતો, ત્યારે પહાડ પર એક સાધુ સાથે તેનો ભેટો થયો. કહેવાય છે કે બુટા દયાળુ સ્વાભવનો હોવાથી સાધુએ તેને કોલસા ભરેલો એક કળશ આપ્યો. બુટાએ જ્યારે ઘરે જઈને એ કળશ ખોલ્યું તો કોલસાની જગ્યાએ એમાંથી સોનુ નીકળ્યું. આ જોઈ ને બુટો બહુ જ ખુશ થઇ ગયો અને સાધુનો આભાર માનવા ફરીથી તે જ જગ્યાએ ગયો, ત્યાં તેને સાધુ તો ન મળ્યા પરંતુ એક ગુફા મળી.

  જ્યારે બુટાએ ગુફાની અંદર પહોંચ્યા ત્યારે તેમણે બરફથી બનેલું શિવલિંગ જોયું જે દૂરથી ચમકી રહ્યું હતું. આ અદ્ભુત શિવલિંગને જોઈને તેમનું મન શાંત થયું. તેમણે ગ્રામજનો સાથે પોતાનો અનુભવ શેર કર્યો. કહેવાય છે કે આ ઘટનાના ત્રણ વર્ષ પછી પહેલી અમરનાથ યાત્રા શરૂ થઈ. એવું માનવામાં આવે છે કે બુટા બુના વંશજો આજે પણ આ ગુફાની જાળવણી કરે છે.

  આ પણ વાંચો- Surya Gochar 2022: 10 દિવસ બાદ સૂર્યનું કર્ક રાશિમાં ગોચર, આ 4 રાશિવાળાને લાગશે લોટરી

  કોઈપણ દસ્તાવેજમાં આ ઘટનાનો ઉલ્લેખ નથી.

  બુટા બુ દ્વારા કરેલી ગુફાની શોધમાં કેટલું સત્ય છે, તેના વિશે કંઈ કહી શકાય નહીં કારણ કે 19મી સદીનો કોઈ ઐતિહાસિક રેકોર્ડ નથી. દસ્તાવેજમાં આનો ઉલ્લેખ નથી. જ્યારે વાર્તા અનુસાર બુટા બુએ 1850માં જ આ ગુફાની શોધ કરી હતી. સાંપ્રદાયિક સંવાદિતાના ઉદાહરણ તરીકે, બુટા બૂની વાર્તાનો પ્રચાર 20મી સદીમાં શરૂ થયો હતો. ઘણી જગ્યાએ આ ગડરિયાનું નામ અને શોધની તારીખ અલગથી પણ આપવામાં આવ્યું છે. તે ગડરિયાનું નામ આદમ મલિક, અકરમ મલિક અને બુટા બૂ મલિક હોવાનું કહેવાય છે. અમરનાથ ગુફાની શોધ 16મી સદીથી 19મી સદી વચ્ચે થઈ છે.

  આ પણ વાંચો-Vastu Tips: મહિલાઓએ રસોડામાં 2 વાસણ ભૂલથી પણ ઉંધા ન રાખવા, રુષ્ઠ થઇ જશે લક્ષ્મી માતા

  1842માં એક બ્રિટિશરે કરી હતી અમરનાથ યાત્રા

  1842માં એક બ્રિટિશરે કરેલી અમરનાથ યાત્રામાં તેમને બીજા લોકોને પણ અમરનાથ યાત્રા કરતાં જોયા હતા. તેમણે તેમના એક પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આટલું જ નહીં મુઘલ શાસક અલી મર્દાન ખાન વિશે એવું કહેવાય છે કે તેણે 17મી સદીમાં બાબા બર્ફાની અને અમરનાથ યાત્રીઓની મજાક ઉડાવી હતી. ફ્રેન્ચ પ્રવાસી ફ્રાન્કોઇસ બર્નિયર પણ 1663માં કાશ્મીરની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમને એક બરફ ગુફાનો ઉલ્લેખ કર્યો છે. એવું માનવામાં આવે છે કે તે અમરનાથની ગુફાનો જ ઉલ્લેખ છે. આ હકીકતો જોતા મુસ્લિમ ગડરિયા દ્વારા ગુફાની શોધની વાત બિલકુલ ખોટી સાબિત થાય છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Amarnath yatra 2022, મુસ્લિમ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन