અમરનાથ યાત્રા માટે આ વખતે થઈ શકશે પાંચથી વધુ યાત્રિકોનું ગ્રુપ રજિસ્ટ્રેશન, જાણો તમામ વિગતો

અમરનાથ યાત્રા (ફાઇલ તસવીર)

અમરનાથ યાત્રા આ વર્ષે 28 જૂનથી શરૂ થશે અને પરંપરા મુજબ 22 ઓગસ્ટે રક્ષા બંધનના તહેવારે સમાપ્ત થશે

 • Share this:
  નવી દિલ્હી. અમરનાથ યાત્રા (Amarnath Yatra 2021) આ વર્ષે 28 જૂનથી શરૂ થશે અને પરંપરા અનુસાર 22 ઓગસ્ટે રક્ષા બંધનના તહેવાર પર સમાપ્ત થશે. તેના માટે તમામ રાજ્યો અને કેન્ર્ શાસિત પ્રદેશોમાં પંજાબ નેશનલ બેંક (Punjab National Bank), જમ્મુ-કાશ્મીર બેંક (Jammu Kashmir Bank) અને યસ બેંક (Yes Bank)ની 446 પસંદ કરેલી શાખાઓમાં પહેલી એપ્રિલથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે. આ વખતે અમરનાથ (Amarnath) યાત્રા સામાન્ય રજિસ્ટ્રેશન ઉપરાંત પાંચથી વધુ યાત્રિકોનું ગ્રુપ રજિસ્ટ્રેશન પણ કરાવી શકાશે. આ સુવિધા યાત્રના બંને રૂટ બાલટાલ (Amarnath Baltal Route) અને પહલગામ (Amarnath Pahalgam Route) માટે ઉપલબ્ધ હશે.

  યાત્રિકોના ગ્રુપ રજિસ્ટ્રેશન માટે પ્રતિ યાત્રી ફી 200 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ગ્રુપ રજિસ્ટ્રેશન માટે સમૂહન લીડરને પોતાના અન્ય સાથીઓની વિગતો આપવી પડશે. 13 વર્ષથી નાના અને 75 વર્ષથી વધુ ઉંમરના લોકો આ રજિસ્ટ્રેશન માટે અયોગ્ય હશે. તેની સાથે જ જાણકારી આપવામાં આવી છે કે ‘વહેલા તે પહેલા’ના નિયમ મુજબ રજિસ્ટ્રેશનમાં પ્રાથમિકતા આપવામાં આવશે. ગ્રુપ રજિસ્ટ્રેશન અનિવાર્ય સ્વાસ્થ્ય પ્રમાણપત્ર જરૂરી રહેશે. આ પ્રમાણપત્ર 15 માર્ચ બાદથી શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત ડૉક્ટરો અને ચિકિત્સા કેન્દ્રોથી મેળવી શકાશે.

  આ પણ વાંચો, Corona Returns: આ દેશોથી આવનારા લોકોને રહેવું પડશે 14 દિવસ સુધી ક્વૉરન્ટિન

  તેની સાથે જ પોસ્ટલ દ્વારા પણ વિગતો મોકલવા માટે યાત્રિકોને કેટલોક વધારે ચાર્જ લેવામાં આવશે. તેના રેટ નિયત કરવામાં આવી ચૂક્યા છે. તેમાં મહત્તમ 50 યાત્રી એક સાથે રજિસ્ટ્રેશન કરાવી શકશે. પોસ્ટલ ચાર્જમાં 1થી 5 સભ્યો માટે 50 રૂપીયા, 6થી 10 માટે 100 રૂપિયા, 11થી 15 માટે 150 રૂપિયા, 16થી 20 માટે 200 રૂપિયા, 21થી 25 માટે 250 અને 26થી 30 માટે 300 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

  આ પણ વાંચો, Ind vs Eng: ટીમ ઈન્ડિયાની જીત બાદ વિરાટ કોહલીનું મોટું નિવેદન, કહ્યુ- IPL 2021માં પણ કરશે ઓપનિંગ
  નોંધનીય છે કે, ગયા વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે કેટલાક સાધુઓએ જ યાત્રા કરી હતી. જ્યારે વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાના ત્રણ દિવસ પહેલા એટલે કે બે ઓગસ્ટે આતંકવાદ હુમલાના ખતરાને જોતાં યાત્રા વચ્ચે જ રોકી દેવામાં આવી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: