Home /News /dharm-bhakti /આજે આમલકી એકાદશી, આ ત્રણ શુભ યોગમાં કરો શિવ અને શ્રીહરિની સાધના, મનોકામના થશે પૂર્ણ
આજે આમલકી એકાદશી, આ ત્રણ શુભ યોગમાં કરો શિવ અને શ્રીહરિની સાધના, મનોકામના થશે પૂર્ણ
આમલકી એકાદશી 2023
Amalaki Ekadashi 2023: ફાગણ માસમાં આવતી આમલકી એકાદશી એટલે કે રંગભરી એકાદશીને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. સામાન્ય રીતે એકાદશી ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલી છે. પણ રંગભરી એકાદશીમાં ભગવાન વિષ્ણુ સાથે મહાદેવ અને માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. જાણો પૂજાનું શુભ મુહૂર્ત...
ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મ (Hindu Dharm)માં એકાદશીનું ખાસ મહત્વ છે. પંચાંગ મુજબ દર મહિને બે વખત એકાદશી આવે છે. ઘણા શ્રદ્ધાળુઓ એકાદશીનું વ્રત કરે છે. ત્યારે ફાગણ માસમાં આવતી આમલકી એકાદશી એટલે કે રંગભરી એકાદશીને પણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
સામાન્ય રીતે એકાદશી ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલી છે. પણ રંગભરી એકાદશીમાં ભગવાન વિષ્ણુ સાથે મહાદેવ અને માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શિવ માતા પાર્વતીને આ દિવસે જ પ્રથમ વખત કાશી લઈને આવ્યા હતા. આ દિવસે કાશીના લોકોએ મહાદેવને માતા પાર્વતીનું ગુલાલ અને રંગથી સ્વાગત કર્યું હતું. હિંદુ પંચાગ મુજબ આમલકી એકાદશી (Amalaki Ekadashi 2023 Date) 3 માર્ચને શુક્રવારના રોજ છે.
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, આમલકી એકાદશીના દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તને વિશેષ લાભ મળે છે. તેને ધન અને સંપતિ મળે છે. આ વ્રતના કારણે તેના જીવનના સંકટો દૂર થાય છે. આમલકી એકાદશીના દિવસે ત્રણ અતિ શુભ યોગ બની રહ્યા છે. જેમાં દેવી-દેવતાઓની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
આમલકી એકાદશીને રંગભરી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ત્રણ ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. પંચાગ મુજબ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, સૌભાગ્ય યોગ અને શોભન યોગનું નિર્માણ થશે. સૌભાગ્ય યોગ સાંજે 05:15 વાગ્યા સુધી ચાલશે, ત્યારબાદ શોભન યોગની શરૂઆત થશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 06:08થી બપોરે 02:13 વાગ્યા સુધી રહેશે.
આમલકી એકાદશીના દિવસે આમળાના ફળથી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ ખાસ દિવસે વ્રત કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને આમળાનું ફળ અર્પણ કરો. આ પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. આ ખાસ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ હોય છે. તેથી આમળાના વૃક્ષને ધૂપ, દીવો, ભોગ વગેરે અર્પણ કરો. પૂજા બાદ બ્રાહ્મણ કે જરૂરતમંદ વ્યક્તિને ભોજન કરાવો અને દાન આપીને સન્માનપૂર્વક વિદાય આપો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર