Home /News /dharm-bhakti /

જાણો, ગૃહપ્રવેશ સમયે કેમ ઘડો મુકવામાં આવે છે ?

જાણો, ગૃહપ્રવેશ સમયે કેમ ઘડો મુકવામાં આવે છે ?

આપણે ઘડો મુક્યો તેમ પણ કહીયે છીએ. આ ઘડો કેમ મુકવામાં આવે છે તેની પાછળનું કારણ સમજવું જરૂરી છે

આપણે ઘડો મુક્યો તેમ પણ કહીયે છીએ. આ ઘડો કેમ મુકવામાં આવે છે તેની પાછળનું કારણ સમજવું જરૂરી છે

    ધર્મ ડેસ્ક: આપણે જ્યારે પણ કોઇ નવી વસ્તુ ખરીદીયે તો તેની પૂજા કરીએ છીએ. પછી તે લેટેસ્ટ ટેક્નોલોજીની ગાડી હોય, ટૂ વ્હિલર હોય કે પછી કોમ્પ્યુટર જ કેમ ન હોય. તેનાં પર કંકૂથી ચાંદલો કરીને તેને ચોખા ચઢાવીયે છીએ. ત્યારે નવું ઘર ખરીદીયે તો આપણે પૂજન કરીએ તે સ્વાભાવિક છે. કોઇ વ્યક્તિ ગમે તેટલો નાસ્તિક કેમ ન હોય તે જ્યારે તેનાં જીવનમાં ઘર ખરીદે છે તો પૂજન અવશ્ય કરે છે એટલું જ નહીં નવું મકાન બનાવે ત્યારે ગૃહપ્રવેશ સમયે કળશ મૂકે છે તેની પાછળ ખાસ કારણ છે. નવું મકાન બનાવતી વખતે કે એક ઘરમાંથી બીજા ઘરમાં સ્થળાંતર કરતી વેળાએ ગૃહપ્રવેશ સમયે આ કળશ મૂકાય છે તેને આપણે ઘડો મુક્યો તેમ પણ કહીયે છીએ. આ ઘડો કેમ મુકવામાં આવે છે તેની પાછળનું કારણ સમજવું જરૂરી છે.

    આજની પેઢીનાં મનમાં જ્યારે ધર્મ ભક્તિ સાથે કોઇ બાબત સંક્ળાયેલી હોય તો ઘણાં પ્રશ્નો થાય છે જેમ કે, કળશ મુકવાનું કારણ શું હોઈ શકે ? શું આ કેવળ એક
    પરંપરા છે? કળશ રાખવાથી શું ફાયદો થાય ? આ પ્રકારના અનેક સવાલ મનમાં ઉદભવે છે. તો શાસ્ત્રો અને વિજ્ઞાન બંનેની દ્રષ્ટિએ કળશમાં તેમાં ભરવામાં આવતી વસ્તુઓથી જેવી કે દૂધ પાણી અને ચોખા આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા બહાર જાય છે.

    જ્યારે પણ કોઈ નવું મકાન બનાવવાની ઈચ્છા હોય ત્યારે ખરીદતી વખતે તેમાં કળશ જરુર મુકવો. આ કળશને દૂઘ, મધ, ચોખા કે પાણીથી ભરીને રાખવો. પરંતુ નવા મકાનમાં કળશ રાખવો ભૂલવો નહીં. કળશની આકૃતિ સકારાત્મક ઉર્જાને આકર્ષે છે.

    તેમની સાથે મૂકવામાં આવેલી સામગ્રી જેમકે દૂધ, પાણી, મધ અને અનાજના પ્રભાવથી સકારાત્મક ઉર્જા ગ્રહણ થઈ શકે છે. તેનાથી દુકાન, ઓફિસ કે ઘરમાં હંમેશા સારું વાતાવરણ રહે છે. અહીં નિવાસ કરનારા લોકોનું મન પ્રફુલ્લિત રહે છે.તેમને માનસિક, પારિવારિક કે શારિરીક મુશ્કેલીઓ નડતી નથી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dharm Bhakti, Ghado, Gruh pravesh, Kalas

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन