Home /News /dharm-bhakti /

સંકટ ચૌથ: તમારી મનોકામના પૂર્ણ કરવાં આજે ભગવાન ગણેશનું આમ કરો પૂજન

સંકટ ચૌથ: તમારી મનોકામના પૂર્ણ કરવાં આજે ભગવાન ગણેશનું આમ કરો પૂજન

આજે સંકટ ચૌથ છે દર મહિનાની કૃષ્ણ પક્ષની ચતૃર્થીએ આ વ્રત આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે

આજે સંકટ ચૌથ છે દર મહિનાની કૃષ્ણ પક્ષની ચતૃર્થીએ આ વ્રત આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે

ધર્મ ડેસ્ક: આજે સંકટ ચૌથ છે દર મહિનાની કૃષ્ણ પક્ષની ચતૃર્થીએ આ વ્રત આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે જેથી તમામ કષ્ટ દૂર થાય અને ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે. આ વ્રત સંતાનની લાંબી આયુ માટે પણ કરવામાં આવે છે. ત્યારે ચાલો અમે આપને આ વિધીનાં નિયમો અને તેની સાથે જોડી કથા વિશે જણાવીએ.

વ્રતની વિધી
આજે સાંજે ભગવાન ગણેશનું પૂજન કરતાં પહેલાં સ્નાન કરી લો. બાદમાં ઉત્તર દિશા તરફ મો કરી ભગવાન ગણેશને અર્ધ્ય ચઢાવો. પૂજામાં ભગાવનને ગોળ-તલનાં લાડુ, શેરડી, દાડમ અને કેળા જેવા ફળ ચઢાવો. ગણેશજીને દૂર્વા ખુબ પસંદ છે તેથી તેમને દૂર્વા પણ અર્પણ કરો. પૂજા સ્થળ પર કળશમાં જળ ભરી ધૂપ-દીપ અર્પણ કરો. ચોથનાં દિવસે ભગવાન ગણેશને પસંદ લાડવાનો ભોગ ગરીબોને પણ ધરાવો તેનાંથી આર્થિક સમૃદ્ધિ ઘરમાં આવશે. ઘણા લોકો સાંજ સુધી પૂજા કરે છે અને ત્યાં સુધી નિર્જળા વ્રત કરે છે. વ્રતનાં પારણ સમયે તલનો પ્રસાદ ખાવો જોઇએ.



કેમ આજનાં દિવસે તલ ચઢાવાય છે
સંકટ ચોથ પર ભગવાન ગણેશને તલ ચઢાવવા ઘણું સારુ માનવામાં આવે છે. આજનાં દિવસે અલગ અલગ સ્થાનમાં અલગ અલગ લાડુ બનાવવામાં આવે છે. તલની સાથે ગોળ મેળવીને ઘણાંખરા પકવાન બનાવી શકાય છે. શેકેલા તલ અને ગોળની ચાશણી મિક્સ કરીને જે લાડુ બને છે તેનો ભોગ ભગવાનને ધરાવવો તે તેમને અતિ પ્રિય છે. તે બાદ વિધિવત પૂજન કરવું.

શંકટ મોચન શ્લોકનું સ્મરણ કરવું
તમારી મનો કામનાં ભગવાન આગળ કહીને તેમની સામે આ શ્લોકનું 11 વખત પઠન કરવું.
गजाननं भूत गणादि सेवितं,कपित्थ जम्बू फल चारू भक्षणम्.
उमासुतं शोक विनाशकारकम्, नमामि विघ्नेश्वर पाद पंकजम्.

શું થશે ફાયદો

-ગણેશજીનું વિધિવત પૂજન કરવાથી આપનાં જીવનનાં તમામ સંકટ દૂર થશે
-મનોકામના પૂર્ણ થશે
-ધનની પ્રાપ્તિ થશે
-અટકેલું ધન પરત મળશે
-તમારા સંતાનની પ્રગતિ થશે
-સંતાન સુખ મળશે
-અટકેલાં કાર્યો વિના વિઘને પાર પડશે.
First published:

Tags: Dharm Bhakti, Ganesh Chaturthi, Tips

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन