Home /News /dharm-bhakti /

ગણેશજીને રીઝવવા કરો માત્ર આ બે ઉપાય મળશે મનોવાંચ્છિત ફળ

ગણેશજીને રીઝવવા કરો માત્ર આ બે ઉપાય મળશે મનોવાંચ્છિત ફળ

13 સપ્ટેમ્બરનાં રોજ શરૂ થતા આ 11 દિવસનાં તહેવારમાં કેવી રીતે પ્રભુ ગણેશની સ્થાપના અને કેવી રીતે કરવી પૂજા વિધિ તે તમામ જાણો

13 સપ્ટેમ્બરનાં રોજ શરૂ થતા આ 11 દિવસનાં તહેવારમાં કેવી રીતે પ્રભુ ગણેશની સ્થાપના અને કેવી રીતે કરવી પૂજા વિધિ તે તમામ જાણો

    ધર્મ ડેસ્ક: ભાદ્રમાસનાં શુક્લ પક્ષની ચતુર્થીને સંપૂર્ણ ભારતમાં ગણેશ ચતુર્તીનાં રૂપમાં ઉજવવામાં આવે છએ. આવતી કાલ 13 સપ્ટેમ્બરનાં રોજ શરૂ થતા આ 11 દિવસનાં તહેવારમાં કેવી રીતે પ્રભુ ગણેશની સ્થાપના અને કેવી રીતે કરવી પૂજા વિધિ તે તમામ જાણો. જાણો, પ્રભુને રીઝવવા શું કરવું.

    ગણેશજીને રીઝવવા શું કરશો?
    ભગવાન ગણેશને રીઝવવા સૌથી સહેલા છે. તેઓને રીઝવવા માટે માત્ર મોદક અને લાલ ફૂલ જ કાફી છે. આપ જો આપની મનોકામના માંગીને ભગવાન ગણેશજીને અતિ પ્રિય એવાં પ્રસાદમાં મોદકનો ભોગ ચઢાવશો. અને લાલ ફૂલમાં જાસુદનું ફૂલ ચઢાવશો તો આપની મનોકામના અવશ્ય પૂર્ણ થશે. આ સાથે જ ગણપતિ અથર્વનાં પાઠ કરવાં

    પૂજા સામગ્રી-
    ઇલાયચી, નારિયળ, ચાંદીનું વરખ, સોપારી, લવિંગ, પાંચમેવા, ધી, કપૂર, પૂજા માટે ચૌકી, લાલ કપડું, ગણેશજીની પ્રતિમા, જળ કળશ, પંચામૃત, લાલ કપડું, અક્ષત, કલાવા જનૈઉ, ગંગાજળ,

    રિદ્ધિ-સિદ્ધિની કરો સ્થાપના-
    ગણેશજીની કૃપા મેળવવા માટે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને લાલ વસ્ત્ર ધારણ કરવા. બાદમાં  બ્રહ્મ સ્નાન કરીને ગણેશજીની સ્થાપના કરવી. સ્થાપના કરવા માટે ગણેશજીની આજુ બાજુ રિદ્ધિ-સિદ્ધિનાં રૂપમાં એક એક સોપારી મુકવી.

    આ રીતે કરો પૂજા-
    તે બાદ ભગવાન ગણેશની સ્થાપના બાદ તેમની વિધિવત પૂજા કરવી. સૌથી પહેલાં ગણેશજીને સિંદૂર અને ચાંદીનું વરખ લગાવવું. તે બાદ લાલ ફૂલ, દૂર્વા, મોદક, નારિયળ ચઢાવવાં જનોઇ ગણેશજીને પહેરાવવી.

    તે બાદ ભગવાન ગણેશની આરતી કરવી.
    वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
    निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।।
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dharm Bhakti, Dharm Desk, Ganesh Chaturthi 2018

    આગામી સમાચાર