Home /News /dharm-bhakti /

કેમ ક્યારેય શિવલિંગની સંપૂર્ણ પરીક્રમા ન કરવી જોઇએ

કેમ ક્યારેય શિવલિંગની સંપૂર્ણ પરીક્રમા ન કરવી જોઇએ

શિવજી એ એક માત્ર એવા દેવતાં છે કે જે લિંગનાં રૂપમાં પૂજાય છે. શિવજીનું મૂર્તિ પૂજન પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ લિંગ પૂજન તો સર્વ શ્રેષ્ઠ છે.

શિવજી એ એક માત્ર એવા દેવતાં છે કે જે લિંગનાં રૂપમાં પૂજાય છે. શિવજીનું મૂર્તિ પૂજન પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ લિંગ પૂજન તો સર્વ શ્રેષ્ઠ છે.

    ધર્મભક્તિ ડેસ્ક: કહેવાય છે કે ભોલેનાથને રીઝવવા સૌથી સહેલા છે. એક લોટો પાણીથી જ તેઓ પ્રસન્ન થઇ જાય છે. લિંગ રૂપી ભગવાન શિવને જો પાણી અને દૂધ ચઢાવવામાં આવે તો તમારી તમામ ઇચ્છાઓ પૂર્ણ થશે. શિવજી એ એક માત્ર એવા દેવતાં છે કે જે લિંગનાં રૂપમાં પૂજાય છે.  શિવજીનું મૂર્તિ પૂજન પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ લિંગ પૂજન તો સર્વ શ્રેષ્ઠ છે.

    જ્યારે વાત શિવજીની પરિક્રમાની આવે ત્યારે એક વાત ખાસ યાદ રાખવી કે ક્યારેય શિવજીનાં શિવલિંગ કે પછી તેમની મૂર્તિની સંપૂર્ણ પરિક્રમા ન ફરવી. શિવજીની જમણેથી ડાબી (શિવલિંગ હોય તેની જમણી બાજુ) તરફ પરિક્રમા કરાય છે જેમાં શિવલિંગની જળાધારીની દોરી દેખાય ત્યાં સુધી જવું, તેને ઓળંગ્યા વગર વિપરીત દિશાઓમાં ચાલીને પરિક્રમા પુર્ણ કરવી જોઇએ,

    શિવપુરાણ અનુસાર
    શાસ્ત્રો અનુસાર આ રીતે જ શિવલિંગની પરિક્રમા કરવી જોઇએ. શિવપુરાણ અનુસાર શિવલિંગ જ્યારે પ્રગટ થયું તો તે અગ્નિનાં રૂપમાં હતું. પૃથ્વી પર શિવલિંગ કેવી રીતે સ્થાપિત થાય તે એક સમસ્યા હતી. આ માટે દરેક દેવતાઓએ મળીને પ્રાર્થના કરી ત્યારે પાર્વતીજીએ પોતાના તપનાં પ્રભાવથી જળાધારી પ્રગટ કરી.તેનો આકાર સ્ત્રી યોનીનાં સમાન છે.

    જળાધારી અલગ કરવાથી લાગે છે દોષ
    આ માટે માનવામાં આવે છે કે શિવલિંગને જળાધારીથી અલગ કરવાથી દોષ લાગે છે. કહેવાય છે કે પાર્વતી શક્તિનું રૂપ છે અને જળાધારી શક્તિથી પ્રક્ષેપિત હોય છે આ માટે સામાન્ય શ્રદ્ધાળુ જો આ જળાધારીને ઓળંગે તો તેને શક્તિથી કષ્ટ લાગે છે,આથી જ શિવલિંગની અર્ધપરિક્રમા જ કરવી જોઇએ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dharm Bhakti, Milk, પાણી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन