તમામ વક્રી ગ્રહો થઇ રહ્યાં છે માર્ગી, હવે મળશે ગ્રહોની શુભાશુભ અસર

News18 Gujarati
Updated: August 29, 2018, 4:06 PM IST
તમામ વક્રી ગ્રહો થઇ રહ્યાં છે માર્ગી, હવે મળશે ગ્રહોની શુભાશુભ અસર
છેલ્લા કેટલાંય સમયથી રાહુથી દ્રષ્ટિ ચાલી રહી છે. સાથે જ કેતુ પણ વક્રિ દશામાં હતો. જોકે સોમવાર સાંજથી એટલે કે 27 ઓગષ્ટથી માર્ગી થવાથી મંગળથી પરેશાન લોકો રાહત અનુભવશે.

છેલ્લા કેટલાંય સમયથી રાહુથી દ્રષ્ટિ ચાલી રહી છે. સાથે જ કેતુ પણ વક્રિ દશામાં હતો. જોકે સોમવાર સાંજથી એટલે કે 27 ઓગષ્ટથી માર્ગી થવાથી મંગળથી પરેશાન લોકો રાહત અનુભવશે.

  • Share this:
ધર્મ ડેસ્ક: છેલ્લા કેટલાંય સમયથી રાહુથી દ્રષ્ટિ ચાલી રહી છે. સાથે જ કેતુ પણ વક્રિ દશામાં હતો. જોકે સોમવાર સાંજથી એટલે કે 27 ઓગષ્ટથી માર્ગી થવાથી મંગળથી પરેશાન લોકો રાહત અનુભવશે. સાથે જ વેપાર જગતને નવી દશા અને દિશા મળશે જે શુભ નિવડે. વેપારનો કારક મંગળ માર્ગી થતા અનેક લોકોને તેનો લાભ થશે.

છેલ્લા ત્રણ મહિનાથી ગ્રહોની વિચિત્ર ચાલનો સંયોગ હતો જેને કારણે હોનારતો અને માઠા સમાચાર વધુ હોતા હતાં. જોકે હવે મંગળ ગ્રહની ચાલમાં બદલાઇ અને સાથે જ ગ્રહદશા પણ બદલાશે. અત્યાર સુધી મંગળ ગ્રહ ઉચ્ચનો વક્રી હતો પણ હવે સોમવારથી તે માર્ગી થયો છે જેનાંથી હવે સારા સંકેત મળશે.

આવનારા દિવસોમાં બુધ શુક્ર શનિ સહિતનાં ગ્રહો પણ બદશે પોતાની ચાલ

-ગ્રહોની ચાલ પર નજર કરીએ તો, 15 ઓગસ્ટ પહેલાં બુધ વક્રી અને અસ્ત હતો, જે હવે માર્ગી થવાની સાથે જ તેનો ઉદય થઇ ગયો છે.

-27 જૂને મંગળ ગ્રહ ઉચ્ચનો થયો, પરંતુ વક્રી થયો અને રાહુથી દ્રષ્ટ થયો હતો. જો કે હજી તે રાહુથી દ્રષ્ટતો રહેશે જ પણ તેના ૨૭ ઓગસ્ટના રોજ માર્ગી થવાથી સારા સંકેતો છે.

-1 સપ્ટેમ્બરના શનિવારે રાત્રિએ 11.27 વાગ્યે શુક્ર પોતાની નીચ રાશિ છોડી પોતાની સ્વરાશી તુલા રાશિમાં પ્રવેશ કરશે. એટલું જ નહિં તે 1 જાન્યુઆરી, 2019 એટલે કે 122 દિવસ સુધી તુલા રાશિમાં સ્વગૃહી રહેશે.-2 સપ્ટેમ્બરના રોજ બુધ કર્ક રાશિમાં રાહુનો સાથ છોડીને સૂર્યની સિંહ રાશિમાં આવી જશે, જેને પરિણામે રાહુ થોડો નબળો પડશે. સૂર્ય થોડો મજબૂત બનશે. કારણકે બુધ ગ્રહ સૂર્ય સાથે યુતિ કરીને બુધ-આદિત્ય યોગનું સર્જન કરશે.

-હાલમાં શનિ ગ્રહ પણ વક્ર ગતિએ ચાલી રહ્યો છે. તે ગત 18 એપ્રિલથી વક્રી ચાલે ચાલી રહ્યો છે. પણ હવે શનિ 6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ સાંજે 4.40 વાગ્યે માર્ગી થશે.

-આકાશ મંડળમાં બુધ- મંગળ- શનિ જેવા મુખ્ય ગ્રહો જે વક્રી ચાલી રહ્યાં હતાં, તે માર્ગી થયા અને બાકીના ગ્રહો પણ માર્ગી થઈ રહ્યાં છે જે તમારા માટે નિશ્રિત પણે સારો સમય લઈને આવશે.

આ ગ્રહો મંગળ, બુધ, શનિ, શુક્ર ઉપરાંત 1 ઓક્ટોબરે પ્લુટો ગ્રહ પણ માર્ગી થશે. તો આશરે એક મહિના પછી 11 ઓક્ટોબરે ગુરુ પોતાના શત્રુ શુક્રની તુલા રાશિ છોડીને પોતાના મિત્ર મંગળની વૃશ્વિક રાશિમાં આવી જશે. જેથી શુભ કાર્યોમાં વધારો થશે. ગત 19 જૂનથી વક્રી ચાલનારો નેપચ્યુન ગ્રહ પણ માર્ગી થઇ જશે.

આમ છેલ્લાં કેટલાંક સમયથી ગ્રહો જે વક્રી દશામાં ચાલી રહ્યાં હતાં. તેમાં એક પછી એક સુધારો થઈ રહ્યો હોવાથી આવનારા દિવસો રાહત આપનારા તો નિવડશે જ. ખાસ કરીને મંગળ વક્રી અવસ્થામાં વ્યાપાર, રોજગાર સહિતના વિવિધ કાર્યોમાં વિલંબ સર્જાતો હોય એવી સ્થિતિ હતી, પરંતુ હવે તે માર્ગી થતાં હવે વેપાર, રોજગારમાં સારું વાતાવરણ લાવશે. મોટા ભાગના ગ્રહોની ચાલ સુધરવાની સાથે જ વેપાર, રોજગાર માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે.
First published: August 29, 2018, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading