Home /News /dharm-bhakti /Akshaya Tritiya 2023: આ વર્ષે અક્ષય તૃતીયા પર બની રહ્યો છે મહાયોગ, સોનું ખરીદવા અને પૂજા કરવા માટે આ છે શુભ મૂહુર્ત
Akshaya Tritiya 2023: આ વર્ષે અક્ષય તૃતીયા પર બની રહ્યો છે મહાયોગ, સોનું ખરીદવા અને પૂજા કરવા માટે આ છે શુભ મૂહુર્ત
Akshaya Tritiya 2023
Akshaya Tritiya 2023: અક્ષય તૃતીયાને માંગલિક કાર્યો માટે વિશેષ મહત્વ માનવામાં આવે છે. ત્યારે વર્ષ 2023માં અક્ષય તૃતીયા પર મહાન સંયોગો રચાઈ રહ્યા છે. આવો જાણીએ આ વર્ષે અક્ષય તૃતીયા ક્યારે આવી રહી છે અને કયા શુભ સમયમાં પૂજા કરવી જોઇએ.
ભારત દેશ ધર્મ અને આસ્થાનું પ્રતિક છે. આપણા દેશમાં આખા વર્ષ દરમિયાન કોઇને કોઇ તહેવાર જરૂર આવે છે. જેને ભારતીયો ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવે છે. અક્ષય તૃતીયાને માંગલિક કાર્યો માટે વિશેષ મહત્વ માનવામાં આવે છે. ત્યારે વર્ષ 2023માં અક્ષય તૃતીયા પર મહાન સંયોગો રચાઈ રહ્યા છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વર્ષે અક્ષય તૃતીયા પર ઘણા શુભ યોગ બની રહ્યા છે. શાસ્ત્રોમાં આ દિવસે સોના-ચાંદીની ખરીદી કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે માં લક્ષ્મીની પૂજાનું પણ ખૂબ જ મહત્વ છે. હિંદુ પંચાંગ મુજબ, દર વર્ષે આવતા વૈશાખ માસના શુક્લ પક્ષના ત્રીજા દિવસને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. આવો જાણીએ આ વર્ષે અક્ષય તૃતીયા ક્યારે આવી રહી છે અને કયા શુભ સમયમાં પૂજા કરવી જોઇએ.
આ તારીખે છે અક્ષય તૃતીયા
આ વર્ષે અક્ષય તૃતીયા 22 એપ્રિલે આવે છે. જણાવી દઈએ કે આ દિવસે તૃતીયા તિથિ શનિવારે સવારે 07:49 વાગ્યે શરૂ થશે અને 23 એપ્રિલે સવારે 07:47 વાગ્યા સુધી ચાલશે. આવી સ્થિતિમાં આ વખતે 22 એપ્રિલના રોજ અક્ષય પર્વ ઉજવવામાં આવશે.
શુભ મૂહુર્ત
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી અને સોના-ચાંદીની ખરીદી કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. પૂજાનું શુભ મુહૂર્ત 22 એપ્રિલના રોજ સવારે 07:49 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:20 વાગ્યા સુધી ચાલશે.
શાસ્ત્રો મુજબ અક્ષય તૃતીયાના શુભ દિવસે સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં હોય છે. આ દિવસે શુભ કાર્ય કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે અક્ષય તૃતીયા સૌભાગ્ય અને સફળતા લાવે છે, તેથી જ આ દિવસે વધુને વધુ સોના-ચાંદીની ખરીદી કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનાની ખરીદી કરવાથી ભવિષ્યમાં તેમાં અનેકગણો વધારો થાય છે.
બની રહ્યા આ મહાયોગ
આયુષ્માન યોગ – 22 એપ્રિલના રોજ સૂર્યોદયથી લઇને સવારે 9.26 વાગ્યા સુધી આયુષ્માન યોગ બનશે.
સૌભાગ્યય યોગ - સૌભાગ્ય યોગ 22 એપ્રિલે સવારે 9.25 વાગ્યાથી શરૂ થશે અને 23 એપ્રિલથી સવારે 8.21 વાગ્યા સુધી ચાલશે.
ત્રિપુષ્કર યોગ - અક્ષય તૃતીયાના દિવસે સવારે 05:49 થી 07:49 સુધી શરૂ થશે.