Home /News /dharm-bhakti /

Akshaya Tritiya 2022: મંગળવારે છે અક્ષય તૃતીયા, જાણો આ શુભ તિથિ સાથે જોડાયેલી 7 રોચક વાતો

Akshaya Tritiya 2022: મંગળવારે છે અક્ષય તૃતીયા, જાણો આ શુભ તિથિ સાથે જોડાયેલી 7 રોચક વાતો

આ વર્ષે અક્ષય તૃતીયા 3 મે, મંગળવારે મનાવવામાં આવશે.

Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયાનું ફળ અક્ષય હોય છે. અક્ષય તૃતીયા પર દાન-પુણ્યનું પણ અત્યંત મહત્વ છે. આ દિવસે કરવામાં આવેલા દાનનું અનેક ગણું ફળ મળે છે. આ વર્ષે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ 3 મે એ મનાવવામાં આવશે. આ દિવસે કોઇપણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર કરી શકાય છે.

વધુ જુઓ ...
    Akshaya Tritiya 2022: સનાતન ધર્મમાં અક્ષય તૃતીયા (Akshaya Tritiya)નું ખૂબ મહત્વ છે. આ તિથિ માટે કોઈ શુભ મુહૂર્તની આવશ્યકતા નથી હોતી. આ વર્ષે અક્ષય તૃતીયા 3 મે એ છે. અક્ષય તૃતીયા પોતાના નામ મુજબ જ શુભ ફળ પ્રદાન કરનારી તિથિ છે. આ દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર મનાવવામાં આવે છે. સ્વયં સિદ્ધ તિથિ પર માંગલિક કાર્યો જેમ કે, વિવાહ, ગૃહ પ્રવેશ, ઉદ્યોગનો આરંભ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે.

    ભોપાલ નિવાસી પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા અનુસાર અક્ષય તૃતીયાના અવસરે સૂર્ય અને ચંદ્રમા તેમની ઉચ્ચ રાશિમાં રહે છે. આવો જાણીએ અક્ષય તૃતીયાથી જોડાયેલી 7 ખાસ બાબતો.

    1. માન્યતા અનુસાર અક્ષય તૃતીયા શુભ કાર્યો માટે સૌથી શુભ દિવસોમાંથી એક માનવામાં આવે છે. આ દિવસ દરેકના જીવનમાં સફળતા લાવે છે. એટલે જ આ દિવસે નવું વાહન લેવું, ગૃહ પ્રવેશ કરવો કે આભૂષણની ખરીદી વગેરે કાર્યો કરવામાં આવે છે. નવી જમીન ખરીદવી, શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું, નવો બિઝનેસ શરુ કરવો પણ અક્ષય તૃતીયાના દિવસે અત્યંત લાભદાયી હોય છે.

    આ પણ વાંચો: અક્ષય તૃતીયા પર આ 7 વાતોનું રાખો ધ્યાન, નહીંતર નારાજ થઈ જશે માતા લક્ષ્મી

    2. માન્યતા છે કે અક્ષય તૃતીયાના દિવસે જે પણ કામ કરવામાં આવે છે તેમાં બરકત બની રહે છે. અક્ષય તૃતીયા પર સારા કર્મો કરવાનું ફળ ક્યારેય સમાપ્ત નથી થતું. તો તેનાથી વિપરીત જે વ્યક્તિ કુકર્મ કરે છે તેનું પરિણામ પણ તેને અનેક ગણું વધારે ભોગવવું પડે છે.

    3. અક્ષય તૃતીયા પર ખરીદી કરવાનું મહત્વ આજના પરિવેશે સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. વાસ્તવમાં આ દિવસનું મહત્વ ખરીદી કરવાનું નથી, પરંતુ તમારા દ્વારા સંચિત કરવામાં આવેલ ધન વસ્તુની ખરીદીમાં લગાવવાનું છે.

    4. માન્યતા અનુસાર, કલયુગના નકારાત્મક પ્રભાવથી બચવા માટે અક્ષય તૃતીયા પર ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આ દિવસે દાન પણ કરવું જોઈએ. આમ કરવાથી આવનારા જન્મમાં નિશ્ચિતપણે સમૃદ્ધિ, ઐશ્વર્ય અને સુખની પ્રાપ્તિ થાય છે.

    આ પણ વાંચો: અક્ષય તૃતીયા- રાશિ અનુસાર કરો આ વસ્તુઓની ખરીદી, સુખ-સૌભાગ્યમાં થશે વૃદ્ધિ

    5. દુર્ભાગ્યને સૌભાગ્યમાં પરિવર્તિત કરવા માટે અક્ષય તૃતીયાનો દિવસ સર્વશ્રેષ્ઠ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી દાનને ઊર્જાના રૂપાંતરણથી જોડવામાં આવે છે.

    6. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુના ચરણોથી મા ગંગા અવતરિત થયા હતા. સતયુગ, દ્વાપર અને ત્રેતાયુગનો આરંભ આ જ દિવસથી માનવામાં આવે છે.

    7. અક્ષય તૃતીયાના દિવસે ચાર ધામમાંથી એક ભગવાન બદ્રીનાથના પટ ખૂલે છે. આ દિવસે વૃંદાવનમાં શ્રી બિહારીના ચરણોના દર્શન વર્ષમાં એક જ વાર થાય છે. મત્સ્ય પુરાણ અનુસાર, અક્ષય તૃતીયાના દિવસે અક્ષત પુષ્પ દીપથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તેનાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Akshaya tritiya, Dharm Bhakti, ધર્મભક્તિ

    આગામી સમાચાર