Home /News /dharm-bhakti /

Akshaya Tritiya 2022: અખાત્રીજે શા માટે ખરીદવામાં આવે છે સોનું-ચાંદી? અહીં જાણો ખરીદીનું શુભ મુહૂર્ત

Akshaya Tritiya 2022: અખાત્રીજે શા માટે ખરીદવામાં આવે છે સોનું-ચાંદી? અહીં જાણો ખરીદીનું શુભ મુહૂર્ત

આ વર્ષે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ (Akshaya Tritiya) 3 મેના છે.

Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયા એટલે કે એવી તૃતીયા જેનો ક્ષય ન હોય, એટલે કે આ દિવસે મેળવેલ પુણ્ય, ફળ, ધન વગેરેનો ક્ષય થતો નથી. આવો જાણીએ અક્ષય તૃતીયા પર સોના-ચાંદીની ખરીદીના મહત્વ અને મુહૂર્ત વિશે.

    Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ (Akshaya Tritiya) 3 મેના છે. અક્ષય તૃતીયા એટલે કે એવી તૃતીયા તિથિ જેનો ક્ષય ન હોય, એટલે કે આ દિવસે મેળવેલ પુણ્ય, ફળ, ધન વગેરેનો ક્ષય થતો નથી. આ દિવસે તમે જે પણ ચીજ મેળવશો, તે સમાપ્ત થશે નહીં, તે અક્ષય રહેશે, તેની ખોટ નહીં રહે. કાશીના જ્યોતિષાચાર્ય ચક્રપાણિ ભટ્ટ પાસેથી જાણીએ અક્ષય તૃતીયા પર સોના-ચાંદીની ખરીદીના મહત્વ અને મુહૂર્ત વિશે.

    અક્ષય તૃતીયા પર સોના-ચાંદીની ખરીદી

    અક્ષય તૃતીયાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ તિથિએ બ્રહ્મ દેવના પુત્ર અક્ષય કુમારની ઉત્પતિ થઈ હતી, તેથી વૈશાખ શુક્લ પક્ષની ત્રીજને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. આ તિથિએ ગંગા અવતરણ અને પરશુરામ જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, જેઓ સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે છે. અક્ષય તૃતીયા પર ખરીદેલ આભૂષણ, સોનું, ચાંદી વગેરે અક્ષય રહે છે. મા લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત ધન સ્થિર રહે છે, તેમાં કોઈ કમી નથી આવતી. તેઓ પોતે તેમાં વૃદ્ધિ કરે છે.

    આ પણ વાંચો: અખાત્રીજ પર 50 વર્ષ બાદ ગ્રહોનો અદભુત સંયોગ, બની રહ્યા છે ત્રણ રાજયોગ

    આ કારણે અક્ષય તૃતીયા પર સોનું, ચાંદી ખરીદવું શુભ અને સમૃદ્ધિદાયક માનવામાં આવે છે, તેથી દર વર્ષે અક્ષય તૃતીયા પર લોકો સોનું, ચાંદી, મકાન, વાહન, પ્લોટ, ફ્લેટ કે અન્ય પ્રોપર્ટીની ખરીદી કરે છે, જેથી કરીને તેમના ધન અને સંપત્તિમાં અક્ષય વૃદ્ધિ થતી રહે.

    અક્ષય તૃતીયા 2022 પૂજા મુહૂર્ત

    પંચાંગ અનુસાર, વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજ 3 મે મંગળવારે સવારે 05:18 કલાકથી શરૂ થઈ રહી છે, જે 4 મે સવારે 07:32 સુધી માન્ય છે. જો તમારે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની હોય તો શુભ સમય સવારે 05:39 થી બપોરે 12:18 સુધીનો છે.

    આ પણ વાંચો: મે મહિનામાં 4 રાશિઓ માટે બની રહ્યો છે 'રાજયોગ', કરિયરમાં મળશે સોનેરી સફળતા

    અક્ષય તૃતીયા 2022 ખરીદી મુહૂર્ત

    અક્ષય તૃતીયા એક એવો દિવસ છે કે તમે મુહૂર્ત જોયા વિના ખરીદી અથવા કોઈપણ શુભ કાર્ય કરી શકો છો કારણ કે આખો દિવસ અબૂઝ મુહૂર્ત હોય છે. આ દિવસે તમે કોઇપણ સમયે વિવાહ, સગાઈ કરી શકો છો અને સોનું, ચાંદી, ઘરેણાં, ઘર, વાહન અથવા અન્ય પ્રોપર્ટી ખરીદી શકો છો.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Akshaya tritiya, Dharm Bhakti, ધર્મભક્તિ

    આગામી સમાચાર