Home /News /dharm-bhakti /Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયા પર આ 7 વાતોનું રાખો ધ્યાન, નહીંતર નારાજ થઈ જશે માતા લક્ષ્મી
Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયા પર આ 7 વાતોનું રાખો ધ્યાન, નહીંતર નારાજ થઈ જશે માતા લક્ષ્મી
ધનતેરસ પર અજમાવો આ ઉપાયો
Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયાના દિવસે તમને કેટલીક વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. તેનાથી તમને ધન હાનિ કે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
Akshaya Tritiya 2022: આ વર્ષે અક્ષય તૃતીયા (Akshaya Tritiya) 3 મે, મંગળવારે છે. આ દિવસનું વિશેષ મહત્વ છે. અક્ષય તૃતીયાના દિવસે સોનું-ચાંદી અથવા કોઈ અન્ય ધાતુ ખરીદવાની પરંપરા છે. તેના પાછળ માન્યતા છે કે તેને ખરીદીને ઘર લાવવાથી માતા લક્ષ્મી (Goddess Lakshmi)નો ઘરમાં વાસ થાય છે. આ દિવસે આવેલી માતા લક્ષ્મી કે ધન-સંપત્તિ અક્ષય હોય છે, તેમાં ક્યારેય ખોટ નથી આવતી કે તેનો ક્ષય નથી થતો. અક્ષય તૃતીયાના દિવસે તમને કેટલીક વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. તેનાથી તમને ધન હાનિ કે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. કાશીના જ્યોતિષાચાર્ય ચક્રપાણિ ભટ્ટ પાસેથી જાણીએ કે અક્ષય તૃતીયાના દિવસે કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
1. અક્ષય તૃતીયાના અવસર પર સોનું, ચાંદી કે તેના આભૂષણ ખરીદીને ઘરે જરૂર લાવવું જોઈએ. આમ કરવાથી ઘરમાં માતા લક્ષ્મી આવે છે, જેથી તેમની કૃપા બની રહે છે.
2. અક્ષય તૃતીયા પર તમે જો સોનું-ચાંદી ન ખરીદી શકો, તો પોતાની રાશિ અનુસાર શુભ ધાતુની ખરીદી કરી શકો છો. તેનાથી પણ દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
3. અક્ષય તૃતીયાના દિવસે તમે સોનું, ચાંદી કે ધાતુ ન ખરીદી શકો, તો જવ ખરીદી શકો છો. તે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રદાન કરશે.
4. આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરો. તેનાથી તમારા પર માતા લક્ષ્મી અતિ પ્રસન્ન થશે. તમારી સ્થિતિ સારી થશે.
5. અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીની પૂજામાં ભૂલથી પણ તુલસીનો ઉપયોગ ન કરો, તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે.
6. અક્ષય તૃતીયાના દિવસે અક્ષય ધન સંપદા પ્રાપ્તિ માટે તમે આ દિવસે પોતાના ઘરની તિજોરી કે લોકર ગંદુ ન રાખો. તેની સફાઈ કરો. માતા લક્ષ્મીનો વાસ રહેશે.
7. અક્ષય તૃતીયાના દિવસે રૂપિયા-પૈસા ઉધાર ન આપો. જો આમ કરવામાં આવે તો એવું માનવામાં આવે છે કે તમે પોતાની લક્ષ્મી બીજાને સોંપી રહ્યા છો. તેનાથી બચવું જોઈએ.
અક્ષય તૃતીયાના અવસરે જે રીતે આપણે અક્ષય ધનની પ્રાપ્તિ કરવા માગીએ છીએ, તે જ રીતે દાન-પુણ્ય કરવાથી પણ અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. જે આવતા જન્મમાં આપણું ભાગ્ય નક્કી કરે છે. આ દિવસે દાન પુણ્યનો મોકો ન ગુમાવવો જોઈએ. અક્ષય તૃતીયા પર ખોટા કર્મ કરવાથી બચો, નહીંતર આ દિવસે પ્રાપ્ત ખરાબ ફળ આવનારા જન્મ સુધી સાથે રહે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર