Home /News /dharm-bhakti /અક્ષય તૃતીયા 2022: રાશિ અનુસાર કરો આ વસ્તુઓની ખરીદી, સુખ-સૌભાગ્યમાં થશે વૃદ્ધિ

અક્ષય તૃતીયા 2022: રાશિ અનુસાર કરો આ વસ્તુઓની ખરીદી, સુખ-સૌભાગ્યમાં થશે વૃદ્ધિ

અક્ષય તૃતીયા પર તમે તમારી રાશિ પ્રમાણે વસ્તુઓ ખરીદીને સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ કરી શકો છો.

Akshaya Tritiya 2022: દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે અક્ષય તૃતીયા (Akshaya Tritiya) ઉજવવાની પરંપરા છે. જાણો રાશિ અનુસાર અક્ષય તૃતીયા પર કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ.

    Akshaya Tritiya 2022: આ વર્ષે અક્ષય તૃતીયા (Akshaya Tritiya) 3 મેના રોજ ઉજવવામાં આવશે. હિંદુ કેલેન્ડર મુજબ, દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે અક્ષય તૃતીયા ઉજવવાની પરંપરા છે. આ દિવસે અબૂઝ મુહૂર્ત છે, તેથી તમે પંચાંગ જોયા વગર કોઈપણ કામ કરી શકો છો. આ દિવસે સ્વયં સિદ્ધ યોગ હોય છે. અક્ષય તૃતીયાના અવસરે લોકો સોનું અને ચાંદી ખરીદે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે પ્રાપ્ત ધન, સંપત્તિ અને પુણ્યનું ફળ અક્ષય રહે છે. આ દિવસે તમે તમારી રાશિ પ્રમાણે વસ્તુઓ ખરીદીને તમારા સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ કરી શકો છો. કાશીના જ્યોતિષ ચક્રપાણિ ભટ્ટ પાસેથી જાણીએ રાશિ અનુસાર અક્ષય તૃતીયા પર કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ.

    અક્ષય તૃતીયા પર રાશિ અનુસાર ખરીદી

    મેષઃ અક્ષય તૃતીયાના અવસરે મેષ રાશિના લોકોએ લાલ મસૂરની દાળ ખરીદવી જોઈએ. તેનાથી તમારા પુણ્યમાં વધારો થશે.

    વૃષભઃ વૃષભ રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે બાજરી કે ચોખા ખરીદવા જોઈએ. તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

    આ પણ વાંચો: શનિના કુંભમાં ગોચરથી શું તુલા રાશિના લોકોને શનિ ઢૈય્યાથી મુક્તિ મળશે?

    મિથુનઃ અક્ષય તૃતીયાએ મિથુન રાશિના જાતકોએ કપડા, લીલા મગ કે ધાણા ખરીદવા જોઈએ. તે તમારા માટે શુભ રહેશે.

    કર્કઃ તમારી રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર છે તેથી તમારી રાશિના લોકોએ અક્ષય તૃતીયાએ ચોખા કે દૂધ ખરીદવું જોઈએ. તે તમારી પ્રગતિ માટે સારું રહેશે.

    સિંહઃ સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે. આ કારણથી સિંહ રાશિના લોકોએ અક્ષય તૃતીયાએ તાંબાના વાસણ અથવા લાલ વસ્ત્ર ખરીદવા જોઈએ. તે પ્રગતિમાં મદદરૂપ થશે.

    કન્યા: અક્ષય તૃતીયાના દિવસે કન્યા રાશિના જાતકો માટે મગની દાળ ખરીદવી શુભ રહેશે. તમને અક્ષય પુણ્ય મળશે.

    તુલા: આ રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે ચોખા કે ખાંડ ખરીદવું જોઈએ. તે તમારા સુખી જીવનમાં વૃદ્ધિ કરશે.

    આ પણ વાંચો: આ નામવાળા મોટાભાગના છોકરાઓના નસીબમાં હોય છે લવ મેરેજ, ગર્લફ્રેન્ડ સાથે જ કરે છે લગ્ન

    વૃશ્ચિકઃ અક્ષય તૃતીયાના અવસરે તમારી રાશિના લોકો માટે ગોળ કે પાણી ખરીદવું શુભ રહેશે. તમારા પુણ્યમાં વધારો થશે.

    ધન: તમારી રાશિનો અધિપતિ ગ્રહ ગુરુ છે, તેથી તમારી રાશિના લોકોએ પીળા ચોખા અથવા કેળા ખરીદવા જોઈએ. તેનાથી પુણ્યમાં વૃદ્ધિ થશે.

    મકર: મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. તમારી રાશિના લોકો માટે અક્ષય તૃતીયાના દિવસે અડદની દાળ ખરીદવી શુભ રહેશે.

    કુંભ: કુંભ રાશિના લોકોએ અક્ષય તૃતીયા પર કાળા તલ અથવા વસ્ત્રની ખરીદી કરવી જોઈએ. આ રાશિના સ્વામી પણ શનિદેવ છે.

    મીન: આ રાશિનો સ્વામી પણ ગુરુ છે. આ રાશિના લોકોએ ચણાની દાળ કે હળદર ખરીદવી જોઈએ. તેનાથી તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Akhatrij, Akshaya tritiya, Astrology in gujarati, Dharm Bhakti, Shopping, ધર્મભક્તિ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन