Home /News /dharm-bhakti /Akshaya Tritiya 2022: અખાત્રીજ પર 50 વર્ષ બાદ ગ્રહોનો અદભુત સંયોગ, બની રહ્યા છે ત્રણ રાજયોગ

Akshaya Tritiya 2022: અખાત્રીજ પર 50 વર્ષ બાદ ગ્રહોનો અદભુત સંયોગ, બની રહ્યા છે ત્રણ રાજયોગ

Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયા કે અખાત્રીજ (Akhatrij)ના દિવસે અબૂઝ મુહૂર્ત હોય છે, એટલે આ દિવસે તમે કોઈપણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર કરી શકો છો. આવો જાણીએ અક્ષય તૃતીયા પર બનવા જઈ રહેલા રાજયોગ અને તેના મહત્વ વિશે.

Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયા કે અખાત્રીજ (Akhatrij)ના દિવસે અબૂઝ મુહૂર્ત હોય છે, એટલે આ દિવસે તમે કોઈપણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર કરી શકો છો. આવો જાણીએ અક્ષય તૃતીયા પર બનવા જઈ રહેલા રાજયોગ અને તેના મહત્વ વિશે.

  Akshaya Tritiya 2022: વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજ અક્ષય તૃતીયા (Akshaya Tritiya) તરીકે પ્રસિદ્ધ છે. તેને અખાત્રીજ (Akhatrij) પણ કહેવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 3 મેના દિવસે મંગળવારે મનાવવામાં આવશે. આ દિવસે અબૂઝ મુહૂર્ત હોય છે, આ દિવસે તમે કોઈપણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર કરી શકો છો. આ વર્ષે અક્ષય તૃતીયા મંગળ રોહિણી નક્ષત્રના શોભન યોગમાં છે, જે તૈતિલ કરણ અને વૃષભ રાશિના ચંદ્રમા સાથે આવી રહી છે. આ અવસર પર મંગળવાર અને રોહિણી નક્ષત્રના કારણે મંગળ રોહિણી યોગ બની રહ્યો છે.

  આ દિવસે શોભન યોગ અક્ષય તૃતીયાને શુભ બનાવી રહ્યો છે, તો 50 વર્ષ બાદ ગ્રહોના વિશેષ યોગથી અદ્દભુત સંયોગ પણ બની રહ્યો છે. 30 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર બની રહેલો શુભ યોગ પણ આ દિવસનું મહત્વ વધારી રહ્યો છે. શ્રી કલ્લાજી વૈદિક વિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગના અધ્યક્ષ ડૉ. મૃત્યુંજય તિવારી પાસેથી જાણીએ અક્ષય તૃતીયા પર બનવા જઈ રહેલા રાજયોગ અને તેના મહત્વ વિશે.

  આ પણ વાંચો: અંક જ્યોતિષમાં મૂળાંક અને ભાગ્યાંક શું હોય છે? જાણો બંને વચ્ચેનો તફાવત

  અક્ષય તૃતીયા પર 3 રાજયોગ

  1. અક્ષય તૃતીયાના દિવસે શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં હોવાને કારણે માલવ્ય રાજયોગ, ગુરુના મીન રાશિમાં હોવાથી હંસ રાજયોગ અને શનિ તેના ઘરમાં બિરાજમાન હોવાથી શશ રાજયોગ બની રહ્યો છે. તો આ દિવસે સૂર્ય અને ચંદ્ર તેમની ઉચ્ચ રાશિમાં રહેશે. લગભગ 50 વર્ષ બાદ એવો સંયોગ બન્યો છે કે બે ગ્રહ ઉચ્ચ રાશિમાં અને બે પ્રમુખ ગ્રહ સ્વરાશિમાં હશે.

  2. અક્ષય તૃતીયા પર આ ગ્રહોના યોગથી બનેલા અદ્ભુત સંયોગમાં દાન કરવું ખૂબ જ પુણ્યકારી હશે.

  3. આ દિવસે ચાર ગ્રહોનું અનુકૂળ સ્થિતિમાં હોવું અક્ષય તૃતીયાને વધુ ખાસ બનાવે છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવાથી ઉત્તમ ફળ મળશે. આ દિવસે શુભ કાર્ય માટે મુહૂર્ત જોવાની જરૂર નથી.

  અક્ષય તૃતીયાનું મહત્વ

  1. અક્ષય તૃતીયાના અવસર પર પ્રસિદ્ધ તીર્થસ્થળ બદ્રીનારાયણના કપાટ ખુલે છે અને ત્યાં પૂજા અર્ચના શરૂ થાય છે.

  આ પણ વાંચો: શનિ અમાસના દિવસે થશે પ્રથમ સૂર્ય ગ્રહણ, આ 9 વાતોનું રાખો વિશેષ ધ્યાન

  2. અક્ષય તૃતીયાના દિવસે વૃંદાવનના શ્રી બાંકે બિહારીજી મંદિરમાં શ્રી વિગ્રહના ચરણ દર્શન કરી શકાય છે. વર્ષભરમાં આ માત્ર એક જ અવસર હોય છે, જે દિવસે તમે આવા દર્શન કરી શકો છો.

  3. અક્ષય તૃતીયા પર પરશુરામ જયંતિ ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે પરશુરામ અવતાર ધારણ કર્યો હતો.

  4. અક્ષય તૃતીયા ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી આ દિવસે લગ્ન, સગાઈ કરવા ઉપરાંત મકાન, વાહન, કપડાં, ઘરેણાં વગેરેની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે.

  5. અક્ષય તૃતીયા પર દાન કરવાથી સુખ-સંપત્તિ વધે છે અને પુણ્ય લાભ પણ થાય છે.

  (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
  First published:

  Tags: Akhatrij, Akshaya tritiya, Astrology in gujarati, Dharm, Dharm Bhakti, ધર્મભક્તિ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन