Home /News /dharm-bhakti /

Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયા 2022 પર કરો આ વસ્તુઓનું દાન, ભાગ્ય ચમકી ઉઠશે!

Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયા 2022 પર કરો આ વસ્તુઓનું દાન, ભાગ્ય ચમકી ઉઠશે!

અક્ષય તૃતીયા પર કરવામાં આવેલા દાનનું પુણ્ય અક્ષય હોય છે.

Akshaya Tritiya 2022: આ વર્ષે અક્ષય તૃતીયા 3જી મેએ છે. આ દિવસે પૃથ્વી લોક પર કરેલા કર્મો અનુસાર અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. જાણો અક્ષય તૃતીયા (Akshaya Tritiya) પર કઈ વસ્તુઓનું દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે.

    Akshaya Tritiya 2022: આ વર્ષે અક્ષય તૃતીયા 3 મેના દિવસે છે. અક્ષય તૃતીયા વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ધરતી પર કરેલા કર્મોના હિસાબે અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. આ કારણથી કહેવામાં આવ્યું છે કે અક્ષય તૃતીયા પર કરવામાં આવેલા દાનનું પુણ્ય અક્ષય હોય છે. આ દિવસે કોઈ ખોટું કે ખરાબ કર્મ ન કરવું જોઈએ અન્યથા ખરાબ કર્મ ખરાબ પરિણામ જ આપશે, જે અક્ષય હશે. અક્ષય તૃતીયાના અવસરે કેટલીક વસ્તુઓનું દાન કરવું ખૂબ જ પુણ્યકારક અને ભાગ્ય બદલનાર સાબિત થઈ શકે છે. તિરુપતિના જ્યોતિષાચાર્ય ડો. કૃષ્ણ કુમાર ભાર્ગવ પાસેથી જાણીએ અક્ષય તૃતીયા (Akshaya Tritiya) પર કઈ વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

    અક્ષય તૃતીયા પર દાન

    1. જળ કળશ

    અક્ષય તૃતીયાના અવસર પર તમે એક કળશમાં જળ ભરીને કોઈ બ્રાહ્મણને દાન કરો. આમ કરવાથી વ્યક્તિ અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરે છે. તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.

    આ પણ વાંચો: શા માટે કરવામાં આવે છે ગાયત્રી મંત્રનો જાપ? જાણો તેનો અર્થ અને તેનાથી થતા 7 લાભ

    2. જવ

    જવને સૌથી પ્રાચીનતમ અન્ન માનવામાં આવે છે. તેની માન્યતા સોના સમાન છે. અક્ષય તૃતીયાએ જવનું દાન કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

    3. અન્નનું દાન

    અક્ષય તૃતીયાના દિવસે કોઈ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન દાન કરો. આ દિવસે દાનમાં આપવામાં આવેલા અન્નથી તમારું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહેશે. માતા અન્નપૂર્ણાની કૃપા તમારા પરિવાર પર બની રહેશે.

    4. સોનું અને ચાંદી

    જે રીતે અક્ષય તૃતીયાના દિવસે સોનું અને ચાંદી ખરીદવું શુભ હોય છે, તેવી જ રીતે તેનું દાન પણ અક્ષય પુણ્ય પ્રદાન કરનાર છે.

    આ પણ વાંચો: ક્યારે છે વૈશાખ અમાવસ્યા? પિતૃદોષથી મળી શકે છે મુક્તિ, જાણો સાચી તિથિ તથા મહત્વ

    5. ગૌ

    હિન્દુ ધર્મમાં ગૌ માતાનું વિશેષ મહત્વ છે. તેમાં દેવતાઓનો વાસ હોય છે. અક્ષય તૃતીયા પર ગૌ દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે.

    6. ગોળ, ઘી અને મીઠું

    અક્ષય તૃતીયાના દિવસે તમે ગોળ, ઘી અને મીઠું આ ત્રણમાંથી કોઈપણ એક વસ્તુનું દાન કરીને અક્ષય પુણ્ય મેળવી શકો છો.

    7. તલ, વસ્ત્ર

    તમે અક્ષય તૃતીયાના દિવસે બ્રાહ્મણને તલ અને વસ્ત્ર દાન કરી શકો છો. આમ કરવાથી તમારું ગૃહસ્થ જીવન હંમેશા ખુશહાલ રહેશે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Akhatrij, Akshaya tritiya, Dharm Bhakti, ધર્મભક્તિ

    આગામી સમાચાર