Akshay Tritiya 2022: આ 4 કારણોસર મનાવવામાં આવે છે અક્ષય તૃતીયા, જાણો તેનું મહત્વ
Akshay Tritiya 2022: આ 4 કારણોસર મનાવવામાં આવે છે અક્ષય તૃતીયા, જાણો તેનું મહત્વ
અક્ષય તૃતીયા પર કરવામાં આવેલા દાનનું પુણ્ય અક્ષય હોય છે.
Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયાનું ફળ અક્ષય એટલે કે ક્યારેય નષ્ટ ન થનારું હોય છે. અક્ષય તૃતીયા પર દાન પુણ્યનું પણ ઘણું મહત્વ છે. જાણો અક્ષય તૃતીયા શા માટે મનાવવામાં આવે છે અને તેનું શું મહત્વ છે.
Akshaya Tritiya 2022: સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનું અત્યંત મહત્વ છે. આ વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ મનાવવામાં આવે છે. આજે અક્ષય તૃતીયા છે. માન્યતા અનુસાર અક્ષય તૃતીયા (Akshaya Tritiya) પર કોઇપણ શુભ કાર્ય કરી શકાય છે. આ માટે પંચાંગ જોવાની જરૂર નથી રહેતી કેમ કે, આ દિવસે અબૂઝ મુહુર્ત હોય છે. અક્ષય તૃતીયાનું ફળ અક્ષય એટલે કે ક્યારેય નષ્ટ ન થનારું હોય છે. અક્ષય તૃતીયા પર દાન પુણ્યનું પણ ઘણું મહત્વ છે. આ દિવસે કરવામાં આવેલા દાન પુણ્યનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. ભોપાલના પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી આજે આપણે જાણીશું અક્ષય તૃતીયા શા માટે મનાવવામાં આવે છે અને તેનું શું મહત્વ છે.
અક્ષય તૃતીયા મનાવવાના ચાર કારણ
અક્ષય તૃતીયાના દિવસે ભગવાન પરશુરામે મહર્ષિ જમદગ્નિ અને માતા રેણુકા દેવીના ઘરે જન્મ લીધો હતો. ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે. અક્ષય તૃતીયા પર ભગવાન પરશુરામની પૂજા પણ કરવામાં આવે છે.
સનાતન ધર્મમાં મહાભારતને પાંચમા વેદ તરીકે ઓળખવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસે અક્ષય તૃતીયાના દિવસથી જ મહાભારત લખવાનું શરુ કર્યું હતું. મહાભારતમાં જ શ્રીમદ્ ભગવદ્ ગીતા સમાહિત છે અને અક્ષય તૃતીયાના દિવસે ગીતાના 18મા અધ્યાયનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.
મા ગંગાનું અવતરણ
અક્ષય તૃતીયાના દિવસે જ સ્વર્ગથી પૃથ્વી પર માતા ગંગા અવતરિત થઈ હતી. માતા ગંગાને પૃથ્વી પર અવતરિત કરાવવા માટે રાજા ભાગીરથે હજારો વર્ષ સુધી તપસ્યા કરી હતી. માન્યતા અનુસાર અક્ષય તૃતીયા પર ગંગામા ડુબકી લગાવવાથી તમામ પાપ નષ્ટ થાય છે.
અક્ષય તૃતીયાના દિવસે માતા અન્નપૂર્ણાનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે. માતા અન્નપૂર્ણાની પૂજા કરવાથી ભોજનનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. આ દિવસે ગરીબોને ભોજન કરાવવાનો નિયમ છે. સાથે જ દેશભરમાં ભંડારે પણ કરવામાં આવે છે.
અક્ષય તૃતીયાનું મહત્વ
અક્ષય તૃતીયાના દિવસે જરૂરિયાતમંદને દાન આપવું અત્યંત મહત્વપૂર્ણ છે. પંડિતજી અનુસાર અક્ષય તૃતીયાના દિવસે એક ગરીબને ઘરે બોલાવીને આદર પૂર્વક ભોજન અવશ્ય કરાવવું જોઈએ. આ કામ ગૃહસ્થ લોકો અવશ્ય કરે, તેનાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે. તમારી ધન સંપત્તિમાં વૃદ્ધિ માટે પોતાની કમાણીનો અનુક હિસ્સો અક્ષય તૃતીયા પર દાન કરવો જોઈએ.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર