બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના ચેરમેન મોહન લાલ થપલિયાલે કહ્યુ કે કેદારનાથ મંદિર આસપાસ હજુ પણ ભારે બરફ જમા છે, પરંતુ મંદિર તરફ જવાના બરફને સાફ કરવામાં આવ્યો છે.
દેહરાદૂન: ચારધામ યાત્રા આજથી એટલે કે અક્ષય તૃતીયાના પાવન અવસરે શરુઆત થઇ રહી છે. યાત્રાળુઓને આવકારવા મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના ચાર મંદિરની સફળ યાત્રાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
રાવતે કહ્યું, "ચાર ધામ યાત્રાના યાત્રાળુઓનું સ્વાગત કરવા ઉત્તરાખંડ તૈયાર છે."
તેમણે જણાવ્યું હતું કે યાત્રાળુઓની સલામતી અને અન્ય વિવિધ સુવિધાઓ માટે સંભાળ લેવામાં આવશે.
ગંગોત્રી અને યમુનોત્રી તીર્થ સ્થળોને યાત્રાળુઓ માટે ખોલવામાં આવી રહ્યાં છે. જ્યારે કેદારનાથ અને બદ્રીનાથ દેવસ્થળો 9 મી મેના રોજ ખોલવામાં આવશે.
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના ચેરમેન મોહન લાલ થપલિયાલે કહ્યુ કે કેદારનાથ મંદિર આસપાસ હજુ પણ ભારે બરફ જમા છે, પરંતુ મંદિર તરફ જવાના બરફને સાફ કરવામાં આવ્યો છે.
જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ભારે બરફવર્ષાથી મોટી સંખ્યામાં નુકસાન થવાને કારણે સરકારે ઉંચાઇ પર બરફ સાફ કરવાનું કામ હાથ ધર્યુ છે અને ફરીથી ઝુપડપટ્ટી બાંધવાની કામગીરી કરી છે. જે 15-20 ફુટ ભારે બરફવર્ષામાં કેદારનાથના વિસ્તારમાં નાશ થયો હતો. કેદારનાથ, રુદ્રપ્રયાગ જિલ્લામાં 11,755 ફુટની ઉંચાઇ પર સ્થિત છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર