Home /News /dharm-bhakti /

આજે છે અખાત્રીજ, રાશિ અનુસાર કરો દાન અને ખરીદી.. !

આજે છે અખાત્રીજ, રાશિ અનુસાર કરો દાન અને ખરીદી.. !

    જ્યોતિષાચાર્ય ડો. મહેન્દ્ર પંડ્યા (ઋષિરાજ)

    ધર્મડેસ્ક : આજે 18 એપ્રિલનાં  રોજ અખા ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા છે. આ દિવસે કોઇપણ મુહૂર્ત વગર આપ શુભ કાર્ય કરી શકો છો. શુક્લ પક્ષની તૃતીયા તિથિમાં જ્યારે સૂર્ય અને ચન્દ્રમા તેનાં ઉચ્ચ ભાવમાં હોય છે ત્યારે તેમનું તેજ સર્વોચ્ચ પર હોય છે. આ સમય અને તિથિને હિન્દુ પંચાગમાં ખુબજ શુભ માનવામાં આવે છે. આ શુભ તિથિને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે.  તેની પાછળનું કારણ છે બે મુખ્ય ગ્રહ સુર્ય અને ચંદ્ર તેમનાં સર્વોચ્ચ પ્રભાવમાં પૂર્ણ થાય છે.

    લક્ષ્મી અને વિષ્ણુની કરો ઉપાસના
    આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના અને લક્ષમી પુજન કરવાથી મનવાંછિત ફળ મળે છે. અક્ષય તૃતીયાનાં દિવસે પૂજા અને વ્રતનું પણ ખઆસ મહત્વ છે. આજનાં દિવસે દાનનું પણ ખાસ મહત્વ છે. આજનાં દિવસે કરેલું દાન આપને ખુબ પુણ્ય આપે છે.

    શેનું કરશો દાન?
    અક્ષય તૃતીયાની ખાસ વાત એ છે કે આજનાં દિવસે 24 કલાક શઉભ મુહૂર્ત રહે છે. આજનાં દિવસે પંખો, છત્રી, પાણી,મિષ્ઠાન, ફળ આદીનું દાન કરવું શ્રેષ્ઠ મનાય છે.

    સાથે જ આજનાં દિવસે સોનું અને ચાંદીની ખરીદી પણ કરવામાં આવે છે. આ ઉપરાંત મહાપર્વ પર કોઇપણ શુભ કાર્યનો પ્રારંભ કરી શકો છો. વાહન ખરીદી શકો છો.  વિવાહ જેવાં શુભ માંગલિક કાર્ય કરી શકો છો.

    આજનાં દિવસે જો રાશિ પ્રમાણે દાન અને ખરિદી કરવામાં આવે તો આજનાં દિવસે મળતા ફળમાં વૃદ્ધિ થઇ જાય છએ. ચાલો તો આજનાં દિવસે કઇ રાશિનાં જાતકોએ કેવી રીતે પૂજન કરવું શુભ રહેશે અને શું ખરીદી કરવાથી તેમને વિશેષ લાભ થશે..

    મેષ- શ્રી વિષ્ણુસહસ્ત્રનામની સાથે સાથે શ્રી હનુમાન ચાલીસાનાં 108 વખત પાઠ કરવા. તામ્ર પાત્રની ખરીદી કરવી. સુવર્ણ આભૂષણ લેવું. મંદિરમાં ઘઉં અને મંગળ
    ગ્રહ સંબંધિત કોઇપણ એક દ્રવ્યનું દાન કરવું.

    વૃષભ- ચાંદીનાં સિક્કા અને આભુષણ ખરીદો. શ્રી સુક્તનાં પાઠ કરવાં. કોઇ ગરીબ અંધ વ્યક્તિને અન્ન અને વસ્ત્રનું દાન કરવું.

    મિથુન- બુધ સંબંધિત દ્રવ્યું દાન કરવું. વસ્ત્ર અને ચાંદીનાં સિક્કા કે આભુષણની ખરિદી કરો. શ્રી વિષ્ણુસહસ્ત્રનામનું પઠન કરો. મગની દાળનું દાન કરો. ગરીબોમાં વસ્ત્ર વહેંચો.

    કર્ક- ચાંદીનાં વાસણ અને ફૂલનીખરીદી કરો. શિવ ઉપાસના કરો. રુદ્રાભિષેક કરાવો. ધાર્મિક પુસ્તકનું દાન કરો. દુર્ગાસપ્તશતીનો પાઠ કરો.

    સિંહ- સોનાનાં આભૂષણની ખરીદી કરો. શ્રી આદિત્યહ્રદયસ્તોત્રનો પાઠ કરવો. ગરીબોને ભોજન કરાવો.

    કન્યા- વસ્ત્ર ખરીદો, ચાંદીનાં સિક્કા અને વાસણનું દાન કરો. શ્રીરામચરિતમાનસનું પઠન કરો. વસ્ત્રનું દાન કરો.

    તુલા- આ રાશિનાં જાતકોએ ચાંદીનાં સિક્કાની ખરીદી કરવી. સફેદ અને લીલા વસ્ત્ર ખરીદવા. શ્રી સુક્તનું પઠન કરવું. કોઇ અંધ ગરીબ વ્યક્તિને ભોજન કરાવો અને વસ્ત્રનું દાન કરો.

    વૃશ્ચિક- તામ્ર પાત્ર ખરીદો, સ્વર્ણ આભૂષણનું દાન કરો. શ્રી સુન્દરકાંડનું પઠન કરો. ઘઉંનું દાન કરો. એક વાસણનું મંદિરમાં દાન કરો.

    ધન- ધાર્મિક પુસ્તકનું દાન કરો. સ્વર્ણ આભૂષણ ખરીદો. ચણાની દાળનું દાન કરો. શ્રી રામચરિતમાનસનું પઠન કરો.

    મકર- ચાંદીનાં આભુષણ અને સિક્કાનું દાન કરવું. વાહન ખરીદવાનો શુભ સંયોગ છે. શ્રી બજરંગબાણનું પઠન કરવું. લોખંડની ડોલ કોઇ ગરીબ વ્યક્તિને દાન કરવી.

    કુંભ- શ્રીસુંદરકાંડનું પઠન કરો. રુદ્રાભિષેક કરો. લોખંડનાં સામન અને વાહનની ખરીદી કરો. ગરીબને ભોજનનું વિતરણ કરો. માટીની માટલીમાં યથાસામર્થ્ય વસ્તુ  મુકીને તેનું કોઇ જરૂરિયાતમંદને દાન કરો.

    મીન- ધાર્મિક પુસ્તકનું દાન કરો, શ્રી વિષ્ણુસહસ્ત્રનામનું પઠન કરો. સ્વર્ણ આભુષણની ખરીદી કરો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dharm Bhakti, Dharm Desk, Shopping

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन