Home /News /dharm-bhakti /રામ રાખે એને કોણ ચાખે! ભગવાન રામે જે વૃક્ષ નીચે આરામ કર્યો હતો તેણે અકબરને હંફાવી દીધો, જાણો શું છે કિસ્સો

રામ રાખે એને કોણ ચાખે! ભગવાન રામે જે વૃક્ષ નીચે આરામ કર્યો હતો તેણે અકબરને હંફાવી દીધો, જાણો શું છે કિસ્સો

300 વર્ષ જુનું વૃક્ષ

ખાસ વાત એ છે કે આ વૃક્ષ 300 વર્ષથી વધુ જૂનું છે. એવું કહેવાય છે કે અકબરે તેને ખતમ કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કરી શક્યો નહિ. જાણો શું છે સમગ્ર કિસ્સો...

  • News18 Gujarati
  • Last Updated :
  • Uttar Pradesh, India
ધર્મ ડેસ્ક: વિવિધતામાં એકતા એ જ આપણા દેશની ખાસિયત છે. ભારતની પાવન ભૂમિ પર એવા ચમત્કારો થયા છે જેને કદાચ માનવા અશક્ય છે. ભારત સંતોની ભૂમિ છે અને અહીં અનેક મહાપુરૂષોએ જન્મ લીધો છે. આપણો ભવ્ય વારસો તેમને જ આભારી છે. આજે પણ આપણા દેશનો પ્રાચીન વારસો (Indian Heritage) વિશ્વમાં આપણી આગવી પ્રતિભા ઊભી કરે છે. અહીં માત્ર મંદિરોમાં જ નહીં પરંતુ પશુ પ્રાણીઓ અને વૃક્ષોમાં પણ ભગવાનનો વાસ માનવામાં આવે છે.

આજે પણ હિંદુ ધર્મ (sanatan Dharma)માં તેમને આદરણીય દરજ્જો આપી વિશેષ પૂજા કરવામાં આવે છે. વિદેશી આક્રમણો દરમિયાન અનેક વખત આપણા વારસાને ખતમ કરવાનો પ્રયાસ કરાયો, પરંતુ તે બધા નિષ્ફળ રહ્યા હતા. આજે અમે તમને એક એવા વૃક્ષ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેને ખુદ અકબરે નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આજે પણ તે અડીખમ ઊભું છે. અને ભારતના ભાતીગળ વારસાની ગાથા વર્ણવી રહ્યું છે.

300 વર્ષથી પણ જૂનું છે આ વૃક્ષ

અકબરના કિલ્લા (Akbar Fort)ની અંદર અક્ષયવટ (Akshayavat) નામનું એક વિશાળ વૃક્ષ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અહીં ઘણા વર્ષોથી પૂજા કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, આ વૃક્ષ 300 વર્ષથી પણ વધુ જૂનું (300 year old tree in Prayagraj) છે. કહેવાય છે કે અકબરે તેને નષ્ટ કરવાની પૂરી કોશિશ કરી હતી. તેણે તેના અધિકારીઓ સાથે મળીને આ વૃક્ષને ઘણી વખત કાપી નાખ્યું હતું. આ દરમિયાન ઘણી વાર તેને બાળવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ દૈવી શક્તિનો એવો ચમત્કાર રહ્યો કે આ વૃક્ષ તે જ જગ્યાએ ઉગતું રહ્યું હતું.

આ પણ વાંચો:  જીવનને ખુબ પ્રભાવિત કરે છે કાલસર્પ દોષ, આ સંકેતોથી ઓળખો અને કરી લો ઉપાય

પ્રયાગરાજના પૂજારી પ્રયાગ નાથ ગોસ્વામીનું કહેવું છે કે, આ વૃક્ષ નીચે ભગવાન રામ અને સીતાએ વનયાત્રા દરમિયાન ત્રણ રાત સુધી આરામ કર્યો હતો. આ કિલ્લાની અંદર સ્થિત પાતાળપુરી મંદિરમાં અક્ષયવટ ઉપરાંત તેત્રીસ દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે.

જાણો રસપ્રદ પૌરાણિક કથા

પૌરાણિક કથાઓ અનુસાર, એક ઋષિએ ભગવાન નારાયણને ઈશ્વરીય શક્તિ બતાવવાનું કહ્યું હતું. જે બાદ તેઓએ એક ક્ષણ માટે આખી દુનિયાને ડુબાડી દીધી હતી. આ દરમિયાન જ્યારે પૃથ્વી પરની બધી વસ્તુઓ પાણીમાં ડૂબી ગઈ હતી ત્યારે અક્ષયવટનો ઉપરનો ભાગ જ દેખાતો હતો.

આ પણ વાંચો: અહીં બે બહેનોના રૂપમાં વિરાજે છે મા દુર્ગા, ભક્તો ખવડાવે છે પાનનું બીડું



કંઇક આવી છે ધાર્મિક માન્યતા

પ્રયાગરાજના પૂજારી અરવિંદના જણાવ્યા મુજબ અક્ષયવટ વૃક્ષ પાસે કામકુપ નામનું એક તળાવ હતું. આ તળાવમાં સ્નાન કરવાથી લોકોને મોક્ષ મળતો હતો. આ માટે ઘણા રાજ્યોના લોકો અહીં આવતા હતા અને ઝાડ પર ચઢીને તળાવમાં કૂદવાનો પ્રયાસ કરતા હતા. ચીની પ્રવાસી હેનસાંગે ભારત પ્રવાસ દરમિયાન પોતાના પુસ્તકમાં આ તળાવનો ઉલ્લેખ કર્યો છે.
First published:

Tags: Dharm Bhakti, Hindu dharm, Lord Ram

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો