Home /News /dharm-bhakti /

Aaj nu Panchang on Raksha Bandhan 2022: આજનું પંચાગ, જાણો રક્ષાબંધનના શ્રેષ્ઠ મુહૂર્ત, આ રીતે કરો પૂજન

Aaj nu Panchang on Raksha Bandhan 2022: આજનું પંચાગ, જાણો રક્ષાબંધનના શ્રેષ્ઠ મુહૂર્ત, આ રીતે કરો પૂજન

આજનું પંચાંગ

Raksha Bandhan Special: રક્ષાબંધન કરતી વખતે બહેનની જમણી બાજુ ઘીનો દિવો પ્રગટાવવો, રક્ષાબંધન કરતી વખતે રાખડીનું પૂજન કરવું, આજે શક્ય હોય તો ભાઈ અને બહેને પીળા અને લાલ રંગોના સંયોજનવાળા વસ્ત્રો પહેરવા

  આજે નારીયેળી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનનું (Raksha Bandhan 2022) પવિત્ર પર્વ છે. આજના દિવસે બહેન ભાઈના શ્રેય માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને ભાઈના કાંડે રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે. ભાઈ-બહેન બંન્નેની પ્રગતિ થાય તેના અનુસંધાનમાં એક સાત્ત્વિક ઉપાય અહીં જણાવવામાં આવી રહ્યો છે.

  રક્ષાબંધન શુભ મુહૂર્તમાં જ કરવું (દિન વિશેષમાં રક્ષાબંધન માટે ખાસ શુભ મુહૂર્ત આપેલા છે), રક્ષાબંધન કરતી વખતે બહેનની જમણી બાજુ ઘીનો દિવો પ્રગટાવવો, રક્ષાબંધન કરતી વખતે રાખડીનું પૂજન કરવું, આજે શક્ય હોય તો ભાઈ અને બહેને પીળા અને લાલ રંગોના સંયોજનવાળા વસ્ત્રો પહેરવા. રાખડી બાંધતી વખતે નારાયણ કવચનું ગાન કરતો વીડીયો-ઓડીયો વગાડવો. આસન ઉપર બેસીને જ રક્ષાબંધન કરવું. રક્ષાબંધન કરતી ભાઈનું મુખ પૂર્વ દિશા તરફ રહે તેનું ધ્યાન રાખવું. પીળી બરફી ભગવાનને ધરાવી તેનાથી મોઢું મીઠું કરાવવું. ભાઈએ બહેનને 3 આંકના સંયોજન વાળી રકમ ભેટ કરવી (દા.ત. 201, 300... જેનો સરવાળો 3 થતો હોય). જો વસ્ત્ર ભેટ આપવું હોય તો પીળા રંગનું વસ્ત્ર ભેટ આપવું અથવા ચાંદીની પાયલ ભેટમાં આપવી.

  આ ઉપરાંત, નીચે દિનવિશેષ વિભાગમાં ભગવાનને રક્ષાબંધન કરવાનો શ્રેષ્ઠ સમય પણ આપ્યો છે. આ ઉપરાંત, પોતાના પરિવારની પરંપરાને પણ લક્ષમાં લઈ રક્ષાબંધન વિધિ સંપન્ન કરવો પણ ઉપરોક્ત ક્રિયાનો લોપ ન થાય તે ઇચ્છનીય છે.

  આજનું પંચાંગ

  ચંદ્રમાસ – શ્રાવણ સુદ ચૌદશ
  ચંદ્રરાશિ – મકર (ખ,જ)
  નક્ષત્ર – ઉત્તરાષાઢા (સવારે 6.53થી શ્રવણ)
  યોગ – આયુષ્માન (બપોરે 3.33થી સૌભાગ્ય)
  કરણ – વણિજ (સવારે 10.40થી વિષ્ટી)
  બ્રહ્મમુહૂર્ત - સવારે 4.41 થી 5.25(પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
  સૂર્યોદય - સવારે 6.20
  સૂર્યાસ્ત- સાંજે 7.10
  ચંદ્રોદય – સાંજે 4.54
  ચંદ્રાસ્ત – રાત્રે 4.05
  ગોધૂલી – સાંજે 6.56થી 7.20
  ગુલીક – સવારે 11.08થી 12.44, રાત્રે 3.32થી 4.56
  યમઘંટક – સવારે 7.08થી 7.56
  રાહુકાળ – બપોરે 1.30થી 3.00
  વિજય મુહૂર્ત – બપોરે 12.32થી 12.56  આજના દિવસનું વિશેષ

  1. રાહુકાળનો સમય રક્ષાબંધન માટે ત્યાગવો
  2. ભગવાનને રક્ષાબંધન કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 6.20થી 6.53
  3. રક્ષાબંધનના શ્રેષ્ઠ મુહૂર્ત – સવારે 6.25થી 7.45, સવારે 11.08થી બપોરે 12.44, બપોરે 12.44થી બપોરે 2.20, સાંજે 5.35થી 7.10
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Aaj nu panchang, આજનું પંચાંગ, રક્ષાબંધન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन