Home /News /dharm-bhakti /

Agni Panchak: અગ્નિ પંચકની થઈ શરૂઆત, આવનારા 5 દિવસો સુધી ભૂલથી પણ ન કરો આ કામ

Agni Panchak: અગ્નિ પંચકની થઈ શરૂઆત, આવનારા 5 દિવસો સુધી ભૂલથી પણ ન કરો આ કામ

જ્યોતિષ શાસ્ત્રમાં પંચકને અશુભ માનવામાં આવે છે.

Agni Panchak: જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર પંચક અશુભ છે. આ દરમિયાન કોઈ જરૂરી કામો ન કરવા જોઈએ. પંચાંગ મુજબ 1 માર્ચથી અગ્નિ પંચકની શરૂઆત થઈ ચૂકી છે.

    Agni Panchak: હિંદુ ધર્મ (Hindu Religion)માં કોઈ શુભ કાર્ય શુભ સમય અને મુહૂર્ત જોઈને કરવામાં આવે છે, જેથી એ કામ સફળતાપૂર્વક પાર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) મુજબ જો અશુભ સમય કે મુહૂર્ત જોયા વિના કામ કરવામાં આવે છે તો તેમાં સફળતા નથી મળતી. જ્યોતિષ શાસ્ત્રમાં પંચકને અશુભ માનવામાં આવે છે. આ દરમિયાન કોઈ જરૂરી કાર્યો કરવાની મનાઈ કરવામાં આવે છે. પ્રાચીન મુહૂર્ત ચિંતામણિ અનુસાર, જ્યારે ચંદ્રનું ગોચર ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતીમાં થાય છે, ત્યારે પંચક લાગે છે. બીજી તરફ જ્યારે ચંદ્રનું ગોચર કુંભ અને મીન રાશિમાં થાય છે ત્યારે પણ 'પંચક'ની સ્થિતિ સર્જાય છે. પંચાંગ મુજબ 1 માર્ચથી અગ્નિ પંચકની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં જાણીએ કે આ દરમિયાન શું ન કરવું જોઈએ.

    પંચકનો સમય ક્યાર સુધી છે?

    પંચક 1 માર્ચે સાંજે 4 વાગ્યેને 31 મિનિટથી શરુ થઈ ચૂક્યું છે. આ અગ્નિ પંચકનું સમાપન 6 માર્ચના 2 વાગ્યે ને 29 મિનિટ પર થશે.

    આ પણ વાંચો: કુંભમાં બુધનું ગોચર 5 રાશિના લોકોને કરશે માલામાલ! નોકરી-ધંધામાં થશે લાભ

    દિવસના હિસાબે નક્કી થાય છે પંચકના નામ

    શાસ્ત્રો મુજબ, પંચકના નામ દિવસના હિસાબે નક્કી કરવામાં આવે છે. રવિવારથી શરુ થતો પંચક રોગ પંચક કહેવાય છે. સોમવારથી શરૂ થતો પંચક રાજ પંચક કહેવાય છે. મંગળવારે જ્યારે પંચક શરૂ થાય છે તો તેને અગ્નિ પંચક કહેવાય છે. શુક્રવારથી શરૂ થતા પંચકને રોગ પંચક કહેવાય છે. જ્યારે શનિવારથી શરૂ થતા પંચકને મૃત્યુ પંચક કહેવાય છે.

    અગ્નિ પંચક દરમિયાન શું ન કરવું?

    - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અગ્નિ પંચક દરમિયાન લાકડા, ઘાસ વગેરે બાળવામાં આવતી વસ્તુઓ એકત્ર ન કરવું જોઈએ.

    આ પણ વાંચો: મુખ્ય દ્વાર પર શુભ-લાભ શા માટે લખવામાં આવે છે? જાણો કારણ

    - પંચક દરમિયાન દક્ષિણ દિશાની યાત્રા કરવી વર્જિત માનવામાં આવે છે. વાસ્તવમાં આ દિશા યમ અને પિતૃઓની માનવામાં આવે છે.

    - પંચક દરમિયાન ઘર ન બનાવવું જોઈએ, કારણ કે આમ કરવાથી ઘરમાં ઝઘડા અને ધનની હાનિ થાય છે. આ સિવાય પંચક દરમિયાન ક્રોધ કરવાથી બચવું જોઈએ.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Astrology in gujarati, Dharma bhakti, ધર્મભક્તિ

    આગામી સમાચાર