Home /News /dharm-bhakti /Chandra Grahan 2022: 18 વર્ષ બાદ ફરી બનશે સૂર્ય-ચંદ્ર ગ્રહણનો દુર્લભ સંયોગ, જાણો શા કારણે ખાસ હશે આ ગ્રહણ

Chandra Grahan 2022: 18 વર્ષ બાદ ફરી બનશે સૂર્ય-ચંદ્ર ગ્રહણનો દુર્લભ સંયોગ, જાણો શા કારણે ખાસ હશે આ ગ્રહણ

ચંદ્ર ગ્રહણ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ

Chandra Grahan 2022: આ વખતે દિવાળી પર સૂર્યગ્રહણ અને દેવ દિવાળી પર ચંદ્રગ્રહણનો સંયોગ છે. જ્યોતિષના મતે આ પહેલા વર્ષ 2012 અને 1994માં પણ આવો સંયોગ બન્યો હતો. અને હવે ભવિષ્યમાં આવો સંયોગ 2040માં પણ બનશે.

    Chandra Grahan 2022: સૂર્યગ્રહણ બાદ હવે 8 નવેમ્બરે ચંદ્રગ્રહણ થવાનું છે. આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે, જે ભારતમાં પણ જોવા મળશે. 8 નવેમ્બર, મંગળવારના રોજ થનારું ચંદ્રગ્રહણ સૌપ્રથમ અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં સાંજે 4.23 વાગ્યે દેખાશે.

    આ પછી, આ ગ્રહણ આખા દેશમાં જોવા મળશે, ક્યાંક આંશિક તો ક્યાંક સંપૂર્ણ. ગ્રહણ સાંજે 6.19 કલાકે સમાપ્ત થશે. આ પછી, ઉપછાયા ચંદ્રગ્રહણ સાંજે 7.26 વાગ્યા સુધી રહેશે, પરંતુ તેની કોઈ માન્યતા રહેશે નહીં. ગ્રહણનો સૂતક 9 કલાક પહેલાથી શરૂ થશે અને ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી ચાલુ રહેશે. જાણો ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો વિશે...

    આ પણ વાંચો :  Chandra grahan 2022: 3 મહિના સુધી દેખાશે ચંદ્ર ગ્રહણની અસર, મેષ અને તુલા રાશિ પર પડશે સૌથી વધુ પ્રભાવ

    અગાઉ પણ આ તિથિઓ પર બન્યો છે ગ્રહણનો સંયોગ


    આ વખતે દિવાળી (25 ઓક્ટોબર)ના રોજ સૂર્યગ્રહણ અને દેવ દિવાળી (8 નવેમ્બર)ના રોજ ચંદ્રગ્રહણનો સંયોગ છે. આવું પહેલીવાર નથી બન્યું. આ પહેલા પણ આવો સંયોગ અનેકવાર બન્યો છે. વર્ષ 2012 અને 1994માં પણ આવું બન્યું છે. વર્ષ 2012માં 13 નવેમ્બરે દિવાળી પર સૂર્યગ્રહણ અને 28 નવેમ્બરે દેવ દિવાળી પર ચંદ્રગ્રહણ થયું હતું.

    1994માં, 3 નવેમ્બરે દિવાળી પર સૂર્યગ્રહણ અને 18 નવેમ્બરે દેવ દિવાળીના રોજ ચંદ્રગ્રહણનો સંયોગ હતો. હવે આવો સંયોગ 2040માં જોવા મળશે. આ વર્ષે 4 નવેમ્બરે દિવાળી પર આંશિક સૂર્યગ્રહણ હશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં, જ્યારે 18 નવેમ્બરે દેવ દિવાળી પર પૂર્ણ ચંદ્રગ્રહણનો સંયોગ હશે, આ ગ્રહણ ભારતમાં દેખાશે.

    આ પણ વાંચો :  વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ આવતી કાલે, જાણો 12 રાશિઓ પર પ્રભાવ અને તમારા શહેરમાં ક્યારે દેખાશે ગ્રહણ

    જાણો 2023માં ક્યારે થશે ગ્રહણ?


    વર્ષ 2022 ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે. આ પછી, વર્ષ 2023 માં પણ ઘણી વખત ચંદ્ર અને સૂર્યગ્રહણનો સંયોગ થશે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલના રોજ થશે, પરંતુ ભારતમાં દેખાતું ન હોવાને કારણે તેને અહીં ઓળખવામાં આવશે નહીં.



    આ પછી, 5 મે, 2023 ના રોજ ઉપછાયા ચંદ્રગ્રહણ થશે, તે પણ ભારતમાં દેખાશે નહીં. વર્ષનું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થશે. આ પણ ભારતમાં દેખાશે નહીં. વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે થશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે, તેથી તેની અહીં કોઇ માન્યતા રહેશે નહીં.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Chandra grahan, Moon Eclipses, Solar Eclipse 2022, ચંદ્ર ગ્રહણ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन