વર્ષ 2023 ઘણું ખાસ રહેવાનું છે. સનાતન પંચાંગ અનુસાર વર્ષ 2023 અધિકમાસ વાળું છે. આ વર્ષમાં 13 માસ હશે. નવા વર્ષમાં 29 જૂનના રોજ દેવશયન એકદાશી સાથે ચાતુર્માસની શરૂઆત થઇ જશે, જે કુલ 148 દિવસ રહેશે. અધિકમાસ હોવાના કારણે આ વર્ષે તમામ પર્વ 15-20 દિવસ લેટ રહેશે. 23 નવેમ્બરે દેવઉઠી એકાદશી સાથે ચાતુર્માસની સમાપ્તિ થશે. અધિકવર્ષ દરેક 3 વર્ષે આવે છે. છેલ્લી વખતે 2020માં અધિકમાષ એટલે પુરુષોત્તમ માસ લાગ્યો હતો.
શ્રાવણમાં પુરુષોત્તમ માસ
વર્ષ 2023માં શ્રાવણ મહિનામાં અધિકમાસ લાગશે. શ્રાવણ માસ મહાદેવને સમર્પિત છે, પરંતુ અધિકમાસના સ્વામી ભગવાન વિષ્ણુ છે, માટે તેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. આ વર્ષે શ્રાવણમાં પડવાના કારણે આ માસ વધુ વિશેષ થઇ ગયો છે. કારણ કે આ માસમાં જે પણ જાતકો નિષ્ઠાપૂર્વક ભગવાનનું મનન કરશે, એમને હરિ અને શિવ બંનેની કૃપા પ્રાપ્ત થશે. 19 વર્ષ પછી આવો સંયોગ આવી રહ્યો છે, જયારે શ્રાવણ અને અધિકમાસ સાથે પડી રહ્યા છે. રાકેશ પાંડે જણાવે છે કે છેલ્લી વખત વર્ષ 2020માં અશ્વિન માસમાં અધિકમાસ પડ્યો હતો.
દર ત્રણ વર્ષમાં એક મહિનો ચંદ્ર વર્ષમાં ઉમેરાય છે. તે વર્ષમાં 12ને બદલે 13 મહિના આવે છે. આ વધેલા માસને અધિકામાસ કહેવાય છે. તે સૌર વર્ષ અને ચંદ્ર વર્ષ વચ્ચેના તફાવતને સંતુલિત કરે છે. અધિકામાસનો મહિનો સૂર્ય સંક્રાંતિના આધારે નક્કી કરવામાં આવે છે, જેમાં સૂર્ય સંક્રાંતિ હોતી, તે મહિનાને અધિકામાસ કહેવાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર