Home /News /dharm-bhakti /Vastu Tips: ભૂલથી પણ ઘરના મુખ્ય દરવાજા પર ન રાખો આ વસ્તુઓ, નહીં તો આજીવન પછતાશો

Vastu Tips: ભૂલથી પણ ઘરના મુખ્ય દરવાજા પર ન રાખો આ વસ્તુઓ, નહીં તો આજીવન પછતાશો

ઘરમાં આવતી સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ પણ અહીંથી જ થાય છે.

Vastu Tips: ઘરના મુખ્ય દરવાજાને લઈને વાસ્તુમાં કેટલીક ટીપ્સ આપવામાં આવી છે. જે ઘરમાં આ ટિપ્સનું પાલન થાય ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહે છે અને હંમેશા સુખ-શાંતિ રહે છે. વાસ્તુ અનુસાર કેટલીક વસ્તુઓ ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય ન રાખવી જોઈએ.

વધુ જુઓ ...
    Main Door Vastu Tips: વાસ્તુશાસ્ત્ર (Vastushastra)માં સુખ શાંતિને લગતી ઘણી મહત્વપૂર્ણ ટીપ્સ આપવામાં આવી છે. આવી ટિપ્સનું પાલન કરીને ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિને જાળવી શકાય છે. ઘરનો મુખ્ય દરવાજો માત્ર આપણા પ્રવેશવાનો માર્ગ નથી, પરંતુ ઘરમાં આવતી સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ પણ અહીંથી જ થાય છે. જેથી વસ્તુમાં ઘરનો મુખ્યદ્વાર ખુબ જ મહત્વનો માનવામાં આવે છે.

    આ કારણે લોકો ઘરના દરવાજાને હંમેશા સાફ રાખે છે. ઘરના મુખ્ય દરવાજાને લઈને વાસ્તુમાં કેટલીક ટીપ્સ આપવામાં આવી છે. જે ઘરમાં આ ટિપ્સનું પાલન થાય ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહે છે અને હંમેશા સુખ-શાંતિ રહે છે. વાસ્તુ અનુસાર કેટલીક વસ્તુઓ ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય ન રાખવી જોઈએ.

    કચરો

    ઘરના મુખ્ય દરવાજાની સામે કચરો ક્યારેય ન રાખવો જોઈએ. કચરાને કારણે ઘરની અંદર નકારાત્મક ઉર્જા આવે છે. મુખ્ય દ્વારની બહાર ગંદકીને કારણે મા લક્ષ્મી ગુસ્સે થાય છે. જેના કારણે ઘરમાં આર્થિક સંકટ આવવાની શક્યતા રહે છે.

    ચંપલ

    પગરખાં ઘરના મુખ્ય દ્વારની બહાર કે તેની પાસે ક્યારેય ન રાખવા જોઈએ. મા લક્ષ્મી ઘરના મુખ્ય દ્વારથી પ્રવેશ કરે છે. તેથી અહીં જૂતા-ચપ્પલ રાખવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે. પરિણામે ઘરમાં ધન-સંપત્તિનું નુકસાન થાય છે.

    મની પ્લાન્ટ

    ઘણા લોકો મુખ્ય દ્વારની બહાર મની પ્લાન્ટ લગાવે છે. પરંતુ વાસ્તુ અનુસાર આવું કરવું યોગ્ય નથી. મની પ્લાન્ટને સંપત્તિનો છોડ માનવામાં આવે છે. જો તેને ઘરની બહાર લગાવવામાં આવે તો દરેકની નજર તેના પર પડે છે. જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ બગડવા લાગે છે. આ સિવાય ઘરમાં કાંટાવાળા છોડ પણ ન લગાવવા જોઈએ.

    સાવરણી

    વાસ્તુમાં સાવરણીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને ક્યારેય દરવાજા પાસે ન રાખવી જોઈએ. આમ કરવાથી તમે આકસ્મિક રીતે સાવરણી સાથે અથડાશો. આ ઉપરાંત ઝાડુ પર કોઈની નજર પણ ન પડવી જોઈએ. જેથી સાવરણી એવી જગ્યાએ રાખવી જ્યાં બહારના વ્યક્તિની નજર ના પડે.

    ઇલેક્ટ્રિકલ વાયર કે લાઈટના થાંબલા

    ઘરના મુખ્ય દરવાજાની સામે ઇલેક્ટ્રિક વાયર કે થાંભલા ન હોવા જોઈએ. તેની ખરાબ અસર પડે છે. ઈલેક્ટ્રીક વાયર અને થાંભલાને કારણે ઘરની મહિલાઓને માઠી અસર થાય છે. તેઓને કોઈ ને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે.
    First published:

    Tags: Vastu dosh, Vastu shastra, Vastu tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन