કુમકુમ મંદિર: અબજીબાપાની વાતોની ૧૧૩મી જયંતીની ઉજવણી કરાઈ

News18 Gujarati
Updated: May 20, 2019, 9:45 PM IST
કુમકુમ મંદિર: અબજીબાપાની વાતોની ૧૧૩મી જયંતીની ઉજવણી કરાઈ
કુમકુમ મંદિર, મણીનગર

જીવનપ્રાણ બાપાશ્રી એ સ્વંય કહયું છે કે, તમો જયારે મુશ્કેલીમાં હોવ ત્યારે અમને સંભારો તો અમો તત્કાળ આવીને ઉભા રહીશું, અને તમારા તમામ પ્રકારના દુઃખોનું નિવારણ કરી દઈશું

  • Share this:
સાધુ પ્રેમવત્સલદાસજી - કુમકુમ

વૈશાખ વદ - એકમ તા. ૧૯-૫-૨૦૧૬ - રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ ખાતે અબજીબાપાની વાતોની ૧૧૩મી જયંતીની મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ યોજવામાં આવી હતી. આ પ્રસંગે હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી અને પ્રેમવત્સલદાસજી સ્વામી જીવનપ્રાણ અબજીબાપાશ્રીના જીવન કવન ઉપર પ્રવચન કર્યા હતા. અંતમાં મહંત આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન પાઠવ્યા હતા.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ધર્મ ગ્રંથો અને પુસ્તકો માણસના જીવનને ઘડે છે. અરીસો જેમ માણસના રૂપની ઓળખાણ કરાવે છે તેવી રીતે શાસ્ત્રો આપણામાં રહેલી ભૂલોનું દર્શન કરાવે છે. દુનિયામાં જે જે માણસો સફળ થયા છે તેઓ નિત્ય પુસ્તક - ધર્મગ્રંથોનું પઠન કરે છે.બિલગેટેસ : સૂતા પહેલા ૧ કલાક વાંચે છે, દિવસ દરમ્યાન સમયનું સેટીંગ કરીને એક કલાક વાંચી લે છે.

વોરન બફેટ: દિવસમાં ૫ કલાક વિવિધ મેગઝીન, વિવિધ પુસ્તકો વાંચે છે.થોમસ એડીસન: કહે છે કે, હું નવી નવી શોધ કરવી હોય, ત્યારે લાયબ્રેરીમાં જઉ છું અને તેને લગતી શોધો અંગેના પુસ્તકોમાં શોધું છું અને પછી પ્રયત્ન કરું છું તો સફળ થાઉં છું.

બરાક ઓબામા: કહે છે કે, વાંચન ખૂબ જ મહત્વનું છે. જો તમને વાંચતા આવડે તો આખું વિશ્વ તમારી આગળ ખુલ્લુ છે.

જો આવી સફળ વ્યકિતઓ નિત્ય વાંચતી હોય તો આપણે કેમ ના વાંચવું જોઈએ ?જીવનપ્રાણ બાપાશ્રીની વાતો વાંચવાથી આપણને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. મનની દરેક સમસ્યાઓના ઉકેલ મળી જાય છે. જીવનપ્રાણ બાપાશ્રી એ સ્વંય કહયું છે કે, તમો જયારે મુશ્કેલીમાં હોવ ત્યારે અમને સંભારો તો અમો તત્કાળ આવીને ઉભા રહીશું, અને તમારા તમામ પ્રકારના દુઃખોનું નિવારણ કરી દઈશું. તો આપણે અવશ્ય ઓછામાં ઓછી જીવનપ્રાણ બાપાશ્રીની એક વાત તો અવશ્ય વાંચવી જ જોઈએ.
First published: May 20, 2019, 9:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading