Home /News /dharm-bhakti /

Numerology Suggestions 8 June: આ અંકના લોકોને મળશે નવી ઓફર, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ?

Numerology Suggestions 8 June: આ અંકના લોકોને મળશે નવી ઓફર, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ?

પ્રતિકાત્મક તસવીર

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions ) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ.

  નંબર 1:

  આજે તમારે પરિસ્થિતિ મુજબ નીચે નમવાની જરૂર હોવાથી તમારે આજે કાર્ય કરવાની શૈલી બદલવી પડશે. રાજકીય, રમતગમત ક્ષેત્રના આગેવાનો, શિક્ષણવિદો, ઝવેરીઓ અને કોર્પોરેટ ટીમ લીડર્સે ઓફરને અવગણવી જોઈએ કારણ કે તે મુશ્કેલ ડીલ જણાય છે. સંપત્તિના મામલા વિલંબમાં રહેશે. ધનલાભ મધ્યમ છે પરંતુ વિવાદ વગરના છે. માનસિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે આજે મોડે સુધી કામ ન કરતા. મેડિકલ ક્ષેત્રના લોકો, સ્પોર્ટ્સ કેપ્ટન્સ, સોલાર બિઝનેસ, એન્જિનિયર્સ અને સરકારી અધિકારીઓને આજે ખાસ નવી ઓફર મળશે. ખેતી અને શિક્ષણ ક્ષેત્રને નફો થતો જણાય છે.

  મુખ્ય કલર: ભૂરો અને પીળો

  લકી દિવસ: રવિવાર

  લકી નંબર: 9

  દાન: આશ્રમમાં ઘઉંનું દાન કરો

  નંબર-2 :

  તમારી વફાદારી અને પ્રામાણિકતા એ જ તમારા જીવનનું ચાર્મ છે, તે તમને લીડર અને બીજાને તમારા અનુયાયીઓ બનાવે છે. લોકો તમારી નિર્દોષતાનો દુરૂપયોગ કરવાનો પ્રયાસ કરશે જેથી બુદ્ધિ વાપરવાનું ભૂલતા નહીં. એક્સપોર્ટ ઇમ્પોર્ટ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, બ્રોકર્સ, ટ્રાવેલ એજન્સીઓ, સ્ટોક માર્કેટ અને પાર્ટનરશિપ કંપનીઓને સફળતા મળશે.

  મુખ્ય કલર: ભૂરો

  લકી દિવસ: સોમવાર

  લકી નંબર: 2

  દાન: પશુઓને તેલનું દાન કરો

  નંબર-3:

  તમારી ક્ષમતા અને ફલેક્સિબલ જીવનશૈલી કારકિર્દીમાં નવી ઓફર તરફ દોરી જશે. તમારા સર્જનાત્મક વિચારો અને મેજિકલ વાણી નોકરીએ તમારા બોસને અને ઘરે પરિવારને આકર્ષિત કરશે. તમે તમામ પરિસ્થિતિઓમાં કામ કરવા માટે પૂરતા ફલેક્સિબલ રહેશો, સફળતા બહુ દૂર નથી. આજે તમારે પૈસા અને સામાન સાચવવામાં સાવચેત રહેવું જોઈએ. સર્જનાત્મક લોકો અને જાહેર વ્યક્તિઓ આજે ખ્યાતિ મેળવશે. સ્પોર્ટ્સના કોચ વિજય અને નાણાં મેળવશે. બાંધકામ અને કૃષિ ક્ષેત્રે રોકાણ માટે સારો સમય છે. સવારે કપાળ પર ચંદન લગાવો.

  મુખ્ય કલર: નારંગી અને ભૂરો

  લકી દિવસ: ગુરુવાર

  લકી નંબર: 3 અને 9

  દાન: ગરીબોને સૂર્યમુખીનું તેલ દાન કરો

  નંબર 4:

  આજે તમને પૈસા કમાવાની પદ્ધતિઓના વિચારો જ આવ્યા કરશે. તેને અમલના મુકવા જોઈએ. ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકો વધુને વધુ પ્રગતિ કરશે. પૈસાની બાબતમાં કોઈની સાથે પ્લાન શેર કરશો નહીં. વિદ્યાર્થીઓએ રસ હોય તો સરકારી નોકરી માટે અરજી કરવી જ જોઇએ. તે ફાયદાકારક રહેશે. લીલા પાંદડાવાળા શાકભાજીનું દાન નસીબને વધુ સારું કરવામાં મદદ કરશે. સ્પોર્ટસમેન અને સર્જનોનો આર્થિક લાભ વધશે અને પ્રદર્શન માટે તેઓની પ્રશંસા પણ કરવામાં આવશે. પરિવાર અને મિત્ર સાથે સમય પસાર કરવા સમય નહીં નીકળે, તેથી તેમની ફરિયાદો શાંતિથી સાંભળો. આજે દાન કરવું જ જોઈએ.

  મુખ્ય કલર: ભૂરો

  લકી દિવસ: મંગળવાર

  લકી નંબર: 9

  દાન: ભિખારીઓને ફૂટવેરનું દાન કરો

  નંબર 5:

  પ્રેમમાં પડેલા લોકો માટે આ મુશ્કેલ દિવસ છે, પરંતુ પ્રોફેશનલ લાઇફમાં વૃદ્ધિ થશે. પાર્ટનરને તમારી લાગણીઓ જણાવવા માટે સારો દિવસ છે. મશીનરી ખરીદવા, સંપત્તિ વેચવા, સત્તાવાર દસ્તાવેજો પર સહી કરવા તેમજ સફર માટે બહાર જવા માટે ઉત્તમ દિવસ છે. ન્યૂઝ એન્કર, એક્ટર્સ, હેન્ડીક્રાફ આર્ટિસ્ટ, એન્જિનિયર્સ માટે તાળીઓ પડશે. આજે ભોગવિલાસથી દુર રહો કારણ કે તે તમને દુશ્મનો દ્વારા ફસાવવાની યુક્તિ હોઈ શકે છે

  મુખ્ય કલર: એક્વા

  લકી દિવસ: બુધવાર

  લકી નંબર: 5

  દાન: અનાથાશ્રમમાં બાળકોને લીલા ફળોનું દાન કરો

  નંબર 6:

  નવી તકોની શોધ કરવા અને આનંદ માટે મુસાફરી કરવા માટે સારો દિવસ છે. જો લક્ષ્ય તરફ સખત મહેનત કરશો તો આજે આનંદદાયક પરિણામ મળશે. આજે સમય તમારા કર્મની સાથે છે જેથી તમારા સપના પૂરા કરવા માટે તૈયાર રહો. તમે આજે તમામ પ્રકારની લક્ઝરી માણશો. પારિવારિક સ્નેહ અને સહયોગ સમૃદ્ધિ લાવશે. જવાબદારીઓ નિભાવવામાં દિવસ પસાર થશે. રિટેલર્સ, શિક્ષકો, જ્વેલર્સ, કોસ્મેટિક્સ બિઝનેસ, ડિઝાઇનર્સ, વકીલો, ટેકીઝ, રાજકારણીઓ અને કલાકારોને સ્થિરતા મળશે.

  મુખ્ય કલર: આસમાની ભૂરો

  લકી દિવસ: શુક્રવાર

  લકી નંબર: 6 અને 9

  દાન: ગરીબોને સફેદ ચોખાનું દાન કરો

  નંબર 7:

  વાણીમાં નરમાશ જાળવી રાખો અને તમારી નજીકના લોકોને જજ કરવાનું ટાળો. ટૂંક સમયમાં જીવનના તમામ ક્ષેત્રોમાં સંબંધો, પરફોર્મન્સ અને નાણાકીય લાભ મળશે. આજે વ્યવસાયમાં સંબંધીઓ અને મિત્રોથી સાવચેત રહો. સ્પોર્ટ્સમેને વધુ વિવાદ ટાળવા માટે હરીફોથી દૂર રહેવું. વિજાતીય પાત્ર ભાગ્ય વધારવામાં મદદ કરશે. ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભગવાન શિવની આરાધના કરવી.

  મુખ્ય કલર: પીળો અને ભૂરો

  લકી દિવસ: સોમવાર

  લકી નંબર: 3

  દાન: પીળા કઠોળનું દાન કરો

  નંબર 8:

  આજનો દિવસ આક્રમકતા અને આવેગમાં નિર્ણયો ન લેશો. આજે નફો વધતો જણાય. આસપાસના બધા લોકો તમારા વફાદાર અનુયાયીઓ હોવાથી નેતૃત્વ પામવાનો સમય છે. સ્વાસ્થ્યની કાળજી લેવાની અને પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર છે. ચેરિટી જાદુઈ ભૂમિકા ભજવશે. હરિયાળા બગીચા અને છોડની આસપાસ થોડો સમય પસાર કરો. કારકિર્દી સાથે સંબંધિત તમારા નિર્ણયો ભવિષ્ય માટે યોગ્ય રહેશે, ફક્ત તમારા મેન્ટરનું માર્ગદર્શન લો અને પછી અનુસરો.

  મુખ્ય કલર: જાંબલી

  લકી દિવસ: શુક્રવાર

  લકી નંબર: 6

  દાન: ગરીબોને છત્રી દાન કરો

  નંબર 9:

  શિક્ષકો, એક્ટર્સ, જ્યોતિષીઓ, કાઉન્સેલર્સ, પાઇલટ્સ, વકીલો, શેફ, હોટેલિયર્સ, ડોક્ટર્સ, હીલર્સ, ફાર્માસિસ્ટ, સર્જન, રાજકારણીઓ, વૈજ્ઞાનિકો અને સ્પોર્ટસમેનને ઇનામો અને ઓળખ મળશે. આજનો દિવસ પ્રસિદ્ધિ, આનંદ, ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર છે. તેનો ઉપયોગ તમારા ઉદ્દેશ્ય તરફ દિશામાં ચેનલાઇઝ કરવા માટે કરો. નાણાકીય લાભ અને સંપત્તિ નોંધણીઓ આજે સરળતાથી થવાની સંભાવના છે. પરસ્પર વિશ્વાસ અને સમૃદ્ધિના કારણે સંબંધ વધુ મજબૂત બનશે.

  મુખ્ય કલર: લાલ

  લકી દિવસ: મંગળવાર

  લકી નંબર: 9

  દાન: ગરીબોને લાલ મસૂર દાન કરો

  8 જૂનના રોજ જન્મેલી ફેમસ પર્સનાલિટીઃ શિલ્પા શેટ્ટી, રાજેન્દ્ર નાથ, ડિમ્પલ કાપડિયા, આતિશી, રણદીપ રાય
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Astrology, Horoscope, Numerology, Numerology Suggestions, Zodiac signs

  આગામી સમાચાર