Home /News /dharm-bhakti /

Aaj nu Rashifal, 8 April 2022: આ રાશિના જાતકોને પરિશ્રમ કરવાથી મુશ્કેલ કામમાં મળશે સફળતા, જાણો આપનું રાશિફળ

Aaj nu Rashifal, 8 April 2022: આ રાશિના જાતકોને પરિશ્રમ કરવાથી મુશ્કેલ કામમાં મળશે સફળતા, જાણો આપનું રાશિફળ

આજનું રાશિફળ

Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 8 April 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશેએ આજે 8 April 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?

વધુ જુઓ ...
  Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 8 April 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 8 April 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya).

  મેષ રાશિફળ (Aries):ગણેશજી કહે છે, પ્રેમ પ્રસંગમાં ભાવનાત્મક સંબંધ ગાઢ બનશે. ક્યારેક તમારો ગુસ્સાવાળો સ્વભાવ તમારા કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે. વ્યપારિક મામલે આજે કોઇ મોટો નિર્ણય લેતા સમયે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આળસના કારણે થોડા અધૂરા કામ છૂટી શકે છે. ભવિષ્યને લગતી યોજનાઓમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે.

  વૃષભ રાશિફળ (Taurus):ગણેશજી કહે છે, કોઇ મુશ્કેલ કાર્યને પોતાના પરિશ્રમ દ્વારા ઉકેલવાની ક્ષમતા રાખશો. આ સમયે પોતાના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. વેપારમાં એક નિશ્ચિત રણનીતિ બનાવીને કામ કરવું. શરદીના કારણે માથાનો દુખાવો થઇ શકે છે. રાજનૈતિક ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોનું વર્ચસ્વ વધશે.

  મિથુન રાશિફળ (Gemini):ગણેશજી કહે છે, ઘણાં સમયથી કોઇ અટવાયલું પેમેન્ટ પણ મળી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસને લઇને સાવધાન રહેવું. વ્યસ્તતાના કારણે ઘર-પરિવારને સમય આપી શકશો નહીં. આજે કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ થોડી ધીમી રહેશે. કોઇ નજીકના મિત્રનો સહયોગ તમારા આત્મવિશ્વાસને વધારશે.

  કર્ક રાશિફળ (Cancer):ગણેશજી કહે છે, કોઇ જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી વધારે રાહત અનુભવ થશે. જોખમી કાર્યોથી દૂર રહો. કેમ કે તેના દ્વારા નુકસાન થવાની સ્થિતિ બની શકે છે. પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં સારું તાલમેલ જળવાયેલું રહેશે. કાર્યક્ષેત્રમાં તમે તમારી હિંમત અને વિશ્વાસ દ્વારા અનેક અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

  સિંહ રાશિફળ (Leo):ગણેશજી કહે છે, પોતાના ઉપર વિશ્વાસ રાખીને કામ કરો. સમય પ્રમાણે પોતાના સ્વભાવમાં ફેરફાર લાવવો જરૂરી છે. ઘરમાં સભ્યોનો એકબીજા સાથે તાલમેલ પ્રેમપૂર્ણ તથા આત્મીય રહેશે. આર્થિક દૃષ્ટિએ પણ આજનો દિવસ સફળતાદાયક રહેશે. કાર્યક્ષેત્રમાં તમારું મેનેજમેન્ટ તથા કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ કામની ગતિને વધારશે.

  કન્યા રાશિફળ (Virgo):ગણેશજી કહે છે, ક્યારેક આળસમાં બેદરકારીના કારણે તમે થોડા કામ ટાળવાની કોશિશ કરી શકો છો. જો કોઇ પાર્ટનરશિપને લગતી ગતિવિધિઓ ઉપર કામ કરી રહ્યા છો તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરો. સાંધામાં દુખાવો વધી શકે છે. પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખવું તમારી જવાબદારી છે. ઉન્નતિના અવસર પણ બનશે તથા તમારા કામ જાતે જ બનતાં જશે.

  તુલા રાશિફળ (Libra): ગણેશજી કહે છે, થોડા ખોટા કાર્યોમાં સમય પસાર કરવાથી તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોમાં મુશ્કેલીઓ આવશે. યુવાઓને કરિયરને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી રાહત અને સુકૂન પ્રાપ્ત થશે. પેટ અને કબજિયાતની પરેશાની રહેશે. પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલાં રહેશે. કોઇ નવા કામની શરૂઆત કરવા માટે સમય અનુકૂળ નથી.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio): ગણેશજી કહે છે, વધારે ભાગદોડના કારણે થાક રહેશે. અચાનક જ કોઇ શુભ સમાચાર મળવાથી દિવસ ખૂબ જ ઉત્તમ પસાર થશે. રૂપિયા ઉધાર લેવા કે દેવાનું ટાળો. વેપારમાં તમારી કાર્યપ્રણાલી તથા યોજનાઓને કોઇ સામે જાહેર ન કરો. તમારી પારિવારિક વ્યવસ્થાને જાળવી રાખવા અન્યની સલાહ થી દૂર રહો.

  ધન રાશિફળ (Sagittarius):ગણેશજી કહે છે, કોઇપણ ફોનકોલને નજરઅંદાજ ન કરો. કોઇપણ મહત્ત્વપૂર્ણ યોજના બનાવતી સમયે અન્યની જગ્યાએ પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપો. પતિ-પત્નીમાં એકબીજાનો સહયોગ અને મધુરતા રહેશે. આ સમયે વ્યવસાયમાં વધારે મહેનત તથા થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત છે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે.

  મકર રાશિફળ (Capricorn): ગણેશજી કહે છે, ઘરમાં રિનોવેશન તથા પરિવર્તનને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજનાઓ બનશે. વડીલ વ્યક્તિઓની સલાહ તથા માર્ગદર્શન ઉપર જરૂર અમલ કરો. પતિ-પત્નીના સંબંધ સુખદ તથા સહયોગાત્મક રહેશે. આ સમયે તમને તમારા કાર્યમાં મહેનત પ્રમાણે પરિણામ મળી શકશે નહીં.

  કુંભ રાશિફળ (Aquarius):ગણેશજી કહે છે, ઘરમાં વડીલોનું માન-સન્માન જાળવી રાખો. રોકાણને લગતી ગતિવિધિઓ પણ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. પોઝિટિવ લોકો સાથે થોડો સમય પસાર કરો. ઘરના કોઇ કુંવારા સભ્યના લગ્ન માટે સંબંધ આવવાથી સુખમય વાતાવરણ રહેશે. વ્યવસાયિક સ્થળે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય સારો છે.

  મીન રાશિફળ (Pisces):ગણેશજી કહે છે, કોઇપણ મુશ્કેલી આવવાથી પારિવારિક સભ્યોની સલાહ અવશ્ય લો. સમય પ્રમાણે પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. આ સમયે ગ્રહ સ્થિતિ ખૂબ જ શુભદાયક છે. પતિ-પત્નીનો એકબીજા સાથે સંબંધ સારો જળવાયેલો રહેશે. આજે મન પ્રમાણે કોઇ વ્યવસાયિક કોન્ટ્રેક્ટ મળી શકે છે.  (By Chirag Daruwalla – Son of Astrologer Bejan Daruwalla)
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Daily Horoscope, Gujarati Rashifal, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati

  આગામી સમાચાર