Aaj nu Rashifal, 31 October 2021: આ રાશિના જાતકોને લાંબા સમયથી અટવાયેલા રૂપિયા મળશે, આજનું રાશિ ભવિષ્ય

તમારી રાશિ અનુસાર જુઓ કેવો રહેશે તમારો આજનો દિવસ, જુઓ રાશિભવિષ્ય

Aaj nu Rashifal, 31October 2021: આજે તમારા ભાગ્યમાં શું છે? જુઓ તમારી રાશિ પ્રમાણે તમારા સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી અંગેની તમામ માહિતી વિશે.

 • Share this:
  Daily Horoscope, Aaj nu Rashi Bhavishya, Rashifal for 31-10-2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે  31-10-2021 (Rashifal for 31-10-2021) દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? ચાલો જાણીએ તમાર રાશિના જાતકોનું આજનું રાશિભવિષ્ય (Aaj nu RashiBhavishya).

  મેષ રાશિફળ (Aries): ગણેશજી કહે છે, આજે તમારા પ્રયાસ સફળ થશે. મોટાભાગના કાર્યોમાં તમને સફળતા મળશે. વેપાર વ્યવસાયમાં ઉજ્જવળ તકો જોવા મળશે. ઘરમાં તમામ લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહેશે. દિલ અને દિમાગના સંતુલનથી સફળતા મળશે. તમારા સ્ટાફ પર પણ નજર રાખજો.

  વૃષભ રાશિફળ (Taurus):ગણેશજી કહે છે, ઓફિસમાં સહયોગીઓ તમારા ટીમવર્કના પ્રયાસને સારી રીતે સમજશે અને તમારી મદદ માટે આગળ આવશે. લાંબા સમયથી ચાલી આવી રહેલો કાયદાકીય વિવાદ અને ઝઘડાનો આજે અંત આવી શકે છે. સારા માણસો તમને પ્રેરણા આપશે.

  આ પણ વાંચો: Dhanteras 2021 : ધનતેરસના દિવસે બની રહ્યો છે ત્રિપુષ્કર યોગ, આવી રીતે થશે ત્રણ ગણો લાભ

  મિથુન રાશિફળ (Gemini) :ગણેશજી કહે છે, તમારા વિચારોને અમલમાં મુકવાની તક મળશે. કોઈ ખાસ વ્યક્તિના કારણે સાંજ સુધીમાં તમારા ખિસ્સા પર ભાર વધી શકે છે, પરંતુ દરેક વખતે રૂપિયાનો ફાયદો-નુકસાન જોવાના બદલે સંબંધોની મજબૂતી પર ખાસ ધ્યાન આપજો. એનાથી ફાયદો થઈ શકે છે.

  કર્ક રાશિફળ (Cancer) :ગણેશજી કહે છે, આજે તમે ઉત્સાહથી જે પણ કામ કરશો તેનાથી તમને ચોક્કસ સફળતા મળશે. બપોર પછી મોટાભાગના કામમાં સફળતા મળી શકશે. જૂના અને લાંબા સમયથી અટવાયેલા રૂપિયા તમને મળી શકે છે. જો તમે કોઈ બિઝનેસમેન હોવ તો ડિલ કરતા પહેલાં ખાસ તપાસ કરી લેજો.

  સિંહ રાશિફળ (Leo) : ગણેશજી કહે છે, ઓફિસમાં આજે તમારે ખૂબ જ કામ રહેશે. ભાગદોડ કર્યા પછી તેનો ફાયદો પણ ચોક્કસ મળશે. તમારી પ્રતિભા પર વિશ્વાસ રાખો અને એ યાદ રાખો કે કંઈ પણ કરી છૂટવા માટે વધારે પડતી દોડાદોડીની જરૂર નથી પડતી. તમારા પ્રેમીનો મૂડ આજે સારો રહેશે.

  આ પણ વાંચો: Dhanteras 2021 : ધનતેરસના દિવસે બની રહ્યો છે ત્રિપુષ્કર યોગ, આવી રીતે થશે ત્રણ ગણો લાભ

  કન્યા રાશિફળ (Virgo) :  ગણેશજી કહે છે, ફાઈનાન્સ સાથે સંકળાયેલા કેટલાક નિર્ણયો આજે લઈ શકો છો. આજે કોઈ નવું કામ હાથમાં ન લેતા. કોઈ પણ વ્યવસાયમાં રોકાણ કરતા પહેલાં ચોક્કસ વિચારજો. વાદ વિવાદ થઈ શકે છે. તમારો જૂનો પ્રેમ પાછો આવી શકે છે. સાંજના સમયે ઘરના લોકો સાથે શોપિંગ માટે જવાનો પ્લાન બની શકે છે.

  તુલા રાશિફળ (Libra) : ગણેશજી કહે છે, ઘરના રોજિંદા કામકાજ પૂરા કરવામાં મોટાભાગનો સમય પસાર થઈ જશે, પરંતુ એક બાદ એક તમે તમારા કાર્યોને પૂરા કરશો તો છેલ્લે તમને સંતોષ મળશે. યાદ રાખજો, સંતોષ મેળવવો એ સૌથી મોટી ઉપલબ્ધિ છે. કોઈ કાયદાકીય કાગળો પર સહી કરો તો પહેલાં તેને વાંચી લેજો.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio) : ગણેશજી કહે છે, તમારામાંથી કેટલાંક લોકોનું દિલ આધ્યાત્મ કે મેડિટેશનમાં લાગી શકે છે. કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કરવાનો પ્લાન બનાવી શકો છો. કોઈ નવી ડિલ તમારી શરતો પર ફાઈનલ થઈશકે છે, પરંતુ ધ્યાન રાખજો કે આ વાતની જાણ કોઈને કરતા નહીં. સફળતા મળતા આજે તમારૂ મનોબળ વધશે.

  આ પણ વાંચો: પૈસા અને સફળતા બાબતે આ 4 રાશિના લોકો હોય છે ખૂબ ભાગ્યશાળી, ઝડપથી મેળવે છે સિદ્ધિ

  ધન રાશિફળ (Sagittarius) : ગણેશજી કહે છે, જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ તમારી સાથે છે, એટલે જો ઓફિસમાં કામનું ભારણ વધી જાય તો ઘરના લોકોની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પ્રમોશન કે પગાર વધારાને લઈને વાચતીત થઈ શકે છે. આજે કોઈને ઉધાર આપો તો સો વાર વિચાર કરી લેજો.

  મકર રાશિફળ (Capricorn) : ગણેશજી કહે છે, આજે તમારા માટે સારો દિવસ છે અને લાભ થશે. કામકાજમાં પડતી મુશ્કેલીઓ દૂર થશે અને સફળતાના યોગ દેખાઈ રહ્યાં છે. આસ પાસની યાત્રા કરવી પડી શકે છે. નવા લોકો સાથે સંબંધ બનાવવાથી તમને ફાયદો થઈ શકે છે. શું ખબર કે બિઝનેસની સાથે સાથે પ્રેમની ડિલ પણ ફાઈનલ થઈ જાય.

  કુંભ રાશિફળ (Aquarius) : ગણેશજી કહે છે, રચનાત્મક કાર્યો તરફ તમારૂ મન વળશે. આડી અવળી વાતોના બદલે તમારા શોખને આગળ વધારવાનું વિચારજો. રૂપિયાની સમસ્યા આવશે પણ સાંજ સુધીમાં તે પણ ટળી જશે. કોઈ મિત્ર તમારી પાસે ઉધાર માગે તો તમારી સ્થિતિ સ્પષ્ટ રીતે કહી દેજો.

  આ પણ વાંચો:Vaastu Tips: પોતાની રાશિ અનુસાર ખરીદો ઘર, જીવનમાં હંમેશા રહેશે સુખ-શાંતિ

  મીન રાશિફળ (Pisces) :ગણેશજી કહે છે, દિવસની શરૂઆત ધીમી રહેશે. સવારથી જે વાતોથી લઈને તમે પરેશાન હશો બપોર સુધીમાં તમને એ વાતોથી ખુશી મળશે. ઓફિસમાં તમારી જગ્યા બનાવવા માટે સમજી વિચારીને કામ લેજો. વિકાસ સાથે સંકળાયેલા કાર્યોમાં તમને સાંજ સુધી પરિણામ મળી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ખાસ  ધ્યાન રાખજો.

  (By Astro Friend Chirag – Son of Astrologer Bejan Daruwalla)
  Published by:kuldipsinh barot
  First published: