Home /News /dharm-bhakti /Aaj nu Rashifal, 28 May 2022: મેષ રાશિના જાતકો ઘર અને કામ પ્રત્યે ગંભીર રહેશો, જાણો રાશિફળ
Aaj nu Rashifal, 28 May 2022: મેષ રાશિના જાતકો ઘર અને કામ પ્રત્યે ગંભીર રહેશો, જાણો રાશિફળ
આજનું રાશિફળ
Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 28 May 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 28 May 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?
Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 28 May 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 28 May 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya).
મેષ રાશિફળ (Aries):
ગણેશજી કહે છે, દિવસની શરૂઆતમાં થોડો તણાવ રહી શકે છે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. ધનના લાભ સાથે-સાથે વ્યયની પણ સ્થિતિ બની શકે છે. તમે જે નવા કામને શરૂ કર્યું છે, તેમાં મહેનત પછી જ સફળતા મળશે.
વૃષભ રાશિફળ (Taurus):
ગણેશજી કહે છે, અકારણ જ કોઇ વિવાદમાં પડશો નહીં. આજે કંઇક નવું કરવાની ઇચ્છા અને જોશ રહેશે. પારિવારિક પરિસ્થિતિઓ સુખદ અને સુખમય રહેશે. રાજનૈતિક અને મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક વ્યવસાયમાં નવા કરાર પ્રાપ્ત થશે.
મિથુન રાશિફળ (Gemini):
ગણેશજી કહે છે, આજે મોટાભાગનો સમય માર્કેટિંગને લગતા કાર્યોમાં પસાર થશે. આજે સ્વાસ્થ્યમાં થોડી નબળાઇ અને થાક અનુભવ થશે. ઘરમાં થોડી સુખ-સુવિધાઓને લગતી વસ્તુઓની ખરીદદારી થશે. તમારી કોઇપણ ગતિવિધિમાં જીવનસાથીને સામેલ કરો.
કર્ક રાશિફળ (Cancer):
ગણેશજી કહે છે, કાર્યસ્થળમાં કોઇ મુશ્કેલી આવવાથી કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે ઉપયોગી રહેશે. પ્રેમ સંબંધમાં ભાવનાત્મક સ્તર ગાઢ બનશે. અચાનક જ કોઇ ખર્ચ સામે આવવાથી આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. તમે કોઇ વિશેષ કાર્યને પૂર્ણ કરવા માટે કોશિશ કરતાં રહેશો.
સિંહ રાશિફળ (Leo):
ગણેશજી કહે છે, નોકરી કે વ્યવસાયમાં કોઇ પ્રકારે પેપરને લઇને ગડબડી થઇ શકે છે. આ સમયે ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારા ભાવી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોગ્ય રીતે કામ કરવાની તમારી રીત સફળ થશે. વિના કારણે કોઇના કાર્યોમા દખલ આપશો નહીં.
કન્યા રાશિફળ (Virgo):
ગણેશજી કહે છે, પારિવારિક વાતાવરણ સુખદ તથા પ્રેમ પૂર્ણ રહી શકે છે. રાજકીય કાર્યોમાં કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિની મદદ મળી શકે છે. કોઇ વિવાદિત મામલો કોઇની દખલ દ્વારા ઉકેલાઇ શકે છે. ઘરના કોઇ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને ચિંતા પણ રહેશે.
તુલા રાશિફળ (Libra):
ગણેશજી કહે છે, જીવનસાથીસાથે ઘરની વ્યવસ્થાને લઇને થોડો તણાવ રહી શકે છે. કોઇ વસ્તુના ખોવાઇ જવાથી કે રાખીને ભૂલી જવાની સ્થિતિ બની શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા સિદ્ધાંતો ઉપર અડગ રહેવું તમારા વ્યક્તિત્વને વધારે નિખારશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
ગણેશજી કહે છે, કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી તમે ફ્રેશ રહેશો. વ્યવસાયમાં આ સમયે આર્થિક સ્થિતિ અનુકૂળ રહેશે. પારિવારિક મામલાઓને શાંતિથી ઉકેલો. થોડી નકારાત્મક વાતો પણ સામે આવી શકે છે.
ધન રાશિફળ (Sagittarius):
ગણેશજી કહે છે, પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે. કામકાજમાં તમે વ્યસ્ત રહી શકો છો. કામ વધારે હોવા છતાં તમે ઘર-પરિવાર માટે પણ સમય કાઢી લેશો. વાહન સાચવીને ચલાવો.કોઇ લક્ષ્ય તમારી આંખથી ઓઝલ થઇ શકે છે.
મકર રાશિફળ (Capricorn):
ગણેશજી કહે છે, આજનો દિવસ તમને અનેક રીતે સફળતા આપનાર રહેશે. પ્રેમ સંબંધ વધારે ગાઢ બનશે. શરદી, તાવ વગેરે થઇ શકે છે. તમારી કાર્યપ્રણાલીમાં ફેરફાર વ્યવસાય માટે પોઝિટિવ રહેશે. આજનો દિવસ તમને અનેક રીતે સફળતા આપનાર રહેશે.
કુંભ રાશિફળ (Aquarius)
ગણેશજી કહે છે, જીવનસાથીનો ઘર-પરિવાર પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે. તમારા ઈગો અને ગુસ્સા જેવી ખામીઓ ઉપર કાબૂ મેળવવાની કોશિશ કરો. વ્યક્તિગત વ્યસ્તતાના કારણે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં. તમારી મહેનત તથા કોશિશનું સારું પરિણામ સામે આવશે.
મીન રાશિફળ (Pisces):
ગણેશજી કહે છે, વ્યવસાયિક બધા જ કાર્યો યોગ્ય રીતે ચાલતાં રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આ સમયે તમારા વ્યવહારને સહજ જાળવી રાખો તો સારું રહેશે. આજે તમે યોજનાબદ્ધ રીતે તમારી કાર્યપ્રણાલી બનાવશો અને સફળ પણ રહેશો. (By Chirag Daruwalla – Son of Astrologer Bejan Daruwalla)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર