Home /News /dharm-bhakti /

Aaj nu Rashifal (આજનું રાશિફળ), 26 September 2021: વૃશ્ચિક રાશિના જાતકને મળાી શકે છે પ્રમોશન

Aaj nu Rashifal (આજનું રાશિફળ), 26 September 2021: વૃશ્ચિક રાશિના જાતકને મળાી શકે છે પ્રમોશન

આજનું રાશિ ભવિષ્ય

Aaj nu Rashifal, 26 September 2021: આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

  Daily Horoscope 26 September 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ (Today Horoscope) કેવો રહેશે એ આજે રવિવાર 26-09-2021 (Rashifal for Sunday 26-09-2021) દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે અને કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? સિંહ રાશિના જાતક માટે આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય માટે સાવચેત રહેવાનો છે. હવામાનના બદલાવથી વિકાર પેદા થઈ શકે છે. તો ચાલો જાણીએ તમામ રાશિના જાતકોનું આજનું રાશિભવિષ્ય (Aaj nu Rashi Bhavishya)

  મેષ રાશિફળ (Aries): ગણેશજી કહે છે, આજે તમે તમારા ગૌરવ માટે પૈસા ખર્ચ કરશો. આજે તમે તમારી વાણી અને કાર્યક્ષમતાથી ગરીબોને મદદ કરી શકશો અને અન્ય લોકોને તમારી તરફ આકર્ષિત કરી શકશો. પરિવારના સભ્યો સાથે સમય સારો રહેશે. વાણીમાં મધુરતા સંબંધોમાં પ્રેમની ભાવનામાં વધારો કરશે.

  વૃષભ રાશિફળ (Taurus): ગણેશજી કહે છે, આજે તમે ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સહકાર આપશો. જો તમે ધંધો કરી રહ્યા છો તો આજે તમારા ધંધામાં પણ કેટલાક નવા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ ફેરફારો તમને ભવિષ્યમાં લાભ અપાવશે. સાંજથી રાત સુધી સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું.

  મિથુન રાશિફળ (Gemini): ગણેશજી કહે છે, તમારા માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. સખત મહેનત કરશો તો તમને સફળતા મળશે. નોકરી-ધંધા સંબંધિત તમને કોઈ સારા સમાચાર મળશે. તમે નવી બાબતોમાં રોકાણ કરશો. તમને ક્ષેત્રમાં વિશેષ માન મળે તેવી સંભાવના છે. પરિવારમાં વિવાદ થઈ શકે છે.

  કર્ક રાશિફળ (Cancer): ગણેશજી કહે છે, આજે તમે ઘણી પ્રવૃત્તિઓમાં ભાગ લેશો. આ સમયમાં આધ્યાત્મિકતા દ્વારા જ્ઞાનમાં વૃદ્ધિ થશે. સાંજથી મોડી રાત સુધી તમારી રાહત વધશે. તમારી બુદ્ધિ, સમજશક્તિ, નવા કાર્યો શોધવામાં વ્યસ્ત રહેશે. જો તમે અન્યની ખામીઓને શોધવાનું બંધ કરો છો તો તમારી શાન વધી શકે છે.

  સિંહ રાશિફળ (Leo): ગણેશજી કહે છે, આજે આખો દિવસ એકસાથે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં ધ્યાનમાં રાખો કે આજે મનને શાંત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે તમારે દરેક પગલે અસહકાર અને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેટલાંક કર્મચારીઓ સાથે દલીલો પણ થઈ શકે છે.

  કન્યા રાશિફળ (Virgo): ગણેશજી કહે છે, આજે આખો દિવસ કોઈ બીજા કામમાં મન પરેશાન રહેશે. તમારા બાળકો અને પત્ની પ્રત્યેનો તમારો પ્રેમ વધશે. તમને આજે પ્રમોશન મળશે. સાંજ સુધીમાં તમે અન્ય લોકો અને મુલાકાતીઓને તમારી તરફ આકર્ષિત કરવામાં સફળ થશો. રાત્રે અચાનક મહેમાનો આવવાના કારણે અસુવિધા થશે.

  તુલા રાશિફળ (Libra): ગણેશજી કહે છે, આજે તમારા પ્રભાવમાં વધારો થશે. જો કે આજે તમે તમારી જાતથી ખુશ રહેશો. કોઈપણ વિરોધીની ટીકા તરફ ધ્યાન ના આપીને આજે તમે તમારું કાર્ય ચાલુ રાખશો. સાંજથી મોડી રાત સુધી આવા બિનજરૂરી ખર્ચો સામે આવશે જે મજબૂરી હેઠળ કરવા પડશે.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio): ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે નવી શક્યતાઓ લાવશે. નોકરીમાં સિનિયરની મદદથી તમને પ્રમોશન મળશે. જો તમે ધંધો કરો છો તો આજે તમારે થોડું વધારે કામ કરવું પડશે. વડીલોના આશીર્વાદથી આજે તમને કાર્યમાં સફળતા મળશે. સાંજનો સમય સંગીત અને જોવાલાયક સ્થળોમાં પસાર થશે.

  ધન રાશિફળ (Sagittarius): ગણેશજી કહે છે, મહેનતને કારણે સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. રાજ્ય અને સમાજ તરફથી ઇચ્છિત સહયોગ પ્રાપ્ત થશે. પરિવાર તરફથી પણ સારા સમાચાર મળવાના સંકેત છે. જો તમે નોકરી કરો છો તો તમારા અધિકારોમાં વધારો થશે, સાથે તમારી જવાબદારીઓ પણ વધશે.

  મકર રાશિફળ (Capricorn): ગણેશજી કહે છે, આજે તમારી ઘણી મનોકામનાઓ પૂર્ણ થશે. ફરવાથી કોઈ જરૂરી કામ પૂરા થઈ શકે છે. વ્યવસાયમાં આજે કરેલા પ્રયત્નો ભવિષ્યમાં ફળ આપશે. સફળતા મળશે. પરિવારમાં થોડો વિવાદ થશે, પરંતુ આ માટે તમારે ધૈર્ય રાખવો પડશે. શેર સંબંધિત બાબતોમાં લાભ થશે.

  કુંભ રાશિફળ (Aquarius): ગણેશજી કહે છે, આજનો દિવસ મિશ્રિત ફળદાયી છે. આજે બિનજરૂરી ખર્ચો આવશે જે તમને કારણ વિના ગુસ્સો અપાવશે. ધ્યાનમાં રાખો કે આ દ્વારા કરવામાં આવેલ કાર્ય બગડે છે, તેથી ધૈર્યથી કામ કરો. સાંજે કોઈ સારા સમાચારને કારણે તમારો ઉત્સાહ વધશે.

  મીન રાશિફળ (Pisces): ગણેશજી કહે છે, દિવસના પહેલા ભાગમાં તમારે થોડું વધારે કામ કરવું પડશે. સાંજ સુધીમાં ધનલાભની ઘણી તકો મળશે. જ્યારે પણ મુસાફરીની તકો આવે ત્યારે તમે હંમેશાં તૈયાર છો. આજે સાંજે પણ એવો જ પ્રસંગ બની શકે છે. પાર્ટીમાં કેટલાક સારા અને અસરકારક લોકો સાથે મુલાકાત થશે.

  (By Astro Friend Chirag – Son of Astrologer Bejan Daruwalla)
  Published by:kiran mehta
  First published:

  Tags: Daily Horoscope, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati, Rashifal

  આગામી સમાચાર