Home /News /dharm-bhakti /

Aaj nu Rashifal, 25 November 2021: આ રાશિના જાતકોના પ્રગતિના માર્ગ ખુલશે, જાણો આપનું રાશિફળ

Aaj nu Rashifal, 25 November 2021: આ રાશિના જાતકોના પ્રગતિના માર્ગ ખુલશે, જાણો આપનું રાશિફળ

આજનું રાશિફળ

Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 25-11-2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 25-11-2021 (Rashifal for 25-11-2021) દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે.

વધુ જુઓ ...
  Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for  25 November 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 25 November 2021 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya).

  મેષ રાશિફળ (Aries):ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે શુભ પરિણામ આપનારો છે. તમારી પ્રગતિ જોઈને લોકો આશ્ચર્ય પામશે. તમારી ખુશી પર તમારે નિયંત્રણ રાખવું જોઈએ અને સંયમથી કામ લેવું જોઈએ. તમે ઈચ્છો તો તમારી મહેનત અને ધગશથી પ્રગતિની આ ગતિને સ્થાઈ રાખી શકો છો.

  વૃષભ રાશિફળ (Taurus):ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવનારો રહેશે અને ભાગ્યનો સાથ પણ મળશે. ઘણા સંઘર્ષ બાદ આજે તમારી સમસ્યાઓનું સમાધાન આવી શખે છે. વધતા આર્થિક કષ્ટથી મુક્તિ મળશે. પાર્ટ ટાઈમ વ્યવસાય માટે પણ સમય કાઢવો સરળ રહેશે.

  મિથુન રાશિફળ (Gemini) : ગણેશજી કહે છે, તમારા માટે આજનો દિવસ ઘણો ભાગદોડ વાળો હોઈ શકે છે. વધારે મહેનતના પરિણામ પણ તમને લાભ આપનારા હોઈ શકે છે. હાલ તો તમે તમારા કાર્યોને ઉત્સાહપૂર્ણ પૂરા કરો. થોડા સમય બાદ તેનાથી પણ વધારે સારા કરાર તમને મળશે.

  કર્ક રાશિફળ (Cancer) :ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે શુભ છે. પરિવારમાં કોઈ પણ માંગલિક કાર્યના આયોજનની ચર્ચા થવાથી મન પ્રસન્ન રહેશે અને ભાગ્યનો સાથ મળશે. જીવન સ્તર સુધારવા માટે તમે જરૂરી વસ્તુઓની ખરીદી કરી શકો છો. સંધ્યાકાળના સમય કોઈ ખાસ મહેમાનનું આગમન થઈ શકે છે.

  સિંહ રાશિફળ (Leo) :ગણેશજી કહે છે, આજનો દિવસ થોડો પરેશાનીભર્યો રહી શકે છે. આજે તમારું મન વેપારની ચિંતામાં લાગેલું રહેશે કેમ કે છેલ્લા ઘણા દિવસોથી વેપાર નિયમિત નથી. અસ્થિરતા તમારો પીછો છોડી રહી નથી. આજે તમારે ઓફિસમાં પણ તાલમેલ બેસાડવામાં મુશ્કેલી નડી શકે છે.

  કન્યા રાશિફળ (Virgo) :ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે ચિંતા અને મુશ્કેલીઓવાળો રહેશે. કેટલીક મુશ્કેલીઓ વાસ્તવિક છે જ અને કેટલીક તમે જાતે લઈ લેશો. સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં વિરોધીઓની ભીડ તમારી સામે ઊભી હોઈ શકે છે. તમે તમારા સાહસ અને બુદ્ધિમાનીથી જ આ લોકોને પરાજય આપી શકો છો.

  તુલા રાશિફળ (Libra) :ગણેશજી કહે છે, આજ મનથી તમે સીધા અને સાચા રહેશો. બીજાનીસેવા કરવાનું તમને ઘણું સારું લાગે છે. આજનો દિવસ કોઈ બહેન ભાઈની ચિંતામાં પસાર કરશે. તમે હંમેશા જ પોતાના પરિવારની સલામતી માટે કટિબદ્ધ રહો છો. જો તમામની સહમતિ થશે તો કોઈ સ્થાન પરિવર્તનનો વિચાર પણ કરી શકો છો.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio):ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે શુભ છે અને તમને ક્યાંકથી શુભ સમાચાર પ્રાપ્ત થવાની પૂરી આશા છે. મન પ્રસન્ન રહેશે અને તમારા કાર્ય પૂરા થવાથી ઉત્સાહમાં વધારો થશે. વ્યવસાયના ક્ષેત્રમાં આવેલા તણાવને તમારા પર ભારે પડવા દેશો નહીં. નિરાશાજનક વિચારોને મનમાં ન આવવા દો, સમય ઘણો અનુકૂળ છે.

  ધન રાશિફળ (Sagittarius) :ગણેશજી કહે છે, આજે તમારો દિવસ શુભ રહેશે અને ભાગ્યનો સાથ મળતો રહેશે. પ્રગતિના ક્ષેત્રમાં ઘણા માર્ગ ખુલશે અને તમારા કાર્ય પૂર્ણ થશે. અધ્યયન અને અધ્યાત્મમાં રસ વધવો સ્વાભાવિક છે. વિવાદાસ્પદ પ્રકરણ સમાપ્ત થશે. કોઈને આજે રૂપિયા ઉધાર ન આપતા નહીં તો પાછા નહીં મળે.

  મકર રાશિફળ (Capricorn) :ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા પ્રત્યેક કાર્યમાં શુભ પરિણામ આપનારો સાબિત થઈ શકે છે. કોઈ નવા સંપર્કથી લાભ થવાની આશા છે અને તમારી યોજના સફળ રહેશે. અટકેલું ધન મુશ્કેલીથી મળશે, રોજબરોજના કામમાં બેદરાકરી દાખવશો નહીં. વ્યાવસાયિક પ્રગતિથી આત્મવિશ્વાસમાં વધારો થશે.

  કુંભ રાશિફળ (Aquarius) :ગણેશજી કહે છે, આજે તમારા પરિવારમાં એકતા વધશે. સાથે મળી બધા ઉતાર-ચઢાવનો સામનો કરશે. ઉચ્ચ અધિકારીઓની ઘનિષ્ટતાથી લાભ લેવાની સારી તક છે આજે મળી શકે છે. આયાત-નિકાસના વ્યવસાયની શરૂઆતનો નિર્ણય પણ આજે થઈ શકે છે. આધ્યાત્મ અને ધર્મમાં રસ વધવાથી મનને શાંતિ મળશે.

  મીન રાશિફળ (Pisces) :ગણેશજી કહે છે, તમારો દિવસ સુખદ છે અને તમારો મિલનસાર સ્વભાવ તમને બીજાને પ્રિય બનાવવામાં મદદ કરશે. ઓફિસમાં બોસ તમારા કામની પ્રશંસા કરશે અને ભાગ્યનો સાથ મળવાથી આગળ વધવાની તક મળશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને આજે કંઈક સારા સમાચાર સાંભળવા મળી શકે છે.  ( By Astro Friend Chirag – Son of Astrologer Bejan Daruwalla)
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Daily Horoscope, Horoscope today, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन