Aaj nu Rashifal (આજનું રાશિફળ), 25 August 2021: કર્ક રાશિના જાતક માટે આજનો દિવસ ઝડપથી આગળ વધવાનો

આજનું બુધવારનું રાશિ ભવિષ્ય

Aaj nu Rashifal, 25 August 2021: આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

  • Share this:
    Daily Horoscope 25 August 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ (Today Horoscope) કેવો રહેશે એ આજે બુધવાર 25-8-2021 (Rashifal for Wednesday 25-8-2021) દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે અને કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? મેષ રાશિ માટે જાતકોના પરિવારમાં શુભ કાર્યનું આયોજન થશે તો કર્ક રાશિ માટે આજનો દિવસ ઝડપથી આગળ વધવાનો છે. ચાલો જાણીએ તમાર રાશિના જાતકોનું આજનું રાશિભવિષ્ય (Aaj nu Rashi Bhavishya).

    મેષ રાશિફળ (Aries): ગણેશજી કહે છે, પરિવારમાં કોઈ શુભ કાર્યના આયોજન અંગે ચર્ચા થશે. તમારા જીવનધોરણને સુધારવા માટે તમારે ફક્ત તે વસ્તુઓ ખરીદવી જોઈએ જે કાયમી ઉપયોગ માટેની હોય. કોઈ વિશેષ મહેમાન સાંજે આવી શકે છે. આજે તમારું મન પ્રસન્ન રહેશે.

    વૃષભ રાશિફળ (Taurus): ગણેશજી કહે છે, આજે પ્રયાસ બાદ તમને પરેશાનીઓમાંથી થોડી રાહત મળશે. ધીમે ધીમે હવે તમારું નસીબ પણ તમને ટેકો આપશે. તમને જણાવી દઇએ કે આજે તમને વધતી આર્થિક મુશ્કેલીઓમાંથી પણ મુક્તિ મળશે. આજે કેટલાંક મહત્વપૂર્ણ કાર્ય માટે લાંબા અંતરની મુસાફરી થઈ શકે છે.

    મિથુન રાશિફળ (Gemini): ગણેશજી કહે છે, ખરીદી અને વેચાણના મામલે લાભ થશે. આજે તમને દિવસ દરમિયાન સારા સમાચાર મળશે. મિત્રો સાથે રમૂજ વધશે. બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર રહો. ધાર્મિક સ્થળોની મુસાફરીનો યોગ છે. લગ્ન જીવનમાં પ્રેમ રહેશે. આર્થિક મામલે આજનો દિવસ શુભ રહેશે.

    કર્ક રાશિફળ (Cancer): ગણેશજી કહે છે, આજનો સમય ઝડપથી આગળ વધવાનો છે. તમારી અનપેક્ષિત પ્રગતિ જોઈને દરેક જણ આશ્ચર્યચકિત થઈ જશે. તમે પણ તમારી સિદ્ધિઓ જોઈ શકો છો. પ્રગતિની આ ગતિ કાયમી રાખવી તે તમારું મુખ્ય કાર્ય હોવું જોઈએ, નહીં તો ભવિષ્યમાં તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે.

    સિંહ રાશિફળ (Leo): ગણેશજી કહે છે, સિંહ રાશિના લોકોને આજે કોઈપણ નવા સંપર્કથી લાભ મળશે. આ ઉપરાંત ભૂતકાળના સંદર્ભમાં સંશોધનનો લાભ આજે મળી શકે છે. જો તમારા પૈસા ઘણાં સમયથી અટક્યા છે તો આજે તમે તે મેળવી શકો છો. પરંતુ આ માટે તમારે પ્રયત્ન કરવો પડશે. પારિવારિક જવાબદારીઓમાં બેદરકારી ના રાખો.

    કન્યા રાશિફળ (Virgo): ગણેશજી કહે છે, કન્યા રાશિના લોકોને આજે ઉચ્ચ અધિકારીઓની નિકટતાનો લાભ મળવાની તક મળશે. આયાત-નિકાસના ધંધામાં પણ નફાનો યોગ છે. આધ્યાત્મિકતા અને ધાર્મિક કાર્યમાં પણ રુચિ વધશે. મુસાફરીનો યોગા બની રહ્યો છે, સમયનો ઉપયોગ સાથે તમારો સિતારો ચમકશે.

    તુલા રાશિફળ (Libra): ગણેશજી કહે છે, આજનો દિવસ બહેન અને ભાઈની ચિંતામાં વિતાવશો. કદાચ આજે તમે તેમની કારકિર્દી અથવા વ્યક્તિગત જીવનને સેટ કરવા માટે ટેન્શનમાં છો. પરંતુ ધ્યાનમાં રાખો કે આ બધી સમસ્યાઓ તમારા પ્રયત્નોથી પણ ઉકેલાઈ શકે છે. પરિવાર પ્રત્યે તમારું આ સમર્પણ તમને સુખ આપશે.

    વૃશ્ચિક રાશિફળ (Scorpio): ગણેશજી કહે છે, આજે પરિવારમાં સારા સમાચાર મળશે. પરંતુ કાર્ય-વ્યવસાયના ક્ષેત્રમાં આવતી સમસ્યાઓ તમારા પર ભારે ના થવા દો. નહીં તો તમારો માનસિક તણાવ પણ વધી શકે છે. તે તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે નહીં. જો તમારે કોઈ નવા કામમાં રોકાણ કરવું હોય તો સમજદારીપૂર્વક કરો.

    ધન રાશિફળ (Sagittarius): ગણેશજી કહે છે, ધન રાશિના લોકો આજે ધંધાને લઈને ખાસ ચિંતિત રહેશે. જેનું કારણ એ છે કે છેલ્લાં ઘણાં દિવસોથી તમારો વ્યવસાય નિયમિત રહ્યો નથી. પરંતુ ધ્યાનમાં રાખો કે અસ્વસ્થ થવાની જગ્યાએ જો તમે વ્યવસાયની સમસ્યા ઉકેલવાનો કોઈ માર્ગ શોધવાનો પ્રયાસ કરો છો તો તે તમારા માટે સારું રહેશે.

    મકર રાશિફળ (Capricorn) : ગણેશજી કહે છે, આજે અભ્યાસ અને અધ્યાત્મમાં રુચિ વધવાની સંભાવના છે. વિવાદપૂર્ણ બાબતોનો અંત આવશે. આજે કોઈને ઉધાર આપવાનું ટાળો. નહીં તો તે પરત મળવાની સંભાવના નહિવત્ છે. તમારા માતા-પિતા અને ગુરુની સેવા અને આદર કરો. જે તમને દરેક ક્ષેત્રમાં લાભ આપશે.

    કુંભ રાશિફળ (Aquarius) : ગણેશજી કહે છે, કુંભ રાશિના લોકો આજે કોઈ કારણોસર ચિંતિત અને પરેશાન રહેશે. કેટલીક સમસ્યાઓ વાસ્તવિક હશે. આજે સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં વિરોધીઓની ભીડ તમારી સામે આવી શકે છે. તમે ફક્ત તમારી હિંમત અને બુદ્ધિથી આ લોકોને હરાવી શકો છો.

    મીન રાશિફળ (Pisces) : ગણેશજી કહે છે, આજે તમારે કોઈ વિશેષ પ્રકારની ભાગદોડ કરવી પડશે. પરંતુ તેના પરિણામો પણ ફાયદાકારક રહેશે. તમારું કાર્ય ઉત્સાહથી પૂર્ણ કરો. જો તમે નોકરીમાં હોવ તો પણ આજે તમને લાભ મળવાની સંભાવના છે. પરિવારમાં પણ સુખ-શાંતિ રહેશે. આજે તમને દરેકનો પ્રેમ અને સ્નેહ મળશે.

    (By Astro Friend Chirag – Son of Astrologer Bejan Daruwalla)
    Published by:kiran mehta
    First published: