Daily Horoscope 22 September 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ (Today Horoscope) કેવો રહેશે એ આજે બુધવાર 22-09-2021 (Rashifal for Wednesday 22-09-2021) દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે અને કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? સિંહ રાશિના જાતક માટે આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય માટે સાવચેત રહેવાનો છે. હવામાનના બદલાવથી વિકાર પેદા થઈ શકે છે. તો ચાલો જાણીએ તમામ રાશિના જાતકોનું આજનું રાશિભવિષ્ય (Aaj nu Rashi Bhavishya)
મેષ રાશિફળ (Aries): ગણેશજી કહે છે, આજ કાર્યક્ષેત્રમાં વધારાની જવાબદારી અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્તતા વધશે. સંપત્તિનો વિસ્તાર થશે અને આવકમાં વૃદ્ધિ થશે. ક્રોધથી બચો, ક્યાંક જીવનસાથી સાથે વૈચારિક મતભેદો ઊભા ન થાય. સંધ્યાકાળના સમયે ધાર્મિક આયોજનમાં ભાગીદારી કે ધાર્મિક યાત્રા થઈ શકે છે.
વૃષભ રાશિફળ (Taurus): ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે સુખદ રહેશે કેમ કે આજે તમે વિચારેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે. નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિની સંભાવના રહેલી છે. ગ્રહોમાં ફેરફારના કારણે સ્વભાવમાં થોડું ચિડિયાપણું આવી શકે છે. આવક સંતોષજનક રહેશે. મોસાળ પક્ષથી ધનની પ્રાપ્તિનો યોગ છે.
મિથુન રાશિફળ (Gemini): ગણેશજી કહે છે, આજનો તમારો દિવસ મિશ્ર ફળદાયક છે. પ્રત્યેક મામલામાં મિશ્ર પરિણામો મળશે. ધર્મ-કર્મ પ્રત્યે આસ્થા વધશે. સંપત્તિના સુધાર તથા સારસંભાળમાં ખર્ચ વધશે. આજના દિવસમાં કેટલાક નજીકના મિત્રો તથા સંબંધીઓનું આગમન થઈ શકે છે. આવક માટે નવા સ્ત્રોત વિકસીત થશે.
કર્ક રાશિફળ (Cancer): ગણેશજી કહે છે, આજે ગ્રહોની દશા તમારા દિવસને અનુકૂળ બનાવી રહી છે. સુખ-સંપત્તિમાં વિસ્તાર થશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. કોઈ વડીલ તરફથી આશિર્વાદમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તન સાથે ઉન્નતીનો યોગ છે. પારિવારિક જીવનમાં સમરસતા બની રહેશે.
સિંહ રાશિફળ (Leo): ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્ત રહેશે. પરંતુ સારા પરિણામ મળવાથી થાકનો અનુભવ નહીં થાય. સંતાન સુખમાં વૃદ્ધિ થશે અને ક્યાંકથી વસ્ત્રાદીની ભેટ મળશે. ઉત્તમ મિત્રોના સહયોગથી મનમાં નિરાશાનો ભાવ સમાપ્ત થશે. સાંજથી રાત સુધી અધ્યયન, પઠનમાં મન લાગશે.
કન્યા રાશિફળ (Virgo): ગણેશજી કહે છે, આજનો દિવસ શુભ રહેશે. નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિનો યોગ બની શકે છે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. રહેણી-કરણી અને ખાન-પાનનું સ્તર વધશે. નવા સુંદર વસ્ત્રો પ્રત્યેત તમારું ખેંચાણ વધશે. શક્ય છે કે શોપિંગ માટે પણ જઈ શકો છો.
તુલા રાશિફળ (Libra): ગણેશજી કહે છે, ગ્રહોની સ્થિતિથી ખ્યાલ આવી રહ્યો છે કે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં ઘણો વ્યસ્તતા ભરેલો રહેશે. આવકમાં વૃદ્ધી થશે. બૌદ્ધિક કાર્યો તથા લેખન વગેરેથી પણ આવક થશે. ક્રોધથી બચો. સંતાન પક્ષને પણ ઉચ્ચ શિક્ષા અને શોધ વગેરેમાં સાર્થક પરિણામ મળશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio): ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે ઘણો કઠીન રહેશે. પ્રત્યેક કામમાં પડકારો અને અડચણો આવી શકે છે. અકસ્માતે બિનજરૂરી ખર્ચ વધી શકે છે. જો તમે નોકરીમાં છો તો અધિકારીઓનો સહયોગ મળશે. સંધ્યાકાળના સમયે ધાર્મિક સાહિત્ય વાંચવામાં રસ વધશે.
ધન રાશિફળ (Sagittarius): ગણેશજી કહે છે, આજે ગ્રહો જણાવી રહ્યા છે કે આજે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યના આયોજનથી મનમાં પ્રસન્નતા અને વ્યસ્તતા રહેશે. ખાસ મિત્રોના સહયોગથી વ્યવસાયના નવા સ્ત્રોત બનશે. આવક વધશ, અચાનક મોટા પ્રમાણમાં રૂપિયા હાથમાં આવવાથી મનોબળ વધશે.
કુંભ રાશિફળ (Aquarius): ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે દૈવી કૃપાવાળો બની શકે છે. માતાનું સાનિધ્ય અને આશિર્વાદ ખાસ રીતે ફળદાયી રહેશે. ઘણા સમયથી રોકાયેલું ધન કોઈ મહાપુરૂષના સહયોગથી પ્રાપ્ત થઈ જશે. આવું થવાના કારણે તમને આનંદની સાથે ઉત્સાહની પ્રાપ્તિ થશે.
મીન રાશિફળ (Pisces): ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા કાર્યક્ષેત્રમાં મુશ્કેલી ભરેલો હોઈ શકે છે. કોઈ ગેરસમજના કારણે ઓફિસમાં સહયોગીઓ સાથે વિવાદ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલી અને મહેનત વધારે રહેશે. વાતચીતમાં સંયમ રહે અને સમજીને વાતો કરો. કોઈ સંપત્તિને લઈને પરિવારમાં વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે.
(By Astro Friend Chirag – Son of Astrologer Bejan Daruwalla)
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર