Home /News /dharm-bhakti /Aaj nu Rashifal, 19 May 2022: આ રાશિના જાતકોનો પારિવારિક વિવાદનો આવશે અંત, જાણો રાશિફળ

Aaj nu Rashifal, 19 May 2022: આ રાશિના જાતકોનો પારિવારિક વિવાદનો આવશે અંત, જાણો રાશિફળ

આજનું રાશિફળ

Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 19 May 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 19 May 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?

વધુ જુઓ ...
Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 18 May 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 18 May 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya).

મેષ (Aries):

ગણેશજી કહે છે, લગ્નજીવન સુખદ રહેશે. ઘરનો કોઇ વિવાદિત મામલો પણ ઉકેલાઇ શકે છે. ખરાબ સંગત અને આદતથી દૂર રહો. વેપારમાં વિસ્તાર માટે કોઇ નવી યોજનાઓ ઉપર વિચાર કરો. તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખો.

વૃષભ (Taurus) :

ગણેશજી કહે છે, પ્રેમ પ્રસંગ વધારે ગાઢ વધશે. વિચારોની દુનિયાથી બહાર આવીને હકીકતનો સામનો કરો. કાર્યક્ષેત્રમાં કામ પ્રત્યે તમારો જોશ અને ઉત્સાહ જળવાયેલો રહેશે. આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. તમે તમારી સમજણ અને બુદ્ધિમત્તાથી દરેક સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો.

મિથુન (Gemini):

ગણેશજી કહે છે, મકાન, ગાડી વગેરેને લગતી કાગળિયા સંભાળીને રાખો. આજે વેપારમાં થોડા નવા કરાર પ્રાપ્ત થઇ શકે છે. થોડા સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. પારિવારિક જીવન સામાન્ય રહેશે.

કર્ક (Cancer):

ગણેશજી કહે છે, સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ રહેશે નહીં. લક્ષ્ય પ્રાપ્તિ માટે મહેનત સફળ રહેશે. વેપાર અને કામકાજમાં થોડા મહત્ત્વૂપર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત છે. આ સમયે આર્થિક સ્થિતિને વધારે મજબૂત જાળવી રાખવા માટે અતિ ઉત્તમ છે.

સિંહ (Leo) :

ગણેશજી કહે છે, સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક રૂપથી આજનો દિવસ વધારે અનુકૂળ નથી. પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલમાં ઘટાડો આવી શકે છે. સમય ઉત્તમ છે. જો કોઇ કાર્ય ઘણાં સમયથી અટવાયેલું છે, તો તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

કન્યા (Virgo) :

ગણેશજી કહે છે, વેપાર વધારવા માટે નવી શોધ અને યોજનાઓની જરૂરિયાત છે. પરિવારમાં એકબીજા સાથે તાલમેલ ઉત્તમ જળવાયેલું રહેશે. ઉધાર આપેલા રૂપિયા પ્રાપ્ત કરવાનો આજે અનુકૂળ સમય છે. વાતાવરણમાં ફેરફારની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

તુલા (Libra):

ગણેશજી કહે છે, પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય અનુકૂળ નથી. બિનજરૂરી ગતિવિધિઓમાં ખર્ચ વધારે રહેશે. અચાનક જ કોઇ અશક્ય કાર્ય શક્ય થઇ શકે છે. પતિ-પત્નીમાં એકબીજા વચ્ચે સ્નેહ અને મધુરતા રહેશે.

વૃશ્ચિક (Scorpio):

ગણેશજી કહે છે, તમને તમારી આવડત પ્રદર્શિત કરવાની તક મળશે. વેપારમાં દરકે નાની-નાની વાતને ગંભીરતા પૂર્વક લો. વાતચીતમાં સાવધાની જાળવો. પતિ-પત્નીમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે. એલર્જીના કારણે ઉધરસ, તાવ કે ચામડીની પરેશાની થઇ શકે છે.

ધન (Sagittarius):

ગણેશજી કહે છે, ભાવુકતાના કારણે તમે તમારું નુકસાન કરી શકો છો. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. કાર્યક્ષેત્રમાં થોડા વિઘ્નો આવી શકે છે, પરંતુ આ સમયે ધૈર્ય અને સંયમ જાળવી રાખવો યોગ્ય છે. કોઇ અટવાયેલું કામ પણ આજે સંપન્ન થઇ શકે છે.

મકર (Capricorn):

ગણેશજી કહે છે, મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી સમસ્યાઓ સામે આવી શકે છે. આવક સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. વધારે મહેનત અને પરિશ્રમના કારણે થાકનો અનુભવ થશે. પરિવારમાં સુખ-શાંતિ તમારા માટે પહેલી પ્રાથમિકતા રહેશે.

કુંભ (Aquarius):

ગણેશજી કહે છે, લગ્નજીવન મધુર જળવાયેલું રહેશે. પારિવારિક મામલે કોઇ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં. કાર્યક્ષેત્રમાં તમારા પેપર તથા ફાઇલ પહેલાંથી જ તૈયાર રાખો. કોઇ સંબંધીને લગતી શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે.

મીન ( Pisces):

ગણેશજી કહે છે, આર્થિક મામલે વધારે સમજણ અને ચર્ચા-વિચારણાં કરીને નિર્ણય લો. કાર્યક્ષેત્રમાં તમને તમારી આવડત દર્શાવવાની તક મળશે. શરીરમાં દુખાવાની સ્થિતિ બની શકે છે. આજે ધાર્મિક કે અધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો સારો સમય પસાર થશે. (By Chirag Daruwalla – Son of Astrologer Bejan Daruwalla)
First published:

Tags: Gujarati Rashifal, Horoscope, Today Rashifal, Zodiac signs