Home /News /dharm-bhakti /

Aaj nu Rashifal, 17 December 2021: આ રાશિના જાતકોને વેપારમાં થશે ધાર્યો લાભ, જાણો આપનું રાશિફળ

Aaj nu Rashifal, 17 December 2021: આ રાશિના જાતકોને વેપારમાં થશે ધાર્યો લાભ, જાણો આપનું રાશિફળ

આજનું રાશિફળ

Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 17-12-2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 17 December 2021 (Rashifal for 17-12-2021) દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે.

વધુ જુઓ ...
    Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 17 December 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 17 December 2021 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya).

    મેષ રાશિફળ (Aries):ગણેશજી કહે છે, આજે મેષ રાશિના લોકોનું વૈવાહિક જીવન આનંદમય વિતશે. સંજોગોવસાત નાની-મોટી મુસાફરી કરવી પડી શકે છે. બિઝનેસમાં પ્રગતિથી ખુશીઓ મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ શુભ છે. સાંજના સમયે હરવા-ફરવા દરમિયાન મહત્વની માહિતી મળવાની સંભાવના છે.

    વૃષભ રાશિફળ (Taurus):ગણેશજી કહે છે, વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ પરોપકારમાં પસાર થશે. કાર્યક્ષેત્રમાં પણ તમારા પક્ષમાં કેટલાંક ફેરફાર થઈ શકે છે. તમે તમારા મિલનસાર વ્યવહારથી વાતાવરણને સામાન્ય બનાવવામાં સફળ રહેશો. માર્કેટિંગ અને સેલ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને વધારે મહેનત કરવી પડશે.

    આ પણ વાંચો: Dharm: આવતીકાલથી એક મહિના માટે શરૂ થશે કમુરતા, નહીં થઇ શકે કોઇ માંગલિક કાર્યો

    મિથુન રાશિફળ (Gemini) :ગણેશજી કહે છે, આજે જીવનસાથીને આકસ્મિક શારીરિક પીડા થઈ શકે છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી તમારા ખર્ચામાં વધારો થઈ શકે છે. કોઈ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ પહેલાં તેના તમામ કાયદાકીય પાસાઓ પર ગંભીરતાથી વિચાર કરી લેજો. બપોર પછીનો સમય થોડો અનુકૂળ થતો દેખાશે.

    કર્ક રાશિફળ (Cancer) :ગણેશજી કહે છે, કર્ક રાશિના જાતકો માટે તેમના ગ્રહો આજનો દિવસ અનુકૂળ બનાવી રહ્યા છે. પરિવારના સભ્યો સાથે તમે સારો અને મનોરંજક સમય પસાર કરી શકશો. નસીબનો આજે સંપૂર્ણ સાથ મળશે અને બપોર સુધીમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. સાંજના સમયે કોઈ જૂના મિત્રોના પરિચિતનો સંપર્ક થશે.

    સિંહ રાશિફળ (Leo) :ગણેશજી કહે છે, સિંહ રાશિના જાતકો માટે દિવસ શુભ અને ફળદાયી બનશે. માનસિક પરેશાનીઓથી આજે તમે થોડી રાહત અનુભવી શકશો. વડીલો અને અધિકારીઓની કૃપાથી તમારી કોઈ ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. ઓફિસની સાથે ઘરના કામકાજ પાછળ પણ ધ્યાન આપવું પડશે. ખોટા ખર્ચાથી બચજો.

    આ પણ વાંચો: Budh Grah Upay: કુંડળીમાં બુધ નબળો હોય તો અજમાવી જુઓ આ ઉપાય

    કન્યા રાશિફળ (Virgo) :ગણેશજી કહે છે, વેપાર ક્ષેત્રમાં ધાર્યો લાભ થવાથી આનંદિત રહેશો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. વ્યવસાયમાં પરિવર્તનની યોજના બનાવી રહ્યા હોવ તો આ મામલે આજે આગળ વધવાનો દિવસ છે. પ્રતિયોગિતા પરીક્ષામાં સફળતા અને પારિવારિક ઉત્તરદાયિત્વ પૂર્ણ થશે.

    તુલા રાશિફળ (Libra) :ગણેશજી કહે છે, તુલા રાશિના જાતકોને આકસ્મિક રીતે મોટી સંખ્યામાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે. મૂડી ભંડોળમાં વધારો થશે, સમજદારીથી સાથે કરવામાં આવેલું રોકાણ આજે સારો ફાયદો કરાવશે. ઉતાવળ અને ભાવુક થઈને લેવામાં આવેલો નિર્ણય આગળ જઈને તમને તકલીફ આપી શકે છે. એટલા માટે આવા નિર્ણયથી બચજો.

    વૃશ્ચિક રાશિફળ (Scorpio):ગણેશજી કહે છે, રાજકીય ક્ષેત્રમાં આજે વૃશ્ચિક રાશિના જાતકોને આશા કરતા પણ વધારે સફળતા મળશે. સંતાનો પ્રત્યેની તમારી ફરજો નિભાવી શકશો. પ્રતિસ્પર્ધાના ક્ષેત્રમાં પણ તમે આગળ વધશો, અટવાયેલું કામ પૂરૂ થશે. કેટલાંક લોકોને આજે આંખોમાં તકલીફ ઊભી થઈ શકે છે.

    આ પણ વાંચો: તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ હળવો રહેશે, જાણો આપનું રાશિફળ

    ધન રાશિફળ (Sagittarius) :ગણેશજી કહે છે, ધન રાશિના જાતકોનો આજે ઘર ઉપયોગી ચીજવસ્તુઓ પર ધનનો ખર્ચ થવાનો યોગ છે. સાંસારિક સુખ ભોગના સાધનોમાં વધારો થશે. સહયોગી કર્મચારીઓ કે કોઈ સંબંધીના કારણે તણાવ અને માનસિક કષ્ટ થઈ શકે છે. રૂપિયા પૈસાની લેણ દેણમાં ખાસ ધ્યાન રાખજો.

    મકર રાશિફળ (Capricorn) :ગણેશજી કહે છે, મકર રાશિના જાતકો આજનો સમય વેડફશો નહીં. મહેનત અને અથાગ પરિશ્રમથી આજે તમને તમારા નસીબનો સંપૂર્ણ સાથ મળશે. સ્વજનો પાસેથી સુખ મળશે, પરિવારમાં કોઈ શુભ કમ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ જોવા મળશે. ઘર ગૃહસ્થીની મુશ્કેલીનું નિરાકરણ આવશે.

    કુંભ રાશિફળ (Aquarius) :ગણેશજી કહે છે, આ રાશિના જાતકોનો આર્થિક પક્ષ આજે મજબૂત બની શકે છે. વ્યવસાયમાં તમને સારો એવો ફાયદો થશે. સન્માન, યશ, કિર્તીમાં પણ વધારો થવાનો યોગ દેખાઈ રહ્યો છે. પ્રિયજનો સાથે મુલાકાત થઈ શકે છે. વાણી પર સંયમ રાખજો નહીં તો વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.

    આ પણ વાંચો: Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મીન રાશિના જાતકો સાથે એન્જલના આશીર્વાદ રહેશે

    મીન રાશિફળ (Pisces) :ગણેશજી કહે છે, આજે શિક્ષણ અને પ્રતિયોગિતાના ક્ષેત્રમાં મીન રાશિના જાતકો સારી સફળતા મેળવી શકશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. તમારી વાતચીતની શૈલી તમને ખાસ સન્માન અપાવશે. આખો દિવસ દોડધામના કારણે વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. એટલે ખાસ કાળજી રાખજો. (By Astro Friend Chirag – Son of Astrologer Bejan Daruwalla)
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Daily Horoscope, Gujarati Rashi, Gujarati Rashifal, Horoscope today, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati

    આગામી સમાચાર