Home /News /dharm-bhakti /

Aaj nu Rashifal, 16 November 2021: આ રાશિના જાતકોની આવકમાં થશે વધારો, જાણો આપનું રાશિફળ

Aaj nu Rashifal, 16 November 2021: આ રાશિના જાતકોની આવકમાં થશે વધારો, જાણો આપનું રાશિફળ

આજનું રાશિફળ

Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 16-11-2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 16-11-2021 (Rashifal for 16-11-2021) દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આદનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?

વધુ જુઓ ...
  Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 16-11-2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે  આજે 16-11-2021 (Rashifal for 16-11-2021) દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આદનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? ચાલો જાણીએ તમાર રાશિના જાતકોનું આજનું રાશિભવિષ્ય (Aaj nu RashiBhavishya).

  મેષ રાશિફળ (Aries):ગણેશજી કહે છે, આજનો સમય વેડફશો નહીં. મહેનત અને અથાગ પરિશ્રમથી આજે તમને તમારા નસીબનો સંપૂર્ણ સાથ મળશે. સ્વજનો પાસેથી સુખ મળશે, પરિવારમાં કોઈ શુભ કમ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ જોવા મળશે. રચનાત્મક કાર્યોમાં મન લાગશે. વિપરિત પરિસ્થિતિ ઊભી થવાથી ગુસ્સા પર કાબૂ રાખજો.

  વૃષભ રાશિફળ (Taurus) : ગણેશજી કહે છે, આજે શિક્ષણ અને પ્રતિયોગિતાના ક્ષેત્રમાં તમે સારી સફળતા મેળવી શકશો. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. તમારી વાતચીતની શૈલી તમને ખાસ સન્માન અપાવશે. આખો દિવસ દોડધામના કારણે વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. એટલે ખાસ કાળજી રાખજો.

  મિથુન રાશિફળ (Gemini) : ગણેશજી કહે છે, આજનો દિવસ પરોપકારમાં પસાર થશે. કાર્યક્ષેત્રમાં પણ તમારા પક્ષમાં કેટલાંક ફેરફાર થઈ શકે છે. તમે તમારા મિલનસાર વ્યવહારથી વાતાવરણને સામાન્ય બનાવવામાં સફળ રહેશો. રાતના સમયે જીવનસાથીને કેટલીક સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ આવતા તમારૂ મન અશાંત થઈ શકે છે.

  કર્ક રાશિફળ (Cancer) :ગણેશજી કહે છે, આજે મૂડી ભંડોળમાં વધારો થશે, સમજદારીથી સાથે કરવામાં આવેલું રોકાણ આજે સારો ફાયદો કરાવશે. તમને સલાહ છે કે, આજે તમે પારંપરિક ક્ષેત્રમાં પૈસાનું રોકાણ કરો. વ્યવસાયિક યોજનાઓને ગતિ મળશે. ઉતાવળ અને ભાવુક થઈને લેવામાં આવેલો નિર્ણય આગળ જઈને તમને તકલીફ આપી શકે છે.

  સિંહ રાશિફળ (Leo) :ગણેશજી કહે છે, પરિવારના સભ્યો સાથે તમે સારો અને મનોરંજક સમય પસાર કરી શકશો. નસીબનો આજે સંપૂર્ણ સાથ મળશે અને બપોર સુધીમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. સાંજના સમયે કોઈ જૂના મિત્રોના પરિચિતનો સંપર્ક થશે. જેનાથી તમે પ્રફુલ્લિત રહેશો.

  કન્યા રાશિફળ (Virgo) :ગણેશજી કહે છે, રાજકીય ક્ષેત્રમાં આજે આશા કરતા પણ વધારે સફળતા મળશે. સંતાનો પ્રત્યેની તમારી ફરજો નિભાવી શકશો. પ્રતિસ્પર્ધાના ક્ષેત્રમાં પણ તમે આગળ વધશો, અટવાયેલું કામ પૂરૂ થશે. આજે તમને પેટ સંબંધી એટલે કે પાચન સંબંધી કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

  તુલા રાશિફળ (Libra) :ગણેશજી કહે છે, માનસિક પરેશાનીઓથી આજે તમે થોડી રાહત અનુભવી શકશો. વડીલો અને અધિકારીઓની કૃપાથી તમારી કોઈ ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. પણ આજે તમે ખૂબ જ વ્યસ્ત રહેશો. ઓફિસની સાથે ઘરના કામકાજ પાછળ પણ ધ્યાન આપવું પડશે. ખોટા ખર્ચાથી બચજો.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio) :ગણેશજી કહે છે, આજે વૈવાહિક જીવન આનંદમય વિતશે. સંજોગોવસાત નાની-મોટી મુસાફરી કરવી પડી શકે છે. બિઝનેસમાં પ્રગતિથી ખુશીઓ મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ શુભ છે. સાંજના સમયે હરવા-ફરવા દરમિયાન મહત્વની માહિતી મળવાની સંભાવના છે. માતા-પિતાની સલાહ-આશીર્વાદ તમને ફળશે.

  ધન રાશિફળ (Sagittarius) :ગણેશજી કહે છે, આજે જીવનસાથીને આકસ્મિક શારીરિક પીડા થઈ શકે છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી તમારા ખર્ચામાં વધારો થઈ શકે છે. કોઈ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ પહેલાં તેના તમામ કાયદાકીય પાસાઓ પર ગંભીરતાથી વિચાર કરી લેજો. બપોર પછીનો સમય થોડો અનુકૂળ થતો દેખાશે.

  મકર રાશિફળ (Capricorn) :ગણેશજી કહે છે, સાંસારિક સુખ ભોગના સાધનોમાં વધારો થશે. સહયોગી કર્મચારીઓ કે કોઈ સંબંધીના કારણે તણાવ અને માનસિક કષ્ટ થઈ શકે છે. રૂપિયા પૈસાની લેણ દેણમાં ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ વ્યક્તિને ઉધાર આપતા પહેલાં સો વાર વિચાર કરજો. તમારા રૂપિયા ફસાઈ શકે છે.

  કુંભ રાશિફળ (Aquarius) : ગણેશજી કહે છે, વેપાર ક્ષેત્રમાં ધાર્યો લાભ થવાથી આનંદિત રહેશો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. વ્યવસાયમાં પરિવર્તનની યોજના બનાવી રહ્યા હોવ તો આ મામલે આજે આગળ વધવાનો દિવસ છે. પ્રતિયોગિતા પરીક્ષામાં સફળતા અને પારિવારિક ઉત્તરદાયિત્વ પૂર્ણ થશે.

  મીન રાશિફળ (Pisces) : ગણેશજી કહે છે, આજે આર્થિક પક્ષ મજબૂત બની શકે છે. વ્યવસાયમાં તમને સારો એવો ફાયદો થશે. સન્માન, યશ, કિર્તીમાં પણ વધારો થવાનો યોગ દેખાઈ રહ્યો છે. લાંબા સમયથી અટવાયેલું કાર્ય આજે પૂર્ણ થઈ શકે છે. પ્રિયજનો સાથે મુલાકાત થઈ શકે છે.

  (By Astro Friend Chirag – Son of Astrologer Bejan Daruwalla)
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Gujarati Rashi, Gujarati Rashifal, Horoscope, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन