Home /News /dharm-bhakti /

Aaj nu Rashifal, 12 March 2022: આ રાશિના જાતકોનો આજનો દિવસ બનશે રોમેન્ટિક, જાણો આપનું રાશિફળ

Aaj nu Rashifal, 12 March 2022: આ રાશિના જાતકોનો આજનો દિવસ બનશે રોમેન્ટિક, જાણો આપનું રાશિફળ

આજનું રાશિફળ

Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 12 March 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 12 March 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?

વધુ જુઓ ...
  Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 12 March 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 12 March 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya).

  મેષ રાશિફળ (Aries):ગણેશજી કહે છે, આજે ક્ષેત્રમાં યોગ્યતા વિકસાવવાથી લાભ થશે અને નવી તકો પણ પ્રાપ્ત થશે. તમે આજે ધંધામાં રોકાણ કરી શકો છો. તેમાં લાભનો યોગ છે. જો તમે વ્યવસાયમાં ભાગીદારી કરવાનું મન બનાવી રહ્યા છો તો આ શ્રેષ્ઠ સમય છે. પરિવારના કોઈ સભ્ય અથવા સંબંધી સાથે મતભેદ થઈ શકે છે.

  વૃષભ રાશિફળ (Taurus):ગણેશજી કહે છે, આજે તમારા વ્યવસાય અને કાર્યક્ષેત્રમાં મિશ્ર અસર રહેશે. તમે તમારી બુદ્ધિ અને સમજણથી ઘણી જટિલ બાબતોને ઉકેલશો. આજે અન્ય લોકો પાસેથી અતિશય અપેક્ષાઓ ના રાખશો, કારણકે લોકો તમારી અપેક્ષાઓ પર ખરા નહીં ઉતરે. વિવાદની પરિસ્થિતિ ટાળો.

  મિથુન રાશિફળ (Gemini):ગણેશજી કહે છે, આજનો દિવસ રોમેન્ટિક બની શકે છે, તમે આનંદની ક્ષણો માણશો. જૂના વિવાદો અને નુકસાનને ભૂલી જવાનો દિવસ પણ છે, મનમાંથી નકારાત્મક વિચારોને દૂર કરવાનો પ્રયાસ કરો. જો તમે આ નહીં કરો તો તમે ભાવનાત્મક રૂપે દુ:ખી થશો. પ્રેમ સંબંધોમાં કોઈને કોઈ વચન આપવાનું ટાળો.

  આ પણ વાંચો: શા માટે મનાવવામાં આવે છે મહાશિવરાત્રિ? આ દિવસે થઈ હતી ત્રણ મોટી ઘટનાઓ

  કર્ક રાશિફળ (Cancer):ગણેશજી કહે છે, આ દિવસે તમે જે કામ કરવા માગો છો તેમાં મૂંઝવણ રહેશે. પરંતુ જે પણ કામ એક ચિત્તે કરવામાં આવશે, તેમાં વિજય ચોક્કસ મળશે. અતિશય ભાવનાત્મક બનવાનું ટાળો, કારણકે આ તમને મુશ્કેલીમાં મુકી શકે છે. ધંધા કે ક્ષેત્રની જૂની બાબતો પર ધ્યાન ના આપશો, કંઇક નવું વિચારી લો.

  સિંહ રાશિફળ (Leo):ગણેશજી કહે છે, આજે તમારે કેટલાંક કેસમાં નિરાશ થવું પડી શકે છે. બિઝનેસમાં કોઈપણ ડીલમાં વિક્ષેપ આવી શકે છે. છેલ્લા દિવસોથી તમે જે યોજના પર કામ કરી રહ્યા છો તેમાં વિરામ આવી શકે છે. જીવનસાથી અથવા પરિવારના સભ્યો સાથે આજે મતભેદ થઈ શકે છે. આજે તમે કોઈ કામ અથવા પૈસા વિશે મિત્રોની મદદ લઈ શકો છો.

  કન્યા રાશિફળ (Virgo): ગણેશજી કહે છે, આજે કાર્યક્ષેત્રમાં યોગ્યતા વિકસાવવાથી લાભ મળશે અને નવી તકો પણ પ્રાપ્ત થશે. આજે તમે બિઝનેસમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરશો અને તમારી મહેનત પણ રંગ લાવશે. જો તમને કોઈ વિશે ખરાબ લાગે તો તેને ધ્યાનમાં રાખશો નહીં કેમ કે આમ કરવાથી તમારા કામ પર અસર થઈ શકે છે.

  આ પણ વાંચો: 3 March 2022: કઈ રાશિના લોકોનો દિવસ રહેશે સારો અને કોનો ખરાબ? જાણો રાશિફળ

  તુલા રાશિફળ (Libra):ગણેશજી કહે છે, આજે કોઈ અનુભવી અને વરિષ્ઠ વ્યક્તિની સલાહને અનુસરીને પણ તમને લાભ મળશે. ઓફિસમાં આજે કેટલાંક યુવાન સાથીઓ દ્વારા તમને પ્રોત્સાહન મળી શકે છે. આજે તમારું બાળક તેની કારકિર્દી પ્રત્યે ગંભીર રહેશે તેમજ વાંચન અને લેખનમાં પણ રસ રહેશે.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio):ગણેશજી કહે છે, ઓફિસનું વાતાવરણ થોડું ગંભીર રહેશે, જે તમને માનસિક રીતે વિચલિત કરી શકે છે. વાતાવરણને જીવંત બનાવવાનો પ્રયત્ન કરશો, પરંતુ સાથીદારોનો સપોર્ટ મુશ્કેલીથી મળશે. જો તમારી સામેની વ્યક્તિ વચ્ચે કોઈ ગેરસમજણ થઈ છે તો તે વિશે વાત કરવાનો આ સમય છે.

  ધન રાશિફળ (Sagittarius):  ગણેશજી કહે છે, વિવાહિત જીવન આજે સુખી રહેશે. આજે તમે તમારા જીવનસાથી અને પરિવારને પૂરો સમય આપી શકશો, જે યાદગાર ક્ષણ હશે. ધંધામાં ધનલાભ રહેશે કારણકે નસીબ પણ તમને સાથ આપશે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત કરીને આર્થિક પક્ષ અનુકૂળ રહેશે. કેટલીક જરૂરી ખરીદી પણ કરશો.

  આ પણ વાંચો: આ ચાર રાશિઓને ફળશે માર્ચ મહીનો! થશે ગુપ્ત ધનની પ્રાપ્તિ, જાણો તમારું રાશિફળ

  મકર રાશિફળ (Capricorn): ગણેશજી કહે છે, આજનો દિવસ તમારી કસોટીનો રહેશે. તમે સખત મહેનત સાથે જે પણ કરો છો તે ખૂબ સારું પરિણામ લાવશે. જો તમે થોડા દિવસો માટે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો, તો તે ખરાબ સમય સમાપ્ત થવાનો છે. ફક્ત એટલું સમજી લો કે આવકનો નવો સ્રોત આર્થિક સમસ્યાને ઉકેવશે, જેથી તમે તણાવ મુક્ત રહો.

   કુંભ રાશિફળ (Aquarius):ગણેશજી કહે છે, આજનો દિવસ તમારી પરીક્ષાનો રહેશે. તમે સખત મહેનત સાથે જે પણ કરો છો તે ખૂબ સારું પરિણામ લાવશે. તમે હાલમાં જે કાર્ય કરી રહ્યા છો તેમાં ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે, ભવિષ્યની યોજનાઓની ચિંતા ના કરો. ઓફિસમાં તમને નવી જવાબદારી મળી શકે છે, જેના માટે તમારે તૈયાર રહેવું જોઈએ.

  મીન રાશિફળ (Pisces): ગણેશજી કહે છે, આજે તમે ઓફિસમાં અધિકારીઓની મદદથી તમામ પ્રકારની સમસ્યાને ઉકેલી શકશો. સાથીઓ તમારા કાર્યથી પ્રભાવિત થશે. વ્યવસાયમાં જટિલ સમસ્યાનો ઉકેલ વરિષ્ઠ વ્યક્તિની સલાહથી ઉકેલવામાં આવશે. લવ લાઈફ સારી રહેશે, જેથી તમારો મૂડ સારો રહેશે. આજે આવક કરતા વધારે ખર્ચ થઈ શકે છે.  (By Chirag Daruwalla – Son of Astrologer Bejan Daruwalla)
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Daily Horoscope, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati, Today Rashifal, Zodiac sign

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन