Home /News /dharm-bhakti /Aaj nu Rashifal, 10 February 2022: આ રાશિના જાતકોને મહેનત કરતા બમણો લાભ થશે, જાણો આપનું રાશિફળ

Aaj nu Rashifal, 10 February 2022: આ રાશિના જાતકોને મહેનત કરતા બમણો લાભ થશે, જાણો આપનું રાશિફળ

જાણો શું છે તમારુ આજનું રાશિફળ

Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 10 February 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 10 February 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?

વધુ જુઓ ...
Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 10 February 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 10 february 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya).

મેષ રાશિફળ (Aries):ગણેશજી કહે છે, આજનો દિવસ શુભ રહેશે. પ્રવાસનો યોગ છે. જો કે આ પ્રવાસ સામાન્ય રીતે ફાયદાકારક રહેશે. બપોરે ઉચ્ચ અધિકારી સાથેની ચર્ચાને કારણે કાયદાકીય પક્ષ નવો વળાંક લઈ શકે છે. આજે ખર્ચ આવક કરતા વધારે છે. સંબંધીઓ અંગે તણાવ અને મૂંઝવણ રહેશે.

વૃષભ રાશિફળ (Taurus):ગણેશજી કહે છે, આજે કાર્યક્ષેત્રમાં અધિકારી સાથે અથવા વ્યાવસાયિક ક્ષેત્રમાં બિઝનેસમેન સાથે તકરાર થઈ શકે છે. તમારી કાર્ય કુશળતાથી તમે દુશ્મનો પર જીત મેળવશો. આજે તમારા વિરોધીઓ લાખો પ્રયત્નો કર્યા પછી પણ તમને મુશ્કેલી આપી શકશે નહીં. ઘર માટે ઉપયોગી વસ્તુ ખરીદવામાં આવશે.

મિથુન રાશિફળ (Gemini):ગણેશજી કહે છે, તમારા જીવનસાથીનો સહયોગ મળશે. વ્યાવસાયિક પ્રયત્નોથી સારું ફળ મળશે. નવા વ્યવસાયમાં આજે તમારા વિરોધીઓ પરાજિત થશે. આજે કોઈ પ્રિય વ્યક્તિને મળવાથી અને તેની હાજરીથી તમને આનંદ થશે. જો તમે ગમે ત્યાંથી પૈસા લેવા માગતા હોવ તો આજે પ્રયાસ કરો, તમને સફળતા મળશે.

આ પણ વાંચો: Valentines Day 2022 Special: આ કામ કરવાથી તમારા લગ્ન જીવનમાં આવશે ખુશી

કર્ક રાશિફળ (Cancer):ગણેશજી કહે છે, દિવસ સારો છે, યુવાનો કે જેમણે હાલમાં જ પોતાની કારકિર્દી શરૂ કરી છે, તેઓને આજે તેમની ઓફિસમાં તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે. જો તમે સાહિત્ય અને કળાને પસંદ કરો છો તો તેમાં રુચિનો આજનો દિવસ છે. કાર્યક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે.

સિંહ રાશિફળ (Leo):ગણેશજી કહે છે, આજે રાજકીય કાર્યોમાં અડચણો આવશે. બપોરે કેટલાક નવા કામની રૂપરેખા બનાવવામાં આવશે. ધ્યાનમાં રાખો કે આજે તમને તમારી મહેનતના પ્રમાણમાં બમણો લાભ મળશે. પરંતુ ધ્યાનમાં રાખો કે વર્તનમાં કોઈપણ પ્રકારનું અભિમાન ના આવવા દો.

કન્યા રાશિફળ (Virgo):ગણેશજી કહે છે, આજે તમારો અડધો દિવસ દાન કરવામાં ખર્ચ કરશો. બીજાને મદદ કરવામાં તમને જે આત્મ-સંતોષ મળે છે તેની તુલના અન્ય કોઈ આનંદ સાથે કરી શકાય નહીં. નોકરી-ધંધામાં આજે તમારી ક્ષમતા અને કાર્યક્ષમતાની પ્રશંસા થશે. તમારા સાથીદારો તમારી પાસેથી શીખશે.

આ પણ વાંચો: Astro Tips: એવી 4 રાશિના લોકો જેમનો વિશ્વાસ જીતવો સૌથી મુશ્કેલ

તુલા રાશિફળ (Libra):ગણેશજી કહે છે, નોકરી અથવા ધંધામાં નવી ટેક્નોલોજીની માહિતી તરફ આપની રુચિ વધશે. એકંદરે આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. આવક અને ખર્ચની સ્થિતિ પણ સંતુલિત રહેશે. જોકે વેપારમાં ભાગીદારો તરફથી સહયોગ મળશે. સારા કાર્યોમાં રસ રહેશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):ગણેશજી કહે છે, આજે જીવનસાથી સાથે વૈચારિક મતભેદની સ્થિતિ બની શકે છે. તેથી તમારી વાણી પર નિયંત્રણ રાખો. કોઈપણ નિર્ણય લેતી વખતે ભાવનામાં વહેશો નહીં, કારણકે ભાવનાત્મકતામાં લીધેલા નિર્ણયથી નુકસાન થશે. આ સિવાય આજે તમારા રાજ્ય-સન્માન-પ્રતિષ્ઠામાં ચોક્કસ વધારો થવાની સંભાવના છે

ધન રાશિફળ (Sagittarius):ગણેશજી કહે છે, આજે મિશ્ર ફળદાયી દિવસ છે, સમાજમાં એક સારી છબી બનાવવામાં આવશે. ચાલુ કાર્યમાં સાવચેત રહેવું. પ્રમોશન માટેની તકો મળશે. આજે બપોર પછી તમને ભાગ્યનો પૂરો સહયોગ મળશે. પરંતુ આ સમય દરમિયાન બેદરકાર ના થાઓ. ધ્યાનપૂર્વક વિચાર કર્યા પછી જ કામ કરશો તો તમને લાભ મળશે.

આ પણ વાંચો: Chanakya Niti: સાપ કરતા પણ વધારે ઝેરીલા હોય છે આ પ્રકારના લોકો, ભૂલથી પણ ન કરો વિશ્વાસ

મકર રાશિફળ (Capricorn):ગણેશજી કહે છે, આજે કોઈ નવી ડીલથી અચાનક ધન લાભ થશે. પત્ની અથવા કોઈ બાળકની તબિયત અચાનક બગડવાના કારણે ઘરમાં તણાવ થઈ શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરતી વખતે અથવા ડ્રાઇવિંગ કરતી વખતે તણાવને તમારા પર વર્ચસ્વ ના થવા દો.

કુંભ રાશિફળ (Aquarius):ગણેશજી કહે છે, આજે તમે તમારા ધૈર્ય અને નરમ વર્તનથી વાતાવરણ હળવું કરી શકશો. આજે ઘણાં દિવસોથી ચાલતી મનની બેચેની શાંત થઈ જશે. તમે તમારા મનમાં આંતરિક શાંતિનો અનુભવ કરશો. વધારાની આવકના નવા સ્રોત દેખાશે. પ્રિયજનની મદદ કરવાને કારણે આજે તમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

મીન રાશિફળ (Pisces):ગણેશજી કહે છે, કોઈ મોટી સફળતાનો આનંદ મળશે. હાથમાં મોટી રકમ મેળવવામાં સંતોષ રહેશે. બપોરે વિરોધીઓને જીતવાની પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત લાંબા સમયથી અટકેલા કામ પણ આજે પૂર્ણ થશે. સાંજનો સમય તમારા માટે ખૂબ સારો રહેશે. પરિવાર અને પત્ની સાથે ચાલી રહેલી ચર્ચા પણ સમાપ્ત થાય તેવી સંભાવના છે. (By Chirag Daruwalla – Son of Astrologer Bejan Daruwalla)
First published:

Tags: Daily Horoscope, Gujarati Rashi, Gujarati Rashifal, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati